close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

કેન્દ્રિય નાણાં મંત્રાલય દ્વારા આયોજિત બજેટ પૂર્વેની ચર્ચામાં NDDBના ચેરમેને કરી આ માંગ

ડેરી સંબંધિત ચીજવસ્તુઓ પર પ્રત્યક્ષ અને પરોક્ષ કરને તર્કસંગત બનાવવાની, ઘી અને ફ્લેવર્ડ દૂધ પરનો જીએસટી ઘટાડવાની, બ્રીડિંગ ઇનપૂટ્સ, બોવાઇન જર્મપ્લાઝમની આયાત પર લાગતા આયાત શુલ્કને ઘટાડવાની, નિકાસના પ્રોત્સાહનો વધારવાની, પશુપાલકો અને દૂધ ઉત્પાદક સંસ્થાઓની આવકને આવકવેરામાંથી છુટ આપવાની, ડીઆઇડીએફ યોજના પરની વ્યાજસહાયમાં વધારો કરવાની, જેઆઇસીએ/વર્લ્ડ બેંકની મદદથી ડેરી વિકાસ સંબંધિત નવી યોજના શરૂ કરવાની તથા નેશનલ સ્કુલ મિલ્ક પ્રોગ્રામ રજૂ કરવા જેવી અનેકવિધ રજૂઆતો કરી હતી. 

Dushyant karnal Dushyant karnal | Updated: Jun 12, 2019, 05:24 PM IST
કેન્દ્રિય નાણાં મંત્રાલય દ્વારા આયોજિત બજેટ પૂર્વેની ચર્ચામાં NDDBના ચેરમેને કરી આ માંગ

આણંદ : કેન્દ્રિય નાણાં મંત્રી નિર્મલા સીતારામને 11 જૂન, 2019ના રોજ નવી દિલ્હી સ્થિત નોર્થ બ્લૉક ખાતે કૃષિ અને ગ્રામ્ય વિકાસ પર આયોજિત બજેટ પૂર્વેના પરામર્શ દરમિયાન કૃષિ અને ગ્રામ્ય વિકાસના હિતધારક જૂથો સાથે મુલાકાત યોજી હતી. નાણાં મંત્રીએ ગ્રામ્ય ક્ષેત્રના સામાજિક-આર્થિક આંતરમાળખાંને પ્રોત્સાહન આપવા અંગેના તથા કૃષિ અને તેને સંલગ્ન ક્ષેત્રો તેમજ બિન-કૃષિ ક્ષેત્રોના વિકાસ મારફતે બેરોજગારી અને ગરીબી દૂર કરવાના માર્ગો અંગે આવા જૂથોના દ્રષ્ટિકોણ જાણવા માંગ્યાં હતાં.

એનડીડીબીના ચેરમેન દિલીપ રથે ડેરી સંબંધિત ચીજવસ્તુઓ પર પ્રત્યક્ષ અને પરોક્ષ કરને તર્કસંગત બનાવવાની, ઘી અને ફ્લેવર્ડ દૂધ પરનો જીએસટી ઘટાડવાની, બ્રીડિંગ ઇનપૂટ્સ, બોવાઇન જર્મપ્લાઝમની આયાત પર લાગતા આયાત શુલ્કને ઘટાડવાની, નિકાસના પ્રોત્સાહનો વધારવાની, પશુપાલકો અને દૂધ ઉત્પાદક સંસ્થાઓની આવકને આવકવેરામાંથી છુટ આપવાની, ડીઆઇડીએફ યોજના પરની વ્યાજસહાયમાં વધારો કરવાની, જેઆઇસીએ/વર્લ્ડ બેંકની મદદથી ડેરી વિકાસ સંબંધિત નવી યોજના શરૂ કરવાની તથા નેશનલ સ્કુલ મિલ્ક પ્રોગ્રામ રજૂ કરવા જેવી અનેકવિધ રજૂઆતો કરી હતી. 

આ ઉપરાંત, આગામી વર્ષોમાં ડેરી ક્ષેત્ર તેનો વિકાસનો લય જાળવી રાખી શકે તે માટે તેમણે એનડીડીબીને ગ્રિડથી જોડાયેલ સૌર સિંચાઈ પમ્પ અને બાયોગેસ/સ્લરી બનાવવા સંબંધિત યોજનાનું સહકારી ધોરણે અમલીકરણ કરનારી એજન્સી બનાવવા માટે પણ વિનંતી કરી હતી.

નાણાં મંત્રીની સાથે આ પરામર્શમાં ભારત સરકારના નાણાં અને કૉર્પોરેટ બાબતોના રાજ્યકક્ષાના મંત્રી; નાણાં, ખર્ચ, મહેસૂલ, ડીએફએસ; કૃષિ, સહકાર અને ખેડૂત કલ્યાણ; એએચ એન્ડ ડી; ગ્રામ્ય વિકાસ; મત્સ્યપાલન જેવા વિભાગોના સચિવો; આઇસીએઆરના ડીજી; મુખ્ય આર્થિક સલાહકાર, સીબીડીટીના ચેરપર્સન તથા નીતિ આયોગના સભ્ય ઉપસ્થિત રહ્યાં હતાં.