IPL: આ ખેલાડીએ રજૂ કર્યો મજબૂત દાવો, વિરાટ કોહલીની જગ્યાએ બને શકે છે RCB ના નવા કેપ્ટન!
આઇપીએલમાં આગામી વર્ષે Mega Auction થનાર છે. ત્યારબાદ તમામ ટીમો સંપૂર્ણપણે બદલાઇ જશે અને દરેક ટીમમાં ઘણા બધા નવા ખેલાડી જોવા મળશે. આ દરમિયાન ક્રિકેટના દરેક ફેન પર નજર આ વસ્તુઓ પર ટકેલી હશે કે આરસીબીના નવા કેપ્ટન કોણ બનશે.
Trending Photos
નવી દિલ્હી: આઇપીએલમાં આગામી વર્ષે Mega Auction થનાર છે. ત્યારબાદ તમામ ટીમો સંપૂર્ણપણે બદલાઇ જશે અને દરેક ટીમમાં ઘણા બધા નવા ખેલાડી જોવા મળશે. આ દરમિયાન ક્રિકેટના દરેક ફેન પર નજર આ વસ્તુઓ પર ટકેલી હશે કે આરસીબીના નવા કેપ્ટન કોણ બનશે. તમને જણાવી દઇએ કે નિયમિત કેપ્ટન વિરાટ કોહલી પહેલાં જ સ્પષ્ટ કરી ચૂક્યા છે કે આગામી વર્ષે તે આ ટીમના કેપ્ટન નહી રહે. એવામાં લાંબા સમય બાદ આરસીબીને એક નવા કેપ્ટન મળશે.
આ ખેલાડી બની શકે છે નવા કેપ્ટન
આરસીબીને આગામી સિઝનના નવા કેપ્ટન મળનાર છે. આ પદ માટે ઘણા સ્ટાર ખેલાડી દાવેદાર હોઇ શકે છે પરંતુ અત્યારે સૌથી મોટું નામ દિલ્હી કેપિટલ્સના પૂર્વ કેપ્ટન શ્રેયસ ઐય્યરનું સાંભળવામાં આવી રહ્યું છે. અય્યરએ તાજેતરમાં જ નિર્ણય કર્યો છે કે તે દિલ્હીનો સાથે છોડીને પોતાનું નામ હરાજીમાં આપશે. એવામાં આરસીબીની ટીમ તેમને જરૂર પોતાની ટીમ સાથે જોડવા માંગશે.
દિલ્હીને મળી ખૂબ સફળતા
શ્રેયર અય્યરની કેપ્ટનશિપમાં દિલ્હી કેપિટલ્સની ટીમને ખૂબ સફળતા મળી છે. દિલ્હીની ટીમ 2020 ઉપરાંત ક્યારેય આઇપીએલની ફાઇનલ સુધી પહોંચી નહી. આ ટીમને ફાઇનલ સુધી લઇ જનાર કેપ્ટન શ્રેયર અય્યર જ હતા. જોકે 2021 ની શરોઆતમાં અય્યરને ઇજા પહોંચી અને તેમને દિલ્હીની કેપ્ટનશિપથી દૂર કરવામાં આવ્યા. ઋષભ પંત અત્યારે દિલ્હીના કેપ્ટન છે. પંતની કેપ્ટનશિપમાં આ વર્ષે દિલ્હીની ટીમ ક્વાલિફાયર સુધી પહોંચી હતી.
વિરાટે છોડે કેપ્ટનશિપ
વિરાટ કોહલીએ આઇપીએલમાં આરસીબીની કેપ્ટનશિપને પણ છોડી દીધી છે. આ આરસીબીની કેપ્ટનશિપ કરતાં વિરાટની છેલ્લી સિરીઝ હતી. વિરાટ કોહલી ઇચ્છતા હતા કે તે આઇપીએલ ટ્રોફીની સાથે આઇપીએલમાં કેપ્ટનશિપ છોડે, પરંતુ એવું થઇ શક્યું નહી અને તેમને રાહ જોવી પડી. વિરાટની કેપ્ટનશિપમાં આરસીબી 2016 માં ફાઇનલ સુધી પહોંચી હતી, પરંતુ ત્યાં તેમણે હૈદ્રાબાદ સામે હારનો સામનો કરવો પડ્યો. કેપ્ટન તરીકે 2021 આઇપીએલ તેમની અંતિમ સીઝન હતી. વિરાટ સાત વર્ષથી આરસીબી કેપ્ટન છે, પરંતુ તેમની કેપ્ટનશિપમાં આ ફ્રેંચાઇઝી ટીમ એક પણ આઇપીએલ ખિતાબ જીતી શકી નહી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે