Mango on EMI: ઘર-ગાડી નહીં હવે EMI પર મળી રહી છે કેરી, મેંગોની મજા લો અને હપ્તે કરો ચુકવણી
Mango in India: અત્યારે અનેક વસ્તુ ઈએમઆઈ પર મળી રહી છે. હવે પુણેમાં એક કેરીને વેપારીએ મોંઘી મેંગો ગ્રાહકોને હપ્તે આપવાનો નિર્ણય કર્યો છે. અલ્ફાન્સો જેવી મોંઘી કેરી 3-6 ઈએમઆઈ પર આપવામાં આવી રહી છે.
Trending Photos
નવી દિલ્હીઃ Mango Price: વધતી જતી મોંઘવારીથી મધ્ય અને નિમ્ન મધ્યમ વર્ગના નાગરિકો મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. આ સાથે જરૂરી વસ્તુઓની ખરીદી કરવા માટે પણ ખર્ચમાં કાપ મુકવામાં આવી રહ્યો છે. હવે આ મોંઘવારીથી છુટકારો મેળવવા માટે પુણેના એક ફળ વેચનાર વેપારીએ નવા આઇડિયા પર કામ કર્યું છે. પુણેના એક ફળ વિક્રેતાએ હપ્તા પર અલ્ફાન્સો કેરી વેચવાનું શરૂ કર્યું છે.
મીડિયા રિપોર્ટ પ્રમાણે પુણેના આનંદ નગરમાં ગૌરવ સનસ અલ્ફાન્સો પ્રેમિઓને આગ્રહ કરી રહ્યાં છે કે તે પોતાની નાણાકીય ચિંતાઓને દૂર કરે અને દિલથી અલ્ફાન્સો કેરીની મજા માણે. તો સનસે પોઈન્ટ-ઓફ-સેલ (POS) મશીન લગાવ્યું છે, જે તેને ક્રેડિટ કાર્ડ અને કેટલાક ડેબિડ કાર્ડો પર બિલ રકમને 3થી 18 ઈએમઆઈમાં પરિવર્તિત કરવાની મંજૂરી આપે છે.
પ્રીમિયમ કેરી
સનસ કહે છે કે "ઘણા પરિવારો માટે, દેવગઢ હાપુસ જેવા ફળો લક્ઝરી છે કારણ કે તે ખૂબ મોંઘા છે," મેં જોયું છે કે જે લોકો આ પ્રીમિયમ કેરી ખરીદવા માંગે છે તેઓ ઘણીવાર જથ્થામાં ઘટાડો કરે છે અથવા નાણાકીય કારણોસર ખરીદવાનું બંધ કરે છે. તેથી જ્યારે એક કંપનીએ POS મશીનો સાથે મારો સંપર્ક કર્યો જેમાં વેચાણ બિલને નજીવી કિંમતે EMIમાં રૂપાંતરિત કરવાનો વિકલ્પ હતો, ત્યારે મેં કેરી ઈએમઆઈ પર વેચવાની શરૂ કરી છે.
વધુ હોઈ શકે છે કિંમત
સનસ અનુસાર દેવગઢ હાફુસના એક બોક્સની કિંમત લગભગ 4000 રૂપિયા (600થી 1300 રૂપિયા પ્રતિ ડઝન) છે. એક ખરીદનાર જે રકમની ચુકવણી કરવા ઈચ્છતો નથી, તે આ રકમની ચુકવણી 700 રૂપિયાના છ ઈએમઆઈમાં કરવાની પસંદ કરી શકે છે, જેમાં બેન્ક દ્વારા લગાવવામાં આવેલો ચાર્જ પણ સામેલ છે. નોંધનીય છે કે મહારાષ્ટ્રમાં કેરીની ખુબ માંગ છે, ખાસ કરીને ગુડી પડવા અને અખાત્રીજ વચ્ચેના સમયમાં લોકો તેની ખુબ ખરીદી કરે છે. આ વર્ષે કમોસમી વરસાદને કારણે ફળનું ઉત્પાદન ઓછું થવાની વાત કહેવામાં આવી રહી છે, તેથી કિંમતોમાં વધારો જોવા મળી રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે