પરિણીતી હવે પરણી જવાની ? ટ્વીટ કરીને કરી જાહેરાત
પરિણીતીએ રસપ્રદ ટ્વીટ કરી છે
Trending Photos
મુંબઈ : પ્રિયંકા ચોપડા અને નિક જોનાસના 2 ડિસેમ્બરે થયેલા લગ્નના પહેલાના સેલિબ્રેશન વખતે નિકે ડિનરની એક તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેયર કરી છે જે ગણતરીના કલાકોમાં વાઇરલ બની ગઈ હતી. આ તસવીરમાં પ્રિયંકાની કઝિન પરિણીતીની બરાબર બાજુમાં અસિસ્ટન્ટ ડિરેક્ટર ચરિત દેસાઈ નજરે ચડે છે.
ચરિત દેસાઈ કરણ જોહરના ધર્મા પ્રોડક્શન્સમાં એક અસિસ્ટન્ટ ડિરેક્ટર છે. ચરિત અને પરિણીતી કરણની ડ્રીમ ટીમ ટૂર દરમ્યાન મળ્યાં હતાં. એ વખતે ચરિત ટૂર દરમ્યાન પડદા પાછળ બનતી ઘટનાઓનું શૂટિંગ કરતો હતો. ભારત પાછા આવ્યા પછી પણ એ બન્ને વચ્ચેનો સંબંધ જામેલો રહ્યો છે. તેઓ એકમેકના સંપર્કમાં છે અને તેમની વચ્ચે સંબંધ જળવાયેલો છે. ચર્ચા હતી કે પરિણીતી અને ચરિત ટૂંક સમયમાં તેમના સંબંધની જાહેરાત કરશે. જોકે પરિણીતીએ આ વાત ઇનકાર કરી દેતી ટ્વીટ કરી છે.
ABSOLUTELY BASELESS AND UNTRUE!! I will happily announce whenever I am getting married! @MumbaiMirror pic.twitter.com/JJGb61XbGy
— Parineeti Chopra (@ParineetiChopra) December 15, 2018
પરિણીતી અને ચરિતનું નામ ગયા વર્ષે એકબીજા સાથે સંકળાયું હતું. આ સમયે તેમણે આ વાતને અફવા ગણાવી હતી પણ ચર્ચા છે કે આ બંને હજી પણ સિક્રેટ રીતે એકબીજા સાથે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે