ગ્લોબલ ઇનોવેશન ઇંડેક્સમાં ભારતની લાંબી છલાંગ, 52મા સ્થાને પહોંચ્યું

ગ્લોબલ ઇનોવેશન ઇંડેક્સ (Global Innovation Index) માં ભારતની રેકિંગ ગત વર્ષના મુકાબલે 5 ક્રમ ઉપર ચઢી છે. ગત વર્ષે ભારતની રેકિંગ 57 હતી, જે હવે સુધીને 52મી થઇ ગઇ છે. ભારતની વાત કરીએ તો સ્ટાર્ટઅપના મામલે મહારાષ્ટ્ર, કર્ણાટક અને દિલ્હી એકબીજાને જોરદાર પડકાર આપી રહી છે. સરકારી આંકડા અનુસાર સ્ટાર્ટઅપ ઇન્ડીયા પહેલ હેઠળ 3783 રજિસ્ટર્ડ સ્ટાર્ટઅપ સાથે મહારાષ્ટ્ર પ્રથમ ક્રમે છે, જ્યારે કર્ણાટક 2938 સ્ટાર્ટઅપ સાથે બીજા સ્થાન પર છે.
ગ્લોબલ ઇનોવેશન ઇંડેક્સમાં ભારતની લાંબી છલાંગ, 52મા સ્થાને પહોંચ્યું

નવી દિલ્હી: ગ્લોબલ ઇનોવેશન ઇંડેક્સ (Global Innovation Index) માં ભારતની રેકિંગ ગત વર્ષના મુકાબલે 5 ક્રમ ઉપર ચઢી છે. ગત વર્ષે ભારતની રેકિંગ 57 હતી, જે હવે સુધીને 52મી થઇ ગઇ છે. ભારતની વાત કરીએ તો સ્ટાર્ટઅપના મામલે મહારાષ્ટ્ર, કર્ણાટક અને દિલ્હી એકબીજાને જોરદાર પડકાર આપી રહી છે. સરકારી આંકડા અનુસાર સ્ટાર્ટઅપ ઇન્ડીયા પહેલ હેઠળ 3783 રજિસ્ટર્ડ સ્ટાર્ટઅપ સાથે મહારાષ્ટ્ર પ્રથમ ક્રમે છે, જ્યારે કર્ણાટક 2938 સ્ટાર્ટઅપ સાથે બીજા સ્થાન પર છે.

દિલ્હીમાં કુલ 2634 રજિસ્ટર્ટ સ્ટાર્ટઅપ
ઉદ્યોગ મંત્રાલયના આંકડા અનુસાર દેશમાં કુલ 20028 રજિસ્ટર્ડ સ્ટાર્ટઅપ છે. તેલંગાણામાં 1116 રજીસ્ટર્ડ સ્ટાર્ટઅપ છે. દિલ્હીમાં રજિસ્ટર્ડ સ્ટાર્ટઅપની સંખ્યા 2634 છે. આ યાદીમાં ઉત્તર પ્રદેશ ચોથા ક્રમ પર છે, જ્યાં 1621 રજિસ્ટર્ડ સ્ટાર્ટઅપ છે. 

કર્ણાટકમાં 538 કરોડ રૂપિયાનું ફંડિંગ થયું
સરકારે સ્ટાર્ટઅપ ઇન્ડીયા ફંડ હેઠળ દેશભરમાં કુલ 1701 કરોડ રૂપિયા ઇશ્યૂ કર્યા છે. તેમાંથી એક વધુ ફંડિંગ કર્ણાટકને મળી. કર્ણાટકમાં 538 કરોડ રૂપિયાનું ફંડિંગ થયું. બીજા સ્થાને મહારાષ્ટ્ર રહ્યું, જ્યાં 489 કરોડ રૂપિયા આવ્યા, દિલ્હીમાં 253 કરોડ રૂપિયા અને હરિયાણાને 120 કરોડ રૂપિયા સ્ટાર્ટઅપ તરીકે મળ્યા. આ આંકડા ડીપીઆઇઆઇટીએ ઇશ્યૂ કર્યા છે.
તમિલનાડુના ખાતામાં 88 કરોડ રૂપિયા આવ્યા છે. 

કેંદ્વની મોદી સરકાર દેશમાં સ્ટાર્ટઅપ સંસ્કૃતિને પ્રોત્સાહન આપી રહી છે. તેના માટે પીએમ મોદીએ સ્ટાર્ટઅપ ઇન્ડીયા કાર્યક્રમની શરૂઆત કરી હતી. આ કાર્યક્રમ હેઠળ સ્ટાર્ટઅપને ટેક્સ છૂટ અને ફંડિંગ જેવી સુવિધાઓ આપવામાં આવી રહી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news