Paytm પર આજે ખરીદી કરો અને પૈસા આવતા મહિને આપો, જાણો તમારી Spends Limit
Trending Photos
જો અચાનક મોટો ખર્ચ આવતાં તમારું બજેટ બગડી જાય છે અથવા તમારું પોકેટ મહિનાના અંતમાં ટાઇટ રહે છે, તો તમારા માટે ખુશ ખબરી છે. Paytm એ Paytm Postpaid ના નામથી એક નવી સર્વિસ શરૂ કરી છે. જેના હેઠળ તમારે આજે તમારી જરૂરીયાતની ખરીદી કરી શકો છો, જ્યારે તમારી પાસે આવતા મહિને પૈસા ચૂકવવાનો વિકલ્પ હશે. આ સર્વિસ હેઠળ તમે પેટીએમ DTH recharge કરી શકો છો, થવા ફિલ્મની ટિકીટ ખરીદી શકો છો અને ફ્લાઇટ પણ બુક કરાવી શકો છો. જો તમે પેટીએમની પોસ્ટપેડ સર્વિસનો ઉપયોગ કરો છો, તો તેના માટે કોઇ એક્સ્ટ્રા ચાર્જ આપવો નહી પડે. આ સંપૂર્ણપણે ફ્રી છે. બીજી વાત એ છે કે આ સર્વિસ માટે કોઇપણ પ્રકારના ડોક્યૂમેંટની જરૂર નહી પડે. તાત્કાલિક એપ્રુવલ થઇ જાય છે.
દરેક જરૂરિયાત માટે Paytm Postpaid
પેટીએમ પોસ્ટપેડ દ્વારા મોબાઇલ ડીટીએચ રિચાર્જ કરાવી શકાય છે, ટ્રાવેલ બુકિંગ કરાવી શકાય છે, મૂવી ટિકિટ ખરીદી શકાય છે અથવા તો પછી તમે ઓનલાઇન શોપિંગ કરી શકો છો. તમે તમારી કોઇપણ જરૂરિયાતને Paytm Postpaid ની મદદથી પુરી કરી શકો છો. આ પ્રકારે તમે તમારા પૈસાનો સારી રીતે ઉપયોગ કરી શકો છો, કારણ કે તમારે તાત્કાલિક ચૂકવણી નહી કરે.
Paytm Postpaid કેવી રીતે કામ કરે છે?
આ સર્વિસનો લાભ લેવા માટે તમારે પ્રોફાઇલ જઇને Paytm Postpaid સેક્શનને ચેક કરવું પડશે. ત્યારબાદ અહીં તમારો આધાર નંબર અને પાન કાર્ડની ડિટેલ આપવી પડશે. ત્યારબાદ તમને આ સુવિધા મળશે. અહીં તમે તમારા ખર્ચની લિમિટ પણ જોઇ શકો છો. આ લિમિટ તમારા પાછળના રેકોર્ડના આધારે આપવામાં આવે છે. આ લિમિટ દ્વારા તમે પણ શોપિંગ કરી શકશો.
કેવી રીતે અને ક્યાં સુધી થશે ચૂકવણી
Paytm Postpaid દ્વારા તમે પણ ખરીદી કરી શકો છો. તેના માટે આગામી મહિનાની 15મી તારીખ પહેલાં તમારે ચૂકવણી કરવી પડશે. તેના માટે પેટીએમની દ્વારા તમને એલર્ટ પણ આપવામાં આવશે. ચૂકવણી પેટીએમ વોલેટ, ડેબિટ કાર્ડ અથવા નેટબેકિંગની મદદથી કરી શકાશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે