કિલોમીટરના હિસાબે આપો તમારી કારનું પ્રીમિયમ, આવ્યો નવો વિમા પ્લાન

જો તમે તમારી કારના વિમા પ્રીમિયમ તેના ચાલવા એટલે કિલોમીટર મુજબ ચૂકવવા માંગો છો તો આ સમાચાર તમારા કામના જ છે. ભારતીય એક્સા જનરલ ઇંશ્યોરન્સ (Bharti AXA Life Insurance) એવી જ એક પોલિસી લઇને આવી છે.

કિલોમીટરના હિસાબે આપો તમારી કારનું પ્રીમિયમ, આવ્યો નવો વિમા પ્લાન

નવી દિલ્હી: જો તમે તમારી કારના વિમા પ્રીમિયમ તેના ચાલવા એટલે કિલોમીટર મુજબ ચૂકવવા માંગો છો તો આ સમાચાર તમારા કામના જ છે. ભારતીય એક્સા જનરલ ઇંશ્યોરન્સ (Bharti AXA Life Insurance) એવી જ એક પોલિસી લઇને આવી છે. તેમાં Pay as you drive નામની એક ખાસ વિમા પોલીસી લાવી છે. 

તેમાં કાર માલિકને નક્કી કિલોમીટર મુજબ પ્રીમિયમની ચૂકવણી કરવાની હોય છે. તેના હેઠળ ગ્રાહકને લઇને 1 વર્ષમાં તેમની કાર કેટલી ચાલશે તે જણાવવું પડશે, આ જાણકારી આપવી પડશે. પછી પ્રીમિયમ નક્કી થાય છે. 

તેના માટે ભારતી એક્સાએ પોલિસી બજાર સાથે ભાગીદારી કરી છે. કંપની તેમાં કાર વિમા પોલીસીઓ વેચશે. કંપનીએ કહ્યું છે કે આ યોજના IRDAI ની સેન્ડબોક્સ પ્રોજેક્ટ હેઠળ ખાનગી કાર માલિકો માટે તૈયાર કરવામાં આવી છે. 
 
Pay as you drive નામે જાણિતી આ વિમા પોલીસીમાં કાર માલિકને તેની કારના નક્કી કિલોમીટર મુજબ પ્રીમિયમનું પેમેન્ટ કરવાનું હોય છે. તે મુજબ ગ્રાહકને 1 વર્ષમાં કેટલી કાર ચાલે છે, તેની જાણકારી આપવાની હોય છે. તેના આધારે પ્રીમિયમ નક્કી થાય છે. 

કંપનીએ ગ્રાહકોની જરૂરિયાત અનુસાર 2,500 કિલોમીટર, 5,000 કિલોમીટર અને 7,500 કિલોમીટરના સ્લેબ બનાવવામા આવ્યા છે. 

ભારતીય એક્સા જનરલ ઇંશ્યોરન્સના MD સંજીવ શ્રીનિવાસને કહ્યું કે લોકોનો મોટાભાગનો સમય ઘરેથી કામ કરવા અને સાથે ઓફિસ માટે યાત્રા કરવાથી જરૂરિયાત મુજબ વાહન વિમા કરાવવાનો વિકલ્પ સારો છે. ગ્રાહક પ્રતિ કિલોમીટરના આધાર પર વાહન વિમા પ્રીમિયમનું પેમેન્ટ કરી શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news