Amazon Pay Later: હવે આ રીતે કરો વિજળી-પાણીના બિલની ચૂકવણી, 60 હજાર સુધીની શોપિંગ પણ ટેન્શન ફ્રી
દેશભરમાં લોકડાઉન બાદ જો તમારી પાસે સામાન ખરીદવા માટે કેશની સમસ્યા છે તો તમે બિલકુલ પણ પરેશાન થશો નહી. હવે તમે પૈસાની ચિંતા ન કરો તમારો જરૂરી સામાન પણ ખરીદી શકો છો.
Trending Photos
નવી દિલ્હી: દેશભરમાં લોકડાઉન બાદ જો તમારી પાસે સામાન ખરીદવા માટે કેશની સમસ્યા છે તો તમે બિલકુલ પણ પરેશાન થશો નહી. હવે તમે પૈસાની ચિંતા ન કરો તમારો જરૂરી સામાન પણ ખરીદી શકો છો. અમેઝોન પોતાના ગ્રાહકો માટે અમેઝોન પે લેટર (Aamzon Pay Later) ની સુવિધા લઇને આવ્યું છે. પહેલાં આ સુવિધા કેટલાક ગ્રાહકોને મળતી હતી, પરંતુ હવે કંપની મોટા લેવલ પર પોતાના ગ્રાહકોને આ ખાસ સુવિધા આપી રહી છે.
Amazon Pay Later સુવિધા
અમેઝોન લોકડાઉનમાં નવું Amazon Pay Later સુવિધા લઇને આવી રહ્યું છે. તેના હેઠળ કોઇપણ ગ્રાહક અમેઝોન સાથે સામાન ખરીદી શકો છો અને પછી ચૂકવણીની સુવિધા લઇ શકો છો. એટલું જ નહી કંપની તમારા ટેલિફોન, વિજળી તથા પાણી જેવા અન્ય બિલની ચૂકવણીની પણ સુવિધા આપી રહી છે. અમેઝોનની આ સુવિધા માટે 1.5 થી 2 ટકા સુધી વ્યાજ વસુલશે.
હપ્તે ચૂકવો પેમેન્ટ
ગ્રાહક અમેઝોન પે (Amazon pay) ઓપ્શન પર જશો. અહીં તમને પે લેટર (Pay later) નો ઓપ્શન જોવા મળશે. આ સુવિધા હેઠળ કોઇપણ ગ્રાહક 1 રૂપિયાથી માંડીને 60 હજાર રૂપિયા સુધી સામાન અહીં આરામથી ખરીદી શકો છો. કંપની તમને તેની ચૂકવણી આગામી મહિને અથવા 12 હપ્તામાં ચૂકવવાની સુવિધા આપે છે. તમને જણાવી દઇએ કે ઇ-કોમર્સ વેબસાઇટે આ સર્વિસ માટે કેપિટલ ફ્લોટ (Amazon Partners with Capital Float) ની સાથે પાર્ટનરશિપમાં શરૂ કરવામાં આવી છે.
કોણ લઇ શકે છે સર્વિસનો ફાયદો
આ સુવિધાનો લાભ લેવા માટે ન્યૂનતમ આયુ સીમા 23 વર્ષ છે.
તમારી પાસે વેરિફાઇડ મોબાઇલ નંબર હોવો જોઇએ.
આ ઉપરાંત વેલિડ પર્માનેન્ટ એકાઉન્ટ નંબર (PAN) હોવો અનિવાર્ય છે.
બેંક એકાઉન્ટ હોવું જરૂરી છે.
આ ઉપરાંત એડ્રેસ પ્રૂફ પણ અનિવાર્ય છે.
તેમાં તમે ડ્રાઇવિંગ લાઇસન્સ, વોટર આઇડી કાર્ડ, આધાર કાર્ડ, યૂટિલિટી બિલ્સ અથવા પાસપોર્ટનો ઉપયોગ કરી શકો છો.
આ સાથે જ ગ્રાહકની સારી ક્રેડિટ હિસ્ટ્રી હોવી જરૂરી છે.
કેવી રીતે કરી શકો છો રજિસ્ટ્રેશન
આ સુવિધાનો લાભ તમે ફક્ત મોબાઇલ પર લઇ શકો છો. તમારા પોતાના મોઇબાઇલમાં અમેઝોન શોપિંગ એપ ખોલીને નીચે આપેલા સ્ટેપ્સને ફોલો કરી રજિસ્ટ્ર્રેશન કરી શકો છો.
સૌથી પહેલાં તમારે 'અમેઝોન પે' પર જવું પડશે.
અહીં તમને ‘Amazon Pay Later’ નું ઓપ્શન મળશે.
આ ઓપ્શનમાં જઇને તમને ‘Get Started’ પર ક્લિક કરવું પડશે.
ત્યારબાદ રજિસ્ટ્રેશન પેજ ઓપન થશે.
હવે તમે ‘Activate in 60 seconds’ પર ટેપ કરો. તેનાથી કેવાઇસી પ્રોસેસ શરૂ થશે.
જો તમે અમેઝોન પે પર પહેલાં જ કેવાઇસી પુરી કરી દીધું છે તો તમારે આ પ્રોસેસની જરૂર નથી.
હવે તમારે PAN ના અંતિમ 4 ડિજિટ એન્ટર કરવા પડશે.
આગામી સ્ક્રીન પર તમારે ક્રેડિટ લિમિટ આપવામાં આવશે.
હવે આગામી સ્ક્રીન પર તમારે ક્રેડિટ લિમિટ આપવામાં આવશે.
હવે તમે તેના દ્વારા શોપિંગ કરી શકો છો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે