હવે ઇ-કોમર્સ કંપનીઓને આપવી પડશે Country of Origin ની જાણકારી
કેન્દ્ર સરકારે ચીની કંપનીઓના બહિષ્કારની મુહિમને આગળ વધારતાં ઇ-કોમર્સ કંપનીઓને આદેશ જાહેર કર્યો છે. સરકારે અત્યારે તમામ કંપનીઓને પોતાની વેબસાઇટ પર વેચનારા ઉત્પાદનોને કંટ્રી ઓફ ઓરિજનલ એટલે કે ઉત્પાદન કયા દેશમાં બન્યું છે.
Trending Photos
નવી દિલ્હી: કેન્દ્ર સરકારે ચીની કંપનીઓના બહિષ્કારની મુહિમને આગળ વધારતાં ઇ-કોમર્સ કંપનીઓને આદેશ જાહેર કર્યો છે. સરકારે અત્યારે તમામ કંપનીઓને પોતાની વેબસાઇટ પર વેચનારા ઉત્પાદનોને કંટ્રી ઓફ ઓરિજનલ એટલે કે ઉત્પાદન કયા દેશમાં બન્યું છે તેની જાણકારી આપવા માટે કહ્યું છે. એવામાં ફ્લિપકાર્ટ, અમેઝોન જેવી વેબસાઇટ્સને હવે દેશ વિશે જણાવવું પડશે.
કોમર્સ મંત્રાલયે DPIIT એ ઇ-કોમર્સ કંપનીઓને 1 ઓગસ્ટથી આ નિયમનું પાલન કરવાનું હિદાયત આપ્યું છે. એનો અર્થ એ છે કે 1 ઓગસ્ટથી જે પણ ઉત્પાદન આ વેબસાઇટ પર વેચાશે તેમના પર country of origin બતાવવું અનિવાર્ય રહેશે.
કંપનીએ માંગ્યો સરકાર પાસે સમય
જોકે કંપનીઓએ સરકારે પત્ર લખીને આમ કરવા માટે થોડો સમય માંગ્યો છે. તેમનું કહેવું છે કે આ નિયમનું પાલન કરવા માટે તેમને થોડો સમય લાગશે. તો આ પગલાંથી ચીની કંપનીઓ અને ઉત્પાદનો વેચનાર વિતરકોને ખૂબ મુશ્કેલી થઇ જશે. આમ એટલા માટે કારણ કે અત્યાર સુધી કંપનીઓને દેશમાં ઉત્પાદન બનાવાના છે તેની જાણકારી આપવાની હોય છે.
ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના એક અધિકારીના અનુસાર ચીનને ચોતરફ ઘેરવાની તૈયારી થઇ ગઇ છે. તેના માટે આર્થિક મોરચા પર ચીનને મોટું નુકસાન પહોંચાડવામાં આવશે. તેના માટે સરકાર દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે. તેની સાથે ભારતમાં આવતાં પહેલાં ચીનની કંપનીઓની કડક તપાસ થશે.
કૈટએ કરી હતી માંગ
કંફેડૅરેશન ઓફ ઓલ ઇન્ડીયા ટ્રેડર્સ (કૈટ)એ સરકારને કહ્યું કે ઓનલાઇન કંપનીઓ દ્વારા વેચવામાં આવનાર ઉત્પાદનો પર પણ આ પ્રકારનો ઉલ્લેખ હોવો જોઇએ કે કયા દેશમાં બન્યો છે. કેટનું કહેવું છે કે મોટાભાગની ઇ-કોમર્સ કંપનીઓ પર ચીની ઉત્પાદનો વેચવામાં આવી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે