પ્રદૂષણના પાપે પ્રકૃતિનું વરવું સ્વરૂપ દેખાયું, કેમિકલ કંપનીઓએ માણસ-કપિરાજના કલર બદલી નાંખ્યા

ભરૂચના અંકલેશ્વરમાં પ્રદૂષણના પાપે પ્રકૃતિનું વરવું સ્વરૂપ સામે આવ્યુ છે. ઝેરી કેમિકલથી વાનર અને માનવના કલર બદલાઈ ગયા. ભરૂચના અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના પ્રદૂષણથી માનવોની સાથે કપિરાજ પણ રંગીન થયા. પિગ્મનેટ કંપનીમાં પ્રવેશવાથી કપિરાજ રંગીન બન્યાનું અનુમાન છે. આ કંપનીમાં કામ કરતા લોકો પણ પ્રદુષણનો ભોગ બન્યા છે. કંપનીમાં કાર્ય કરતા કામદારોનું આરોગ્ય પ્રદૂષણને કારણે જોખમમાં આવી ગયું છે. ત્યારે સમગ્ર મામલે અંકલેશ્વર GPCBએ તપાસ હાથ ધરી છે. જિલ્લા ઇન્ડસ્ટ્રીઝ સેફટી, હેલ્થ વિભાગમાં પણ ફરીયાદ કરવામાં આવી છે. માનવાધિકારોનું ખુલ્લેઆમ હનન થતું હોવાનો સ્થાનિક પર્યાવરણ બચાવ સંસ્થાઓએ આક્ષેપ કર્યો છે.
પ્રદૂષણના પાપે પ્રકૃતિનું વરવું સ્વરૂપ દેખાયું, કેમિકલ કંપનીઓએ માણસ-કપિરાજના કલર બદલી નાંખ્યા

ભરત ચૂડાસમા/ભરૂચ :ભરૂચના અંકલેશ્વરમાં પ્રદૂષણના પાપે પ્રકૃતિનું વરવું સ્વરૂપ સામે આવ્યુ છે. ઝેરી કેમિકલથી વાનર અને માનવના કલર બદલાઈ ગયા. ભરૂચના અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના પ્રદૂષણથી માનવોની સાથે કપિરાજ પણ રંગીન થયા. પિગ્મનેટ કંપનીમાં પ્રવેશવાથી કપિરાજ રંગીન બન્યાનું અનુમાન છે. આ કંપનીમાં કામ કરતા લોકો પણ પ્રદુષણનો ભોગ બન્યા છે. કંપનીમાં કાર્ય કરતા કામદારોનું આરોગ્ય પ્રદૂષણને કારણે જોખમમાં આવી ગયું છે. ત્યારે સમગ્ર મામલે અંકલેશ્વર GPCBએ તપાસ હાથ ધરી છે. જિલ્લા ઇન્ડસ્ટ્રીઝ સેફટી, હેલ્થ વિભાગમાં પણ ફરીયાદ કરવામાં આવી છે. માનવાધિકારોનું ખુલ્લેઆમ હનન થતું હોવાનો સ્થાનિક પર્યાવરણ બચાવ સંસ્થાઓએ આક્ષેપ કર્યો છે.

અંકલેશ્વર એ ઉદ્યોગોથી ધમધમતો જિલ્લો છે. અહી અનેક કંપનીઓ ધમધમે છે. એશિયાની નંબર વન ગણાતી ઔદ્યોગિક વસાહત માનવ જીવ માટે જોખમી બની છે. કંપનીના ઝેરી રંગો હવે માનવ અને જીવમાં પ્રવેશવા લાગ્યા છે. અહી રંગનું પ્રદૂષણ એટલી હદે ફેલાયુ છે, લોકોના શરીરના કલર બદલાઈ ગયા છે. એટલુ જ નહિ, આસપાસના વિસ્તારના કપિરાજના પણ શરીરના કલર બદલાઈ ગયા છે. અંકલેશ્વરની કંપનીઓમાંની ડાઈ, ઇન્ટરમીડિયેટ કંપનીઓમાં પીગમેન્ટના કારણે કામદારોના જીવ પર જોખમ આવી ચઢ્યુ છે. કામદારોના શરીર પર ગુલાબી, ભૂરા, પીળા કે લીલા રંગ ચઢી ગયા છે. પીગમેન્ટને કારણે તેમનુ આખુ શરીર રંગાઈ ગયુ છે. જે જીવ માટે જોખમી છે. 

આ રંગ હવે પ્રાણીઓ પર ચઢી રહ્યો છે. હાલ કપિરાજમાં આ રંગ ચઢેલો જોવા મળ્યો છે, પરંતુ આ રંગ આસપાસના વિસ્તારના અન્ય પ્રાણીઓમાં પણ ચઢી રહ્યો છે. માનવો પેટનો ખાડો પૂરવા માટે આવી કંપનીઓમાં કામ કરવા માટે મજબૂર છે, પણ આવામાં મૂંગા જીવોનો શું વાંક. એમને કોના પાપની સજા મળે છે. વિકાસની આંધળી દોટમાં પ્રકૃતિ તો રગદોળાઈ રહી જ છે, પણ સાથે જ મૂંગા જીવો પણ હણાઈ રહ્યા છે.  ગુરૂવારે અંકલેશ્વર GIDC માં એક કામદાર કંપની બહાર જ આખા શરીરે પીગમેન્ટ્સના રંગથી રંગાયેલો જોવા મળ્યો હતો.

કલરની અસર 
વિવિધ પીગમેન્ટની અસર ગંભીર પડી શકે છે. તેનાથી ચામડીના રોગ, કેન્સર સહિત જીવલેણ બીમારી થવાની શક્યતા છે. સાથે જ રંગોમાં રહેવાથી શ્વાસ સંબંધિત તકલીફો પણ વધી શકે છે. 

આ અંગેની ફરિયાદ GPCB ને કરવામાં આવી હતી. જિલ્લા ઇન્ડસ્ટ્રીઝ સેફટી, હેલ્થ વિભાગમાં પણ ફરીયાદ કરવામાં આવી છે. માનવાધિકારોનું ખુલ્લેઆમ હનન થતું હોવાનો સ્થાનિક પર્યાવરણ બચાવ સંસ્થાઓએ આક્ષેપ કર્યો છે. હવે પ્રકૃતિ, પર્યાવરણ, પશુ અને માનવી માટે ઘાતક આ કેમિકલયુક્ત કલરની રોજ બારેમાસ કામ કરતા કામદારોના શરીરે જોખમી રંગોલી તેમજ હોળી અંગે તંત્ર શુ પગલાં લે છે તે જોવું રહ્યું.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news