એક જ દિવસમાં અદાણીની સંપત્તિમાં 6 અબજ ડોલરનો વધારો, બન્યા દુનિયાના ચોથા સૌથી અમીર વ્યક્તિ

ગૌતમ અદાણીની સંપત્તિમાં માત્ર એક જ દિવસમાં 6.3 અરબ ડોલરનો વધારો જોવામાં આવ્યો છે. અદાણીની સંપત્તિમાં માત્ર 2022માં જ 48.3 અરબ ડોલરનો વધારો થયો છે. વર્ષ 2021ના અંતમાં ગૌતમ અદાણીની સંપત્તિ 76.7 અરબ ડોલર હતી. અદાણી જૂથની કંપનીઓના શેરના ભાવ દિવસેને દિવસે વધી રહ્યા છે.

એક જ દિવસમાં અદાણીની સંપત્તિમાં 6 અબજ ડોલરનો વધારો, બન્યા દુનિયાના ચોથા સૌથી અમીર વ્યક્તિ

નવી દિલ્હી: ભારતના ઉદ્યોગપતિ ગૌતમ અદાણી હવે ધીમે ધીમે ભારત અને એશિયાના જ નહીં, પરંતુ હવે સમગ્ર વિશ્વના સૌથી ધનિક વ્યક્તિઓમાં તેમણી ગણતરી થઈ રહી છે. તેઓ દુનિયાના સૌથી અમીર વ્યક્તિઓની યાદીમાં ચોથા નંબરે પહોંચ્યા છે. ગૌતમ અદાણીની કુલ સંપત્તિ હવે Microsoft ના Bill Gates ના બરાબર થઈ ગઈ છે.

એક દિવસમાં 6 અરબ ડોલર વધી સંપત્તિ
ગૌતમ અદાણીની સંપત્તિમાં માત્ર એક જ દિવસમાં 6.3 અરબ ડોલરનો વધારો જોવામાં આવ્યો છે. અદાણીની સંપત્તિમાં માત્ર 2022માં જ 48.3 અરબ ડોલરનો વધારો થયો છે. વર્ષ 2021ના અંતમાં ગૌતમ અદાણીની સંપત્તિ 76.7 અરબ ડોલર હતી. અદાણી જૂથની કંપનીઓના શેરના ભાવ દિવસેને દિવસે વધી રહ્યા છે. ગત દિવસોમાં તેમની બે કંપની Adani Power અને Adani Wilmar બન્નેના શેરમાં સતત અપર સર્કિટ લાગી રહી છે.

ટૂંક સમયમાં બનશે ત્રીજા નંબરના અમીર વ્યક્તિ!
અરબપતિઓની યાદીમાં અદાણીથી આગળ હવે Elon Musk, Jeff Bezos, Bernard Arnault અને Bill Gates છે. પરંતુ આ તમામની સંપત્તિમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે, એવામાં એવું કહી શકાય કે આ લોકો રેડ ઝોનમાં છે, જ્યારે અદાણી સતત આગળ વધી રહ્યું છે અને ગ્રીન ઝોનમાં છે. જો ગૌતમ અદાણી આ જ ગતિએ આગળ વધતું રહ્યું તો ખુબ જ ટૂંકા સમયમાં વિશ્વના ત્રીજા નંબરના વ્યક્તિ બની જશે.

વારેન બફેટ, લેરી પેજને પાછળ છોડ્યા
બ્લૂમબર્ગ બિલેનિયર ઈન્ડેક્સના હિસાબથી અદાણી અને ગેટ બન્નેની સંપત્તિ 125 અરબ ડોલર થઈ ચૂકી છે. હવે તેઓ દુનિયાના સૌથી અમીર લોકોના લિસ્ટમાં Mukesh Ambani, Warren Buffett, ગૂગલના કો-ફાઉન્ડર્સ Larry Page અને Sergey Brin થી પણ આગળ નીકળી ચૂક્યા છે.

Forbes ની યાદીમાં પાંચમા સૌથી અમીર
જ્યારે Forbesના રિયલ ટાઈમ બિલેનિયર ઈન્ડેક્સના હિસાબથી ગૌતમ અદાણી દુનિયાના પાંચમા સૌથી અમીર વ્યક્તિ છે. આ લિસ્ટ પર તે Bill Gates થી વધારે કંઈ અંતર રહ્યું નથી. અહીં તેમની કુલ સંપત્તિ 129 અરબ ડોલર કરવામાં આવી છે, જ્યારે બિલ ગેટ્સની સંપત્તિ 129.4 અરબ ડોલર આંકવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news