ફ્લાઇટની Booking થઇ ગયું છે ચાલૂ, જાણો ક્યારની ટિકીટ છે ઉપલબ્ધ

કોરોના વાયરસ (Coronavirus) સંક્રમણ વચ્ચે દરેક વ્યક્તિના મનમાં એક જ પ્રશ્ન છે. આખરે લોકડાઉન (Lockdown) ક્યારે ખુલશે? આ દરમિયાન સારી વાત એ છે કે તમામ ઘરેલૂ એરલાઇનોએ ફ્લાઇટ બુકિંગ ખોલી દીધી છે.

ફ્લાઇટની Booking થઇ ગયું છે ચાલૂ, જાણો ક્યારની ટિકીટ છે ઉપલબ્ધ

નવી દિલ્હી: કોરોના વાયરસ (Coronavirus) સંક્રમણ વચ્ચે દરેક વ્યક્તિના મનમાં એક જ પ્રશ્ન છે. આખરે લોકડાઉન (Lockdown) ક્યારે ખુલશે? આ દરમિયાન સારી વાત એ છે કે તમામ ઘરેલૂ એરલાઇનોએ ફ્લાઇટ બુકિંગ ખોલી દીધી છે. હવે તમે આ કંપનીઓની વેબસાઇટ અથવા કોઇ ટ્રાવેલ પોર્ટલ પરથી પોતાની ટિકીટ બુકિંગ કરી શકો છો. 

મે મહિનાની નહી મળે ટિકીટ
લોકડાઉન આમ તો 3 મે સુધી પુરૂ થવાનું છે. પરંતુ એરલાઇનોએ આ વખતે સાવધાનીના ભાગરૂપે મે મહિનામાં બુકિંગની ના પાડી દીધી છે. ઇંડિંગો, ગો-એર, સ્પાઇટ જેટૅ અને એર એશિયાએ પોતાનું બુકિંગ 1 જૂનથી ખોલી છે. એટલે કે કોઇ કારણવશ 3 મે બાદ પણ લોકડાઉનને વધારવામાં આવ્યું તો કંપનીઓને રિફંડની ઝંઝટ નહી રહે. 

કેસ સાથે જોડાયેલા જાણકારોનું કહેવું છે કે પહેલીવાર લોકડાઉન બાદ પણ એરલાઇનોએ ટિકીટ બુકિંગ શરૂ કરી દીધું છે. પરંતુ કોરોના વાયરસના લીધે વધતા જતા કેસના લીધે લોકડાઉન વધી ગયું. તેના લીધે કંપનીઓને પૈસા પરત આપવા પડ્યા હતા. એટલે જ આ વખતે વિમાન કંપનીઓએ ખૂબ સમજી વિચારીને જૂનથી બુકિંગ લેવાનું શરૂ કર્યું છે. જોકે આ કંપનીઓને અત્યારના સમયે કેશની સખત જરૂર છે. એવામાં એડવાન્સ બુકિંગથી થોડા પૈસા એકઠા કરી શકાય. 

ઉલ્લેખનીય છે લોકડાઉનના લીધે સૌથી મોટો માર એરલાઇન્સ કંપનીઓને પડ્યો છે. નુકસાનમાં ચાલી રહેલી ઘણી કંપનીઓએ પાસે હાલ કેશની સમસ્યા સર્જાઇ છે. એવામાં એડવાન્સ ટિકિટ બુકિંગ જ એકમાત્ર ઓપ્શન છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news