6 ઓગસ્ટે ખુલી રહ્યો છે આ ચર્ચિત IPO,રતન ટાટાએ પણ ખરીદ્યા છે કંપનીના શેર
Firstcry IPO: મહત્વનું છે કે ટાટા સન્સના માનદ ચેરમેન રતન ટાટા પણ કંપનીમાં ભાગીદારી રાખે છે. રતન ટાટાએ આ સ્ટાર્ટઅપમાં 66 લાખ રૂપિયામાં 0.02% ભાગીદારી ખરીદી હતી, જે 77900 શેરને બરાબર છે.
Trending Photos
Firstcry IPO news: ઈ-કોમર્સ પ્લેટફોર્મ ફર્સ્ટક્રાઈની મૂળ કંપની બ્રેનબીઝ સોલ્યુશન્સ લિમિટેડના આઈપીઓની પ્રતીક્ષા કરી રહ્યાં છો તો આ સમાચાર તમારા માટે છે. હકીકતમાં કંપની 6 ઓગસ્ટે પોતાનો ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ (આઈપીઓ) લાવવાની તૈયારીમાં છે. આઈપીઓ દસ્તાવેજો અનુસાર ત્રણ દિવસમાં આઈપીઓ 8 ઓગસ્ટે બંધ થઈ જશે. આ આઈપીઓ પર એન્કર ઈન્વેસ્ટરો 5 ઓગસ્ટથી બોલી લગાવી શકશે. પુણે સ્થિત કંપની બ્રેનબીઝ સોલ્યુશન્સના પ્રસ્તાવિત ઈશ્યૂમાં 1666 કરોડ રૂપિયાના નવા શેર અને 5.44 કરોડ શેરની વેચાણની રજૂઆત (ઓએફએસ) સામેલ છે.
કોણ-કોણ વેચી રહ્યું છે ભાગીદારી
બ્રેનબીઝ સોલ્યુશન્સ લિમિટેડના આઈપીઓમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાની 28.06 લાખ શેર વેચવાની યોજના છે. સોફ્ટબેંક સંચાલિત એસવીએફ ફ્રોગ 20,318,050 શેર વેચશે. ઓએફએસમાં ભાગ લેનાર અન્ય ઈન્વેસ્ટરોમાં પીઆઈ ઓર્પ્ચુનિટીઝ ફંડ, ટીપીજી ગ્રોથ અને ન્યૂક્વેસ્ટ એશિયા, એપ્રિકોટ ઈન્વેસ્ટમેન્ટ, સત્યધર્મ ઈન્વેસ્ટમેન્ટ, શ્રોડર્સ કેપિટલ, સેઝ ઈન્વેસ્ટમેન્ટ અને પ્રતીતિ ઈન્વેસ્ટમેન્ટ સામેલ છે.
રતન ટાટા પણ સામેલ
મહત્વનું છે કે ટાટા સન્સના માનદ ચેરમેન રતન ટાટા પણ આ કંપનીમાં ભાગીદારી રાખે છે. રતન ટાટાએ આ સ્ટાર્ટઅપમાં 66 લાખ રૂપિયામાં 0.02% ભાગીદારી ખરીદી હતી, જે 779000 શેરની બરાબર છે. આઈપીઓમાં રતન ટાટા પોતાની ભાગીદારી વેચી દેશે. બ્રેનબીઝ સોલ્યુશન્સ લિમિટેડના આઈપીઓના બુક-રનિંગ લીડ મેનેજરોમાં કોટક ઈન્વેસ્ટમેન્ટ બેન્કિંગ, મોર્ગન સ્ટેનલી, બોફા સિક્યોરિટીઝ, જેએમ ફાઈનાન્શિયલ અને એવેડન્સ સામેલ છે.
કંપનીની નાણાકીય સ્થિતિ
FY24 માં સંચાલન આવકમાં 15 ટકાના વધારા સાથે 6481 કરોડ રૂપિયાની વૃદ્ધિ નોંધી છે, જ્યારે આ દરમિયાન ખોટ 34 ટકા ઘટી 321 કરોડ રૂપિયા થઈ ગઈ છે. છેલ્લા ત્રણ નાણાકીય વર્ષોમાં સંચાલન આવકથી કંપનીનું રેવેન્યૂ નાણાકીય વર્ષ 2022ના 2401 કરોડ રૂપિયાથી વધી નાણાકીય વર્ષ 2024માં 6,481 કરોડ રૂપિયા થઈ ગયા છે. માર્ચ 2024ના અંત સુધી કંપનીની પાસે 533 શહેરોમાં 2.12 વર્ગફુટથી વધુ રિટેલ સ્પેસ અને 1063 મોડર્ન સ્ટોર હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે