ઇનકમ ટેક્સ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ લંબાવાઇ, જાણો ક્યાં સુધી ભરી શકશો

સેંટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સેસ (CBDT) એ નાણાકીય વર્ષ 2018-19 માટે રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ વધારીને 31 ઓગસ્ટ કરી દીધી છે. અત્યાર સુધી ઇનકમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની 31 જુલાઇ હતી. ઇંડિવિજ્યુઅલ ટેક્સપેયર્સ દ્વારા સતત અપીલ કરવામાં આવી રહી હતી કે રિટર્ન ભરવાની તારીખને આગળ વધારવામાં આવે. આ ઉપરાંત CBDT એ એમ્પ્લોયર (કંપનીઓ)ને પણ રાહત આપતાં TDS રિટર્ન ભરવાને તારીખ 31 મેથી વધારીને 30 જૂન કરી દીધી હતી. સાથે જ ફોર્મ 16 જાહેર કરવાની અંતિમ તારીખ 15 જૂનથી વધારીને 31 જુલાઇ કરી દીધી છે. 
ઇનકમ ટેક્સ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ લંબાવાઇ, જાણો ક્યાં સુધી ભરી શકશો

નવી દિલ્હી: સેંટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સેસ (CBDT) એ નાણાકીય વર્ષ 2018-19 માટે રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ વધારીને 31 ઓગસ્ટ કરી દીધી છે. અત્યાર સુધી ઇનકમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની 31 જુલાઇ હતી. ઇંડિવિજ્યુઅલ ટેક્સપેયર્સ દ્વારા સતત અપીલ કરવામાં આવી રહી હતી કે રિટર્ન ભરવાની તારીખને આગળ વધારવામાં આવે. આ ઉપરાંત CBDT એ એમ્પ્લોયર (કંપનીઓ)ને પણ રાહત આપતાં TDS રિટર્ન ભરવાને તારીખ 31 મેથી વધારીને 30 જૂન કરી દીધી હતી. સાથે જ ફોર્મ 16 જાહેર કરવાની અંતિમ તારીખ 15 જૂનથી વધારીને 31 જુલાઇ કરી દીધી છે. 

તમને જણાવી દઇએ કે 31 ઓગસ્ટ સુધી રિટર્ન ફાઇલ ન કર્યું તો ટેક્સપેયર્સને દંડ ભરવો પડશે. 31 ઓગસ્ટ બાદ 31 ડિસેમ્બર સુધી 5000 દંડ ભરવો પડશે. 1 જાન્યુઆરી 2020 થી 31 માર્ચ 2020 સુધી રિટર્ન ફાઇલ કરતાં 10 હજાર રૂપિયાનો દંડ ભરવો પડશે. 

— ANI (@ANI) July 23, 2019

આ વર્ષે Form 16 ને પણ અપડેટ કરવામાં આવ્યું છે. હવે આ ફોર્મમાં ઘણી અન્ય જાણકારીઓને સામેલ કરવામાં આવી છે. ITR ફોર્મમાં હવે પગાર ઉપરાંત ફિકસ્ડ ડિપોઝિટથી મળનાર વ્યાજ અને TDS ડિટેલ્સ ભરવી પડશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news