ઓપન થતા પહેલાં ધૂમ મચાવી રહ્યો છે આ IPO,60 રૂપિયા પર પહોંચ્યો GMP, જાણો વિગત

CPS Shapers IPO: જો તમે આઈપીઓમાં રોકાણ કરવાનું વિચારી રહ્યાં છો તો આગામી સપ્તાહે તમારા માટે સારી તક આવી રહી છે. હકીકતમાં આગામી સપ્તાહ મંગળવાર, 29 ઓગસ્ટે વધુ એક SME IPO રોકાણ માટે ઓપન થશે. 

ઓપન થતા પહેલાં ધૂમ મચાવી રહ્યો છે આ IPO,60 રૂપિયા પર પહોંચ્યો GMP, જાણો વિગત

નવી દિલ્હીઃ CPS Shapers IPO: જો તમે પણ આઈપીઓમાં તમારૂ ભાગ્ય અજમાવી રહ્યાં છો તો તમારા માટે આવતા સપ્તાહે વધુ એક તક આવવાની છે. હકીકતમાં આગામી સપ્તાહ મંગળવાર, 29 ઓગસ્ટે વધુ એક SME IPO રોકાણ માટે ઓપન થશે. ઈન્વેસ્ટરો આ ઈશ્યૂમાં ગુરૂવાર, 31 ઓગસ્ટ સુધી પૈસા લગાવી શકશે. આ સીપીએસ શેપર્સનો આઈપીઓ છે. કપડા કંપની આઈપીઓ દ્વારા 11.10 કરોડ ભેગા કરવાની યોજના બનાવી રહ્યાં છે. આ સંપૂર્ણ રીતે ફ્રેશ ઈશ્યૂ છે. તેના આઈપીઓની પ્રાઇઝ 185 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. ગ્રે માર્કેટમાં આ શેર 60 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યાં છે. 

જાણો અન્ય વિગત
શેરના એલોટમેન્ટને પાંચ સપ્ટેમ્બરે અંતિમ રૂપ આપવામાં આવશે. સીપીએસ શેપર્સના શેર શુક્રવાર, 8 સપ્ટેમ્બરે એનએસઈ એસએમઈ પર લિસ્ટ થવાની સંભાવના છે. અભિષેક કમલ કુમાર અને રાજેન્દ્ર કુમાર દ્વારા પ્રમોટેડ સીપીએસ શેપર્સ પોતાના બ્રાન્ડ નામ ડર્માવિયર અને વાઈડીઆઈએસ હેઠળ પુરૂષો અને મહિલાઓ માટે શેપવિયર બનાવે છે. 

ક્યાં થશે પૈસાનો ઉપયોગ
કંપની આઈપીઓ દ્વારા ભેગી કરવામાં આવેલી રકમનો ઉપયોગ પ્લાન્ટ અને મશીનરી, વાણિજ્યક વાહનો અને સોલર એનર્જી સિસ્ટમની ખરીદી માટે કરશે. ફંડનો ઉપયોગ વર્તમાન આઈટી સોફ્ટવેરના અપડેશન, લોન ચુકવણી, કાર્યશીલ નાણાની જરૂરીયાત અને સામાન્ય કોર્પોરેટ ઉદ્દેશ્ય માટે કરવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news