6 કરોડ PF ધારકોને મળી રાહત! હવે આટલા ટકા મળશે વ્યાજ, લીધો મહત્વપૂર્ણ નિર્ણય
નાણાકીય વર્ષ 2020 માં EPF પર 8.5 નું વ્યાજ મળ્યું, જોકે 7 વર્ષોમાં સૌથી ઓછું વ્યાજ છે. આ પહેલાં નાણાકીય વર્ષ 2013 માં EPF પર વ્યાજદર 8.5 ટકા હતો. ગત વર્ષે માર્ચમાં EPFO એ વ્યાજને રિવાઇઝ કર્યું હતું.
Trending Photos
નવી દિલ્હી: EPFO Rate: દેશના 6 કરોડ EPFO સબ્સક્રાઇબર્સ માટે મોટા રાહતના સમચાર છે. નાણાકીય વર્ષ 2020-21 માટે PF ના વ્યાજદરમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. EPFO ની સેંટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટ્રીઝ (CBT) ની બેઠકમાં આ નિર્ણય થયો છે.
PF પર મળતું રહેશે 8.5 ટકા વ્યાજ
એવા સમાચાર આવી રહ્યા છે કે બેઠકમાં PF પર વ્યાજદરને ઘટાડી શકાય છે. પરંતુ બોર્ડે નાણાકીય વર્ષ 2020-21 માટે વ્યાજદરને 8.5 ટકા પર સ્થિર રાખવામાં આવ્યો છે. નાણાકીય વર્ષ 2020માં EPFO ની કમાણી પર ખરાબ અસર પડી છે. ગત વર્ષે માર્ચમાં EPFO એ નાણાકીય વર્ષ 2019-20 માટે પ્રોવિડેંટ ફંડ પર વ્યાજદરને ઘટાડીને 8.5 ટકા કર્યો હતો. બોર્ડે પહેલાં પણ એમ કહ્યું હતું કે તે પોતાના સબ્સક્રાઇબર્સને 8.5 ટકા વ્યાજ 31 માર્ચ 2020 સુધી બે હપ્તામાં આપશે. 8.15 ટકા ડેટ ઇનવેસ્ટમેંટથી વધુ 0.35 ટકા ઇક્વિટી રોકાણથી.
નાણાકીય વર્ષ 2019-20માં પણ 8.5 ટકા હતો વ્યાજદર
નાણાકીય વર્ષ 2020 માં EPF પર 8.5 નું વ્યાજ મળ્યું, જોકે 7 વર્ષોમાં સૌથી ઓછું વ્યાજ છે. આ પહેલાં નાણાકીય વર્ષ 2013 માં EPF પર વ્યાજદર 8.5 ટકા હતો. ગત વર્ષે માર્ચમાં EPFO એ વ્યાજને રિવાઇઝ કર્યું હતું. આ પહેલાં નાણાકીય વર્ષ 2019 માં EPF પર 8.65 ટકા વ્યાજ મળતું હતું. EPF એ નાણાકીય વર્ષ 2018 માં 8.55 ટકા વ્યાજ આપ્યું હતું, જોકે તે પહેલાં નાણાકીય વર્ષ 2016 માં આ 8.8 ટકા હતું. આ પહેલાં 2014 માં આ 8.75 ટકા હતું.
તમને જણાવી દઇએ કે દેશભરમાં EPF ના 6 કરોડ સબ્સક્રાઇબર્સ છે. નાણાકીય વર્ષ 2020માં પણ આ કરોડો લોકોને KYC માં થયેલી ગરબડીના લીધે વ્યાજ મળવામાં આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે