પૈસા બનાવવાની તક! 30 ઓગસ્ટે ખુલશે ઋષભ ઈન્સ્ટ્રૂમેન્ટનો IPO,જાણો દરેક વિગત
Rishabh Instruments IPO: જો તમે આઈપીઓમાં ઈન્વેસ્ટ કરો છો તો તમારા માટે ખુબ જરૂરી સમાચાર છે. ગ્લોબલ એનર્જી એફિશિએન્સી સોલ્યૂશન પ્રોવાઇડ કરાવનારી કંપની ઋષભ ઈન્સ્ટ્રૂમેન્ટનો આઈપીઓ 30 ઓગસ્ટે ખુલશે.
Trending Photos
નવી દિલ્હીઃ પ્રાઇમરી માર્કેટમાં આ સમયે રોનક જોવા મળી રહી છે. એક્સચેન્જ ધમાકેદાર લિસ્ટિંગના માહોલમાં કંપનીઓ પણ ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ એટલે કે આઈપીઓ (IPO)લોન્ચ કરી રહી છે. જો તમે પણ આઈપીઓમાં રોકાણ કરવા ઈચ્છો છો તો તમારા માટે સારા સમાચાર છે. આ કડીમાં હવે ગ્લોબલ એનર્જી એફિશિએન્સી સોલ્યૂશન પ્રોવાઇડ કરાવનારી કંપની ઋષભ ઈન્સ્ટ્રૂમેન્ટ લિમિટેડ (Rishabh Instruments Limited)પોતાનો આઈપીઓ લાવવાની છે.
ઋષભ ઈન્સ્ટ્રૂમેન્ટે શુક્રવારે કહ્યું કે તેણે પોતાના 491 કરોડ રૂપિયાના આઈપીઓ માટે પ્રતિ શેર 418-441 રૂપિયા પ્રાઇઝ બેન્ડ નક્કી કરી છે. કંપનીએ જાહેરાત કરી કે આઈપીઓ સબ્સક્રિપ્શન માટે 30 ઓગસ્ટે ખુલશે અને 1 સપ્ટેમ્બરે બંધ થશે.
490.78 કરોડ રૂપિયા ભેગા કરવાની યોજના
રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ (આરએચપી) અનુસાર આઈપીઓમાં 75 કરોડ રૂપિયા સુધીના ઇક્વિટી શેર અને તેના પ્રમોટર ગ્રુપના શેરધારકો અને એક વર્તમાન ઈન્વેસ્ટર દ્વારા 94.3 લાખ ઇક્વિટી શેરના ઓએફએસ સામેલ છે. કંપની પોતાના આઈપીઓ દ્વારા પ્રાઇઝ બેન્ડના નિચલા અને ઉપરી સ્તર પર ક્રમશઃ 469.10 કરોડ રૂપિયા અને 490.78 કરોડ રૂપિયા ભેગા કરશો.
શું કરે છે કંપની
કંપની ઈલેક્ટ્રિકલ ઓટોમેસન ડિવાઇસની ડિઝાઇન, ડેવલપિંગ, મેન્યુફેક્ચરિંગ અને સપ્લાયમાં સામેલ એક ઈન્ટીગ્રેટેડ પ્લેયર છે. કંપની મીટરિંગ, કંટ્રોલ અને પ્રોટેક્શન ડિવાઇસ, પોર્ટેબલ ટેસ્ટ અને માપવાના ઉપકરણ અને સોલર સ્ટ્રિંગ ઇનવર્ટરનું કામ કરે છે. આ સિવાય કંપની એલ્યુમીનિયલ હાઈ પ્રેશર ડાઈ કાસ્ટિંગના નિર્માણ અને સપ્લાયનું કામ પોતાની ફર્મ Lumel Alucast થી કરે છે. નાસિકમાં તેના 2 મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે