ભૂપેન્દ્ર પટેલે CMOનો WhatsApp નંબર જાહેર કરતાં જ ફરિયાદોનો થયો ઢગલો, એક જ દિવસમાં આટલી મળી

Whatsapp Number For Complaints: અત્યારસુધીમાં જિલ્લા અને તાલુકાના સ્વાગત ઓનલાઈન કાર્યક્રમમાં ફરિયાદો કે રજૂઆતો શુન્ય રહી ત્યાં અચાનક તંત્રને દોડધામ કરવી પડશે. લોકો તંત્ર સુધી ફરિયાદો કરવા માટે પહોંચતા ન હતા. હવે ઓનલાઈનના જમાનામાં સરકારે પ્રજાના હાથમા વ્હોટ્સરૂપી હથિયાર આપી દીધું છે.  

ભૂપેન્દ્ર પટેલે CMOનો WhatsApp નંબર જાહેર કરતાં જ ફરિયાદોનો થયો ઢગલો, એક જ દિવસમાં આટલી મળી

ઝી બ્યૂરો, અમદાવાદઃ ભૂપેન્દ્ર પટેલ સરકાર હવે ઓનલાઈન થવા લાગી છે. સરકારે તમામ કામગીરી હવે ધીમેધીમે કાગળમુક્ત કરવાનો નિર્ણય લઈ ડિજિટલને પ્રોત્સાહવ આપી રહી છે. હાલમાં જ  મુખ્યમંત્રી કાર્યાલાય- CMOએ નાગરિકોની ફરિયાદો અને રજૂઆતો મોકલવા જાહેર કરેલા વોટ્સએપ નંબર ૭૦૩૦૯૩૦૩૪૪  જાહેર કર્યો છે. બુધવારે બપોરે બે વાગ્યા સુધીના ૨૦ કલાકમાં ૫૦૦થી વધુ ફરિયાદોના ઢગલા થયા છે. આમ સરકારે અપેક્ષા પણ નહીં રાખી હોય એટલી ફરિયાદોનો ઢગલો થયો છે.

જેમાંથી અધિકાંશ ફરિયાદો જિલ્લા સ્તરના અધિકારક્ષેત્રની હોવાનું જણાવતા CMOના જનસંપર્ક કાર્યલાયે કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, પોલીસ અધિક્ષક, શિક્ષણ, આરોગ્ય અધિકારીને મોકલવામાં આવતા જિલ્લા-તાલુકાઓમાં દોડધામ મચી છે. આમ હવે સ્થાનિક તંત્રએ આ ફરિયાદોના ઉકેલ માટે સતત દોડતા રહેવું પડશે. હવે તમે પણ સીધી ફરિયાદ કરી શકતા હોવાથી ગુજરાતમાં ભ્રષ્ટાચારમાં થોડો અંકુશ આવે તો આ આયોજન વધુ સફળ ગણાશે. 

મહેસૂલ વિભાગે ગત સપ્તાહે તમામ જિલ્લાઓના નિવાસી અધિક કલેક્ટરો- RACની સમીક્ષા બેઠક યોજી ત્યારે CMOના અધિકારીએ સ્વાગત ઓનલાઈન કાર્યક્રમમાં તાલુકા, જિલ્લા કક્ષાએ દર્શાવેલી શુન્ય ફરિયાદો ખુલાસો માંગ્યો હતો. આમ સૌથી વધુ ફરિયાદો ક્યા થવાની છે એ પણ તંત્ર સારી રીતે જાણે છે. વહીવટી તંત્રમાં એવી શીથીલતા આવી ગઈ છે.  જો કે, મંગળવારે વોટ્સએપ નંબર જાહેર થયાના એક જ દિવસમાં ૫૦૦ ઉપરાંત ફરિયાદો મળતા CMOના જનસંપર્ક કાર્યલાયે તેને સંબંધિત જિલ્લા, તાલુકા સ્વાગત ઓનલાઈન સિસ્ટમમાં ફોરવર્ડ કરીને સંબંધિત અધિકારીઓ પાસે પ્રથમ ફરિયાદની સત્યતા, બાદમાં તપાસ અને છેવટે ઉકેલનો અહેવાલ માંગ્યો છે. 

અત્યારસુધીમાં જિલ્લા અને તાલુકાના સ્વાગત ઓનલાઈન કાર્યક્રમમાં ફરિયાદો કે રજૂઆતો શુન્ય રહી ત્યાં અચાનક તંત્રને દોડધામ કરવી પડશે. લોકો તંત્ર સુધી ફરિયાદો કરવા માટે પહોંચતા ન હતા. હવે ઓનલાઈનના જમાનામાં સરકારે પ્રજાના હાથમા વ્હોટ્સરૂપી હથિયાર આપી દીધું છે. ઉલ્લેખનિય છે કે, શરૂઆતના તબક્કે વોટ્સએપમાં મારફતે આવેલી ફરિયાદોમાં સૌથી વધુ પોલીસ, પંચાયત અને કલેક્ટર કચેરી તેમજ સસ્તા અનાજના વિતરણ સંબંધિત હોવાનું જાણવા મળ્યું છે. જેનો તંત્રએ તાત્કાલિક નિવેડો લાવવો પડશે નહીં તો આ ફરિયાદોના સતત ઢગલા થતા રહેશે. આ નંબર પર તંત્રને  સૌથી વધુ ફરિયાદો પોલીસ, પંચાયત અને કલેક્ટર કચેરી સામે  આવી છે. જેને હલ કરવા માટે હવે અધિકારીઓએ દોડધામ કરવાની સાથે એક અલગથી વિભાગ ઉભો કરવો પડે તો પણ નવાઈ નહીં
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news