7 Crore EPF મેમ્બર્સ માટે સારા સમાચાર, હવે સીધા ATM માંથી કાઢી શકશો પૈસા, EPFO કરશે આ ફેરફાર
શ્રમ અને રોજગાર મંત્રાલયના સચિવ સુમિત્રા ડાવરેએ જણાવ્યું કે ઈપીએફઓ પોતાના આઈટી સિસ્ટમને આધુનિક બનાવવા પર કામ કરી રહ્યું છે. જેનાથી આ પ્રક્રિયાને સરળ અને તેજ બનાવી શકાય. વધુ વિગતો જાણો.
Trending Photos
7 કરોડ પીએફ ખાતાધારકો માટે ખુશખબર છે. જલદી કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)ના દાવાનો સીધા એટીએમના માધ્યમથી પૈસા કાઢીને નિકાલ થઈ શકશે. શ્રમ અને રોજગાર મંત્રાલયના સચિવ સુમિત્રા ડાવરેએ જણાવ્યું કે ઈપીએફઓ પોતાના આઈટી સિસ્ટમને આધુનિક બનાવવા પર કામ કરી રહ્યું છે. જેનાથી આ પ્રક્રિયાને સરળ અને તેજ બનાવી શકાય.
તેમણે કહ્યું કે અમે પીએમ સિસ્ટમની આઈટી સંરચનાને વધુ સારી બનાવી રહ્યા છીએ. અગાઉ અનેક સુધારા થઈ ચૂક્યા છે. દાવાની પતાવટની ઝડપ વધી છે અને ઓટો સેટલમેન્ટના કારણે બિનજરૂરી પ્રક્રિયાઓને ખતમ કરી દેવાઈ છે.
જાન્યુઆરી 2025માં આવશે IT 2.1 વર્ઝન
સુમિત્રા ડાવરાના જણાવ્યાં મુજબ ઈપીએફઓની આઈટી સંરચનાને બેંકિંગ સિસ્ટમના સ્તર પર લાવવાનો લક્ષ્યાંક છે. જાન્યુઆરી 2025 સુધી ઈપીએફઓનું નવું વર્ઝન IT 2.1 લોન્ચ કરી દેવાશે. તેમણે કહ્યું કે, આ નવી સિસ્ટમ હેઠળ પીએફ દાવેદાર, લાભાર્થી કે ઈન્શ્યોર્ડ વ્યક્તિ સીધા એટીએમના માધ્યમથી પોતાના પૈસા કાઢી શકશે. આ પ્રક્રિયામાં ન્યૂનતમ માનવ હસ્તક્ષેપ હશે, જેનાથી સમયનો બચાવ થશે અને પારદર્શકતા વધશે.
#WATCH | Delhi | On PF withdrawal through ATMs, Secretary of Ministry of Labour and Employment, Sumitra Dawra says, “We are upgrading the IT system of our PF provision. We have already seen some improvements. The speed and auto-settlement of claims have increased, and unnecessary… pic.twitter.com/sT8KemnIF8
— ANI (@ANI) December 11, 2024
શું છે ખાસમખાસ
ઝડપથી દાવો પતાવવાની સુવિધા
હાલના સમયમાં પીએફના દાવાની પતાવટમાં સમય લાગે છે, પરંતુ આ નવી પ્રણાલી તેને ઓટોમેટેડ અને તેજ બનાવશે.
બેંકિંગ સિસ્ટમ જેવી સુવિધા
જે પ્રકારે બેંકિંગ સિસ્ટમે લેવડદેવડ સરળ બનાવી છે તે જ રીતે પીએફ ઉપાડ પણ સરળ અને સુલભ થઈ જશે.
લોકોનો હસ્તક્ષેપ ઘટશે
નવા ફેરફારથી ફ્રોડ અને ગડબડીના મામલાઓમાં કમી આવી શકશે.
ઈપીએફઓનું વિઝન
સચિવે એમ પણ કહ્યું કે આ ફક્ત શરૂઆત છે. ભવિષ્યમાં ઈપીએફઓની આઈટી સિસ્ટમને વધુ સારી બનાવવામાં આવશે જેથી કરીને પીએફ ખાતાધારકોને દરેક સુવિધા તેમના મોબાઈલ કે નજીકના એટીએમ પર મળી શકે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે