દેશના સૌથી મોટા IPOની આખરે જાહેરાત થઈ, 902-949 રૂપિયાની પ્રાઇસ બેન્ડ નક્કી, લગાવવા પડશે આટલા હજાર
LIC IPO Press Meet Live: પ્રેસ કોન્ફરન્સમાં જણાવવામાં આવ્યું હતું કે સરકારી વીમા કંપનીના આ મેગા IPO માટે 902 થી 949 રૂપિયાની પ્રાઇસ બેન્ડ નક્કી કરવામાં આવી છે. આ IPOમાં એક લોટમાં 15 શેર હશે. એનો અર્થ એ થયો કે જો તમે આ IPOમાં રોકાણ કરવા માંગો છો, તો તમારે ઓછામાં ઓછા 15 શેર ખરીદવા પડશે.
Trending Photos
નવી દિલ્હી: દેશના સૌથી મોટા IPO માટે મહિનાઓની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બોર્ડ મીટિંગના એક દિવસ બાદ બુધવારે LIC IPOની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. માર્કેટ રેગ્યુલેટર સેબીએ IPO (LIC IPO અપડેટેડ DRHP)ના અપડેટ ડ્રાફ્ટને મંજૂરી આપ્યા બાદ મંગળવારે LIC બોર્ડની મહત્વની બેઠક મળી હતી. બેઠકમાં LIC IPO પ્રાઇસ બેન્ડથી લઈને લોટ સાઇઝ અને રિઝર્વેશન જેવી બાબતોને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું.
એક લોટ માટે લાગશે આટલા રૂપિયા
પ્રેસ કોન્ફરન્સમાં જણાવવામાં આવ્યું હતું કે સરકારી વીમા કંપનીના આ મેગા IPO માટે 902 થી 949 રૂપિયાની પ્રાઇસ બેન્ડ નક્કી કરવામાં આવી છે. આ IPOમાં એક લોટમાં 15 શેર હશે. એનો અર્થ એ થયો કે જો તમે આ IPOમાં રોકાણ કરવા માંગો છો, તો તમારે ઓછામાં ઓછા 15 શેર ખરીદવા પડશે. આ રીતે દરેક રોકાણકારને આ IPOમાં ભાગ લેવા માટે ઓછામાં ઓછા 14,235 રૂપિયાનું રોકાણ કરવું પડશે. જેમણે કોઈપણ પ્રકારનું ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું નથી.
એલઆઈસી આઈપીઓની મુખ્ય વાતો:
આઈપીઓની તારીખ
2 મે- Anchor tranche
4-9 મે- Public offering
ઈશ્યૂ સાઈઝ (LIC IPO Issue size):
22.13 કરોડ શેર- કુલ શેર્સના 3.5 ટકા
રિઝર્વેશન્સ (LIC IPO Reservations):
પોલિસી હોલ્ડર્સ માટે (Policy holders) - ઈશ્યૂને 10 ટકા-2.21 કરોડ શેર
કર્મચારીઓ માટે- 0.15 કરોડ શેર
પોલિસી હોલ્ડર્સ અને કર્મચારીઓના રિઝર્વેશન બાદ જે શેર બચશે, તેમણે 50 ટકા QIB માટે, 35 ટકા રિટેલ ઈન્વેસ્ટર્સ માટે અને 15 ટકા એનઆઈઆઈ માટે હશે. OIBના ભાગમાં 60 ટકા શેર Anchor investors માટે રિઝર્વ હશે.
પ્રાઈસ બેંડ (LIC IPO Price band): 902/- to 949/-
લોટ સાઈઝ (LIC IPO Bid lot size): 15
રિટેલ ઈન્વેસ્ટર્સ અને કર્મચારીઓ માટે ડિસ્કાઉન્ટ (LIC IPO Discount for Retail and Employees): Rs 45/-
પોલિસી હોલ્ડર્સ માટે ડિસ્કાઉન્ટ (LIC IPO Discount for Policy Holders): Rs 60/-
કદ નાનું હશે પછી પણ ઈતિહાસ રચાશે
પ્રેસ કોન્ફરન્સમાં DIPAM સચિવ તુહિન કાંત પાંડેએ કહ્યું કે LIC અત્યાર સુધી રોકાણકાર હતી, પરંતુ હવે તે લોકોને રોકાણ કરવાની તક આપવા જઈ રહી છે. તેમણે કહ્યું, 'અમે ઘણા સમયથી આ દિવસની રાહ જોઈ રહ્યા હતા. સરકાર LICના IPO માટે પ્રતિબદ્ધ છે. LIC ને લિસ્ટ કરવાનો ધ્યેય લાંબા ગાળે LIC ના શેરધારકો માટે વેલ્યુએશન બનાવવાનો છે. આ LIC IPOનું યોગ્ય કદ છે, ખાસ કરીને વર્તમાન બજારની સ્થિતિને ધ્યાનમાં રાખીને. તેનું નાનું કદ (લગભગ રૂ. 21000 કરોડ) હોવા છતાં આ ભારતનો સૌથી મોટો IPO હશે.
IPO પછી LIC 3.0 બહાર આવશે
LICના ચેરમેન એમ.આર. કુમારે કહ્યું, 'જ્યારે LICએ દેશમાં વીમો વેચવાનું શરૂ કર્યું ત્યારે તે LIC 1.0 હતું. જ્યારે દેશમાં વીમા બજાર ખુલ્યું ત્યારે એલઆઈસીએ પોતાની જાતને બદલી, ટેક્નોલોજી બદલી અને સ્પર્ધાને સ્વીકારી, તે એલઆઈસી 2.0 હતી. હવે IPO આવ્યા બાદ તે LIC 3.0 હશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે