આ રાજ્યોમાં ફરી મોંઘો થયો CNG, આજે સવારથી નવો ભાવ લાગૂ, જાણો કિંમતમાં કેટલો વધારો ઝીંકાયો?

નવા ભાવ શનિવારે સવારે 6 વાગ્યાથી લાગૂ થઈ ચૂક્યા છે અને દેશની રાજધાની દિલ્હીમાં CNGના ભાવ એક રૂપિયો પ્રતિ કિલોગ્રામ વધી ગયા છે. તેના સિવાય રાજસ્થાન, હરિયાણામાં પણ નવા ભાવ લાગૂ પડશે.

Updated By: Dec 4, 2021, 09:30 AM IST
આ રાજ્યોમાં ફરી મોંઘો થયો CNG, આજે સવારથી નવો ભાવ લાગૂ, જાણો કિંમતમાં કેટલો વધારો ઝીંકાયો?

નવી દિલ્હી: દિલ્હી-એનસીઆરમાં એકવાર ફરી સીએનજીના ભાવમાં ભડકો જોવા મળી રહ્યો છે. નવા ભાવ શનિવારે સવારે 6 વાગ્યાથી લાગૂ થઈ ચૂક્યા છે અને દેશની રાજધાની દિલ્હીમાં CNGના ભાવ એક રૂપિયો પ્રતિ કિલોગ્રામ વધી ગયા છે. તેના સિવાય રાજસ્થાન, હરિયાણામાં પણ નવા ભાવ લાગૂ પડશે.

દિલ્હીમાં મોંઘો થયો સીએનજી
સરકારી કંપની ઈન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડ (IGL)એ સામાન્ય લોકોને મોટો ઝટકો આપ્યો છે. IGL તરફથી શુક્રવારે દિલ્હી, હરિયાણા અને રાજસ્થાનમાં સીએનજીના ભાવમાં ફેરફાર કરવામાં આવ્યો છે. દેશમાં પેટ્રોલ અને ડિજલના ભાવોમાં ફેરફાર થયા પછી હવે સીએનજીના ભાવોમાં પણ ફેરફાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

બે મહિનામાં ચોથી વખત વધ્યા ભાવ
શનિવારે દિલ્હીમાં સીએનજી 53.04 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળશે, જ્યારે ગુરુગ્રામમાં તેના ભાવ 60.04 રૂપિયા પ્રતિ કિલોએ વેચાશે. તેવી રીતે અજમેર, પાલી સહિત રાજસ્થાનના ઘણા વિસ્તારોમાં સીએનજીના ભાવ 67.31 રૂપિયા પ્રતિ કિલો થઈ જશે.

અગાઉ 14 નવેમ્બરે IGL દ્વારા CNGની કિંમતોમાં વધારો કરવામાં આવ્યો હતો. ત્યારપછી દિલ્હીમાં CNGની કિંમતમાં 2.28 રૂપિયા પ્રતિ કિલોનો વધારો કરવામાં આવ્યો હતો. જ્યારે, નોઈડા, ગ્રેટર નોઈડા, ગાઝિયાબાદમાં પણ CNG 2.56 રૂપિયા પ્રતિ કિલો મોંઘો થયો છે. 1 ઓક્ટોબર બાદ આ ચોથી વખત છે જ્યારે CNGના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. ઈન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડના આ નિર્ણય બાદ અન્ય કંપનીઓ પણ CNGના ભાવમાં વધારો કરી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube