તમને હવામાનની જાણકારી આપતી આ Appsની છે ચાંદી જ ચાંદી, આવી એપ્સનો ભારતમાં છે 800 કરોડનો બિઝનેસ

Weather Update Apps Business In India: બદલતા વાતાવરણની સ્થિતિમાં લોકોને અલગ અલગ સમસ્યાનો સામનો કરવો પડે છે. પરંતુ વાતાવરણના કારણે કેટલીક કંપની છે જેને જોરદાર નફો થાય છે. વાતાવરણ કેવું છે તેની જાણકારી તમને ફોનમાં જે એપ્સ આપે છે તેની વાત અહીં થઈ રહી છે.

તમને હવામાનની જાણકારી આપતી આ Appsની છે ચાંદી જ ચાંદી, આવી એપ્સનો ભારતમાં છે 800 કરોડનો બિઝનેસ

Weather Update Apps Business In India: આજકાલ વાતાવરણમાં સતત ફેરફાર નોંધાય છે. ક્યારેક ઠંડી વધી જાય તો ક્યારેક આંકરી ગરમી પડે અને કમોસમી વરસાદ તો છે જ.. બદલતા વાતાવરણની સ્થિતિમાં લોકોને અલગ અલગ સમસ્યાનો સામનો કરવો પડે છે. પરંતુ વાતાવરણના કારણે કેટલીક કંપની છે જેને જોરદાર નફો થાય છે. વાતાવરણ કેવું છે તેની જાણકારી તમને ફોનમાં જે એપ્સ આપે છે તેની વાત થઈ રહી છે. ફોનમાં હવામાનની જાણકારી એપ્સના માધ્યમથી મળે છે. જેમાં તમે જાણી શકો છો કે ક્યારે વરસાદ પડશે અને ક્યાં ગરમી વધારે છે. આ બધું જ તમને બતાવતી કંપનીઓને મોટો નફો કરે છે.

આ પણ વાંચો:

જો તમારી પાસે પણ સ્માર્ટ ફોન છે અને તમે તેમાં હવામાનની માહિતી આપતી એપ રાખી છે તો ચાલો તમને જણાવીએ કે આ એપથી કંપનીઓ કેટલી કમાણી કરી રહી છે. આ લિસ્ટમાં કેટલીક વિદેશી એપ્સનો પણ સમાવેશ થાય છે. ભારતમાં બનેલી એપ્સ પણ આ બિઝનેસમાં ઘણી કમાણી કરી રહી છે. આ એપ્સનો એકલા ભારતમાં 800 કરોડનો બિઝનેસ છે.

સ્કાયમેટ નામની ભારતીય કંપનીએ આ એપ સાથે લગભગ 800 કરોડનો બિઝનેસ કર્યો છે. વર્ષ 2023 સુધીમાં તે લગભગ 25 હજાર કરોડ એટલે કે થવાનું અનુમાન છે. એલાઈડ માર્કેટ રિસર્ચના એક રિપોર્ટ અનુસાર હવામાનની આગાહી કરતી એપ્સનું આ માર્કેટ આ વર્ષે વધીને લગભગ 22 હજાર કરોડ થઈ જશે.

પ્લેસ્ટોર પરની હવામાનની માહિતી મોટાભાગની એપ્સ ફ્રી હોય છે. તેમ છતાં કંપનીઓ મોટી કમાણી કરી રહી છે. વર્ષ 2019માં ભારત સરકારે પણ IBMની ધ વેધર કંપની સાથે ભાગીદારી કરી હતી. સરકારનો ઉદ્દેશ્ય એ હતો કે આ હવામાનની માહિતી આપતી કંપની સાથે ભાગીદારી કરી સરકાર લોકોને કૃષિ, પરિવહન અને નિકાસ-આયાતની વધુ સુવિધા આપી શકે. સરકાર સાથે ભાગીદારી ઉપરાંત ધ વેધર કંપની કોચીની શિપિંગ ફર્મ XShip સાથે પણ કામ કરે છે. હવામાનની જાણકારી આપતી પ્રખ્યાત એપ્સમાં AccuWeather, The Weather Channel, Overdrop, Yahoo Weather વગેરેનો સમાવેશ થાય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news