Twitter માં આજથી છટણી: Elon Musk એ ઓફિસને માર્યું તાળું, કર્મચારીઓને કહ્યું- 'મેઇલ આવે તો સમજી જજો!

જો કે, ભૂતકાળમાં, બ્લૂમબર્ગે, આ બાબતથી પરિચિત લોકોને ટાંકીને કહ્યું હતું કે ઇલોન મસ્કે ખર્ચ ઘટાડવા માટે Twitter Inc. પર હસ્તાક્ષર કર્યા હતા. લગભગ 3,700 નોકરીઓ ઘટાડવા માટે પ્લાન  તૈયાર કરી રહ્યું છે.

Twitter માં આજથી છટણી: Elon Musk એ ઓફિસને માર્યું તાળું, કર્મચારીઓને કહ્યું- 'મેઇલ આવે તો સમજી જજો!

નવી દિલ્હી: ટ્વિટર (Twitter) ખરીદતાની સાથે જ એલોન મસ્કે (Elon Musk) જે પહેલો સંકેત આપ્યો હતો તેની શરૂઆત આજથી શરૂ ગઈ છે. વાસ્તવમાં ટ્વિટર કર્મચારીઓની છટણી શરૂ થઈ ગઈ છે. કર્મચારીઓને મેલ કરીને તેની જાણકારી આપવામાં આવશે. આ વાતનો ખુલાસો કંપનીએ એક આંતરિક મેલમાં કર્યો છે. 

એક રિપોર્ટના મતે, જે કર્મચારીઓ બરતરફ થવાની તૈયારી છે, તેમને વારાફરથી મેઇલ દ્વારા જાણ કરવામાં આવશે. રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે કંપની અસ્થાયી રૂપે તેની ઓફિસો બંધ કરશે અને કર્મચારીઓનો પ્રવેશ થોડા સમય માટે બંધ કરી દેવામાં આવશે. જેથી કોઈ હંગામો ન થાય. કર્મચારીઓને આજે સવારથી જ મેલ દ્વારા તેમના સ્ટેટસની માહિતી મળવાનું શરૂ થઈ જશે.

એટલું જ નહીં, મોટા પાયે છટણીનું કારણ Twitter અસ્થાયી રૂપે ઓફિસ બંધ કરશે અને કર્મચારીઓના તમામ બેજ ઍક્સેસ રદ કરશે. કંપનીનું કહેવું છે કે આનાથી કર્મચારી તેમજ ટ્વિટર સિસ્ટમ અને ગ્રાહકોના ડેટાની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં મદદ મળશે. એલોન મસ્કે ટ્વિટર ખરીદવા માટે $44 બિલિયનના સોદા પર હસ્તાક્ષર કર્યા છે.

ખર્ચ ઘટાડવા માટે મોટી તૈયારીઓ
વાસ્તવમાં, એલોન મસ્કે જે ઓપરેશન ક્લીન શરૂ કર્યું છે, તેના હેઠળ 3000 થી વધુ અથવા ટ્વિટર ઇન્કના લગભગ અડધા કર્મચારીઓને બહારનો રસ્તો દેખાડી શકે છે. જો કે, ભૂતકાળમાં, બ્લૂમબર્ગે, આ બાબતથી પરિચિત લોકોને ટાંકીને કહ્યું હતું કે ઇલોન મસ્કે ખર્ચ ઘટાડવા માટે Twitter Inc. પર હસ્તાક્ષર કર્યા હતા. લગભગ 3,700 નોકરીઓ ઘટાડવા માટે પ્લાન  તૈયાર કરી રહ્યું છે.
 
બોર્ડ ડાયરેક્ટર્સને કર્યા બહાર
રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે એલોન મસ્કે સોશિયલ મીડિયા કંપનીના હાલના કામને પોતાની નવી નીતીઓમાં ઢાળવા માટે કમર કસી રહ્યા છે. આ કડીમાં સૌથી પહેલા એલોન મસ્કે કંપનીના તમામ ડાયરેક્ટર્સની છંટણી કરી. અગાઉ મસ્કે ટ્વીટરના સીઈઓ પરાગ અગ્રવાલ  (Parag Agarwal), સીએફઓ નેડ સેગલ (Ned Segal) અને કંપનીની લીગલ પોલિસી, ટ્રસ્ટ અને સેફ્ટી વિભાગની હેડ વિજયા ગડ્ડે (Vijaya Gadde)ને બહારનો રસ્તો દેખાડ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, 28 ઓક્ટોબર 2022 એ ટ્વીટરની કમાન  સંભાળ્યા બાદ એલોન મસ્ક એક પછી એક ધડાધડ નિર્ણય લઈ રહ્યા છે. તમામ બોર્ડ ડાયરેક્ટર્સની છંટણી બાદ એલોન મસ્ક ટ્વીટરના એકમાત્ર ડાયરેક્ટર બની ગયા છે. જે ડાયરેક્ટર્સને હટાવવામાં આવ્યા છે, તેમાં માર્થા લેન ફોક્સ, ઓમિડ કોર્ડેસ્ટાની, ડેવિડ રોસેનબ્લેટ, પેટ્રિક પિચેટ, એગોન ડરબન, ફી-ફી લી અને મિમી અલેમાયેહોનો સમાવેશ થાય છે.

હજારો ભારતીય એકાઉન્ટ પર પ્રતિબંધ
અધિકારીઓનું પત્તું ક્લિયર કરવાની સાથે એલોન મસ્કે ઘણા ભારતીય એકાઉન્ટ પર મોટી કાર્યવાહી કરી છે. કંપનીએ લગભગ 50 હજાર ટ્વિટર ભારતીય એકાઉન્ટ સસ્પેન્ડ કર્યા છે. આ સિવાય ઈલોન મસ્કના આવ્યા બાદ ટ્વિટરે આતંકવાદ ફેલાવવાના આરોપમાં 1982 એકાઉન્ટ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. જોકે, કંપનીમાં હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આખરે ટ્વિટરના નવા સીઈઓ કોણ હશે?
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news