આ બે દેશોની લડાઈ વિશ્વ યુદ્ધમાં ફેરવાશે! અમેરિકાએ કહ્યું- પાડોશી દેશ પર હુમલો કર્યો તો ભયાનક પરિણામ આવશે...

યુક્રેન અને રશિયા (Ukraine & Russia) વચ્ચે તણાવ વધવાની દહેશત પ્રબળ બની છે. આ દરમિયાન અમેરિકાએ રશિયાને ચેતવણી આપી છે કે જો તે તેના પાડોશી દેશ યુક્રેન પર હુમલો કરશે તો તેના પરિણામ ભયાનક આવશે.

Updated By: Dec 4, 2021, 09:10 AM IST
આ બે દેશોની લડાઈ વિશ્વ યુદ્ધમાં ફેરવાશે! અમેરિકાએ કહ્યું- પાડોશી દેશ પર હુમલો કર્યો તો ભયાનક પરિણામ આવશે...

વોશ્ગિટન: યુક્રેન અને રશિયા (Ukraine & Russia) વચ્ચે તણાવ વધવાની દહેશત પ્રબળ બની છે. આ દરમિયાન અમેરિકાએ રશિયાને ચેતવણી આપી છે કે જો તે તેના પાડોશી દેશ યુક્રેન પર હુમલો કરશે તો તેના પરિણામ ભયાનક આવશે. અમેરિકાએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે હુમલાની સ્થિતિમાં તેની પાસે કાર્યવાહી કરવા સિવાય કોઈ વિકલ્પ રહેશે નહીં. હવે જો રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ થાય અને અમેરિકા તેમાં કૂદી પડે તો બે દેશોનું યુદ્ધ પણ વિશ્વ યુદ્ધમાં  (World War) ફેરવાઈ શકે છે.

આવતા વર્ષે સ્થિતિ ખતરનાક બનશે!
યુક્રેન (Ukraine)એ શુક્રવારે દાવો કર્યો છે કે રશિયા  (Russia)એ સરહદ પર 94 હજારથી વધુ સૈનિકો તૈનાત કર્યા છે અને જાન્યુઆરીના અંત સુધી સૈનિકોની સંખ્યામાં હજુ પણ વધારો થવાની આશંકા છે. તેના પર વ્હાઈટ હાઇસ તરફથી રશિયા વિરુદ્ધ કાર્યવાહી કરવાનું નિવેદન આપવામાં આવ્યું છે. યુક્રેનના સંરક્ષણમંત્રી ઓલેક્સી રેજનિકોવએ જણાવ્યું છે કે, "સરહદની નજીક અને ક્રિમીઆમાં રશિયન સૈનિકોની સંખ્યા 94,300 હોવાનો અંદાજ છે. અમારી ગુપ્તચર એજન્સીઓના વિશ્લેષણથી જાણવા મળ્યું છે કે રશિયા મોટા પાયે સૈનિકો તૈનાત કરી શકે છે. આવતા વર્ષ સુધીમાં સ્થિતિ વધુ ખતરનાક બની શકે છે.

બાઈડન પ્રશાસન કરશે દખલગીરી
વ્હાઇટ હાઉસના પ્રવક્તા જેન સાકીએ શુક્રવારે જણાવ્યું હતું કે, જો રશિયા તરફથી યુક્રેન વિરુદ્ધ કોઈ કાર્યવાહી થઈ તો જો બાઈડન (Joe Biden) વહીવટીતંત્ર હસ્તક્ષેપ કરશે. સાકીએ વધુમાં જણાવ્યું હતું કે, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન  (Vladimir Putin) એવું કદમ ઉઠાવી રહ્યા છે, જેનાથી પાડોશી દેશ પર હુમલો કરી શકે. તેથી અમે તે વિસ્તારોમાં સંપૂર્ણ રીતે તૈયાર રહેવા માંગીએ છીએ. તમને જણાવી દઈએ કે યુક્રેનના પશ્ચિમી સહયોગી રશિયા પર યુક્રેનના અલગાવવાદીઓને હથિયારો સપ્લાય કરવાનો આરોપ છે. યુક્રેનનું કહેવું છે કે આ જ અલગતાવાદી જૂથોએ 2014માં રશિયાને ક્રિમિયા પર કબજો કરવામાં મદદ કરી હતી. જોકે, રશિયા હંમેશા આ આરોપોને નકારી રહ્યું છે.

NATO એ કરી આ વિનંતી
અગાઉ બુધવારે, યુક્રેને સંભવિત હુમલાને ટાળવા માટે નાટોને રશિયા પર આર્થિક પ્રતિબંધો લાદવા વિનંતી કરી હતી. વિદેશ મંત્રી દિમિત્રો કુલેબાએ કહ્યું કે તેઓ ઉત્તર એટલાન્ટિક સંધિ ઓર્ગેનાઈઝેશન (NATO)ના સભ્ય દેશોના વિદેશ મંત્રીઓને ઉકેલ શોધવા વિનંતી કરશે. નાટોના વિદેશ મંત્રીઓની મંગળવારથી લાતવિયન રાજધાની રીગામાં બેઠક ચાલી રહી છે, જેમાં યુક્રેનિયન સરહદ પર રશિયાના તાજેતરના સૈન્ય નિર્માણનો જવાબ આપવા અને શીત યુદ્ધ પછીની સૌથી ભયાનક પરિસ્થિતિનો સામનો કરવા માટેના ઉપાયો પર ચર્ચા કરવામાં આવી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube