વિજય માલ્યા પાસેથી પાઇ પાઇ વસૂલ કરાશે, ED કરશે સંપત્તિ જપ્ત

ભારતીય બેંકોને 9000 કરોડનો ચૂના લગાવી જનાર લીકર કિંગ વિજય માલ્યાની સંપત્તિ જપ્ત કરવાનું શરૂ કરાયું છે. ઇડી દ્વારા આ મામલે ક્રિમિનલ પ્રોસિજર કોડ સેકશન 83 અંતર્ગત કાર્યવાહી કરાશે.

Updated By: Mar 27, 2018, 04:22 PM IST
વિજય માલ્યા પાસેથી પાઇ પાઇ વસૂલ કરાશે, ED કરશે સંપત્તિ જપ્ત

નવી દિલ્હી : લગ્નના સમાચાર વચ્ચે વિજય માલ્યા સામે ભીંસ વધી રહી છે. એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ (ઇડી) આજથી વિજય માલ્યાની સંપત્તિ કબ્જે લેવા જઇ રહ્યું છે. ઇડીએ બેંકોના 9000 કરોડ રૂપિયાની લોન ન ચૂકવી શકવાના મામલે આરોપી વિજય માલ્યાની સંપત્તિઓ ટોચમાં લેવાની પ્રક્રિયા શરૂ કરી છે. ઇડી આ કાર્યવાહી ક્રિમિનલ પ્રોસિજર કોડ સેકશન 83 અંતર્ગત કરશે. અહીં નોંધનિય છે કે, આ કલમ અંતર્ગત દેશ છોડીને ભાગી જનારા આરાપોની અને ભાગેડુ જાહેર થયેલા ગુનેગારો સામે કાર્યવાહી કરવામાં આવે છે અને એમની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. 2 માર્ચ 2016થી વિજય માલ્યા દેશ છોડી લંડન ભાગી ગયો છે.

બિઝનેશના અન્ય વધુ સમાચાર માટે ક્લિક કરો

શું છે ઇડીનો આરોપ? 
ઇડીએ કોર્ટમાં માલ્યાના આરોપ પત્રમાં કહ્યું છે કે, માલ્યાએ 1996, 1997 અને 1998માં લંડનમાં યોજાયેલી ફોર્મ્યુલા વન રેસિંગ દરમિયાન એક બ્રિટિશ ફર્મને અંદાજે 1 કરોડ 29 લાખ રૂપિયા આપ્યા હતા. આરોપ છે કે માલ્યાએ આ પૈસા પોતાની કંપની કિંગફિશરના માણસોને યૂરોપ બતાવવાની અવેજીમાં આપ્યા હતા. આરોપ છે કે, આ ચૂકવણું આરબીઆઇની મંજૂરી લીધા વિના જ ચૂકવવામાં આવ્યું હતુ. જેને ફોરેન એક્સચેન્જ રેગ્યુલેટરી ઓથોરિટી (ફેરા) ભંગ માનવામાં આવે છે. દિલ્હીની એક કોર્ટે આ મામલે વિજય માલ્યા વિરૂધ્ધ સમન્સ જાહેર કર્યું હતું, પરંતુ હાજર ન થતાં કોર્ટે ગુનેગારા કરાર આપ્યો છે. 

માલ્યા વિરૂધ્ધ લંડનમાં કાર્યવાહી
ભારતીય બેંકો પાસેથી કરોડોની લોન લઇ ભાગી જનાર માલ્યા સામે પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રિંગ એક્ટ (PMLA) મામલે કેસ ચાલી રહ્યો છે. મુંબઇની સ્પેશિયલ કોર્ટે માલ્યાને ભાગેડું જાહેર કર્યો છે. ફેબ્રુઆરી 2017માં ભારતે યૂકે સરકારથી માલ્યાના પ્રત્યાપર્ણની મંજૂરી માંગી હતી. સરકારે પણ બ્રિટિશ પીએમથી માલ્યાને ભારત લાવવામાં મદદ કરવા માટે અપીલ કરી હતી. આ મામલે બ્રિટિશ સરકારે પણ કોર્ટમાં માલ્યાના કેસ મોકલ્યો હતો. માલ્યાની લંડનમાં ધરપકડ પણ કરવામાં આવી હતી. જોકે બાદમાં જામીન પર છુટકારો થયો હતો. 

લંડનમાં સુનાવણી ચાલું
વિજય માલ્યા પ્રત્યાપર્ણ મામલે હાલમાં જામીન પર મુક્ત છે. જોકે એની વિરૂધ્ધ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. આશા છે કે આગામી બે મહિનામાં આ મામલે નિર્ણય આવી શકે છે. સીબીઆઇને આશા છે કે તે વિજય માલ્યાને ભારત લાવવામાં સફળ થશે. 

વિજય માલ્યા પર કેટલું દેવું? 
વિજય માલ્યાના માલિકીપણાની કિંગફિશર એરલાઇન્સ પર 17 બેંકોનું 6963 કરોડ રૂપિયાનું દેવું છે. જોકે વ્યાજ સાથે આ આંકડો 9400 કરોડ રૂપિયાથી પણ વધુ થવા જાય છે. આરોપ છે કે વિજાય માલ્યાની કિંગફિશર એરલાઇન્સે IDBI તરફથી મળેલ 900 કરોડ રૂપિયાની લોનમાંથી 254 કરોડ રૂપિયા અંગત કામ માટે વાપર્યા હતા. અહીં નોંધનિય છે કે, કિંગફિશર એરલાઇન્સને 2012માં બંધ કરી દેવામાં આવી હતી અને 2014માં ફ્લાઇંગ પરમીટ પણ રદ કરવામાં આવી હતી. 

કઇ બેંકનું કેટલું દેવું...

  • ભારતીય સ્ટેટ બેંક : ભારતીય સ્ટેટ બેંક એસબીઆઇએ વિજય માલ્યા એરલાઇન્સ કિંગફિશરને 1600 કરોડ રૂપિયાની લોન આપી હતી. માલ્યાએ સૌથી વધુ લોન એસબીઆઇ પાસેથી લીધી હતી. 
  • પંજાબ નેશનલ બેંક : પંજાબ નેશનલ બેંકે વિજય માલ્યાની એરલાઇન્સ કિંગફિશરને 800 કરોડ રૂપિયાની લોન આપી હતી. 
  • આઇડીબીઆઇ બેંક : આઇડીબીઆઇ બેંકે પણ વિજય માલ્યાની એરલાઇન્સ કિંગફિશરને 800 કરોડ રૂપિયાની લોન આપી હતી. 
  • બેંક ઓફ ઇન્ડિયા : બેંક ઓફ ઇન્ડિયાએ પણ વિજય માલ્યાની એરલાઇન્સ કિંગ ફિશરને 650 કરોડ રૂપિયાની લોન આપી હતી. 
  • બેંક ઓફ બરોડા : બેંક ઓફ બરોડાએ પણ કિંગફિશર એરલાઇન્સને 550 કરોડની લોન આપી હતી. 
  • યૂનાઇટેડ બેંક ઓફ ઇન્ડિયા : યૂનાઇટેડ બેંક ઓફ ઇન્ડિયાએ પણ કિંગફિશર એરલાઇન્સને 450 કરોડ રૂપિયાની લોન આપી હતી.