બેન્કના ગ્રાહકો માટે મહત્વના સમાચાર, ચેકથી પેમેન્ટ અંગેના નિયમોમાં થયો બદલાવ

પંજાબ નેશનલ બેંકે ગ્રાહકોને ચેકથી ફર્જી પેમેન્ટથી બચાવવા માટે એક નવું પગલું ભર્યું છે. બેંકે હવે રૂ. 5 લાખ અને તેથી વધુના ચેક પેમેન્ટ માટે પોઝિટિવ પે સિસ્ટમ ફરજિયાત બનાવવાની જાહેરાત કરી છે.

બેન્કના ગ્રાહકો માટે મહત્વના સમાચાર, ચેકથી પેમેન્ટ અંગેના નિયમોમાં થયો બદલાવ

જો તમારું પંજાબ નેશનલ બેંક (PNB)માં ખાતું છે તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. દેશની સૌથી મોટી સરકારી બેંકે ચેક દ્વારા પેમેન્ટ કરવાના નિયમોમાં ફેરફાર કર્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બેંકે પોતાના ગ્રાહકોને છેતરપિંડીથી બચાવવા માટે એક મોટું પગલું ભર્યું છે. બેંકે પાંચ લાખ અને તેનાથી વધુના ચેકની ચુકવણી માટે પોઝિટિવ પે સિસ્ટમ (Positive Pay System) ફરજિયાત બનાવી છે. આ નિયમ 5 એપ્રિલ, 2023થી લાગુ થશે. અગાઉ, PPSમાં ચેક જમા કરાવવાની જરૂરિયાત રૂ. 10 લાખ અને તેથી વધુ હતી.

જાણો શું છે Positive Pay System
નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ Positive Pay System તૈયાર કરી છે. આ દ્વારા, મોટા ટ્રાન્ઝેક્શન માટે ચેક દ્વારા ચૂકવણી કરનારાઓએ કેટલીક મહત્વપૂર્ણ માહિતીની પુષ્ટિ કરવી પડશે. ચુકવણી કરવામાં આવે તે પહેલાં ચેક ક્લિયરિંગ સમયે આ ક્રોસ-ચેક કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં, ગ્રાહકોએ નિયત રકમના ચેક જારી કરતી વખતે જરૂરી વિગતો જેવી કે એકાઉન્ટ નંબર, ચેક નંબર, ચેક આલ્ફા કોડ, ઈશ્યુની તારીખ, રકમ અને લાભાર્થીનું નામ વગેરેની પુનઃ પુષ્ટિ કરવી પડશે.

PNBએ એક નિવેદન બહાર પાડ્યું છે
PNBએ તાજેતરમાં એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે ચેક ક્લિયર કરવાના 24 કલાક પહેલાં આ વિગતો બેંક સાથે શેર કરવાની રહેશે. ગ્રાહકો ઈન્ટરનેટ બેન્કિંગ, મોબાઈલ બેન્કિંગ, SMS બેન્કિંગ અથવા તેમની હોમ બ્રાન્ચ દ્વારા વિગતો શેર કરી શકે છે.

આ RBIની માર્ગદર્શિકા છે
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ગ્રાહકોને ચેકની છેતરપિંડીથી બચાવવા માટે સમયાંતરે માર્ગદર્શિકા જારી કરતી રહે છે. RBIની માર્ગદર્શિકા મુજબ, PNBએ 1 જાન્યુઆરી, 2021થી CTS ફોર્મમાં રૂ. 50,000 અને તેથી વધુના ચેક માટે PPS રજૂ કર્યું હતું. જો કે, આરબીઆઈએ એમ પણ કહ્યું હતું કે સુવિધાનો લાભ લેવો એ ખાતાધારકના વિવેક પર છે. બેંક તેનો અમલ કરવાનું વિચારી શકે છે. હવે 5 લાખ અને તેનાથી વધુના ચેક માટે ફરજિયાત બની ગયું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news