સુપ્રીમાદેશ: ગોવામાં આજ મધરાતથી માઇનિંગ ઉદ્યોગ સજ્જડ બંધ

સરકારને માઇનિંગ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા 2 લાખથી વધારે રોજમદારોનાં ભવિષ્ય અંગે ચિંતા

  • સુપ્રીમે 15મી તારીખની માઇનિંગ બંધ કરવા માટેનો આદેશ આપ્યો હતો
  • આદેશનાં પગલે માઇનિંગ આજ મધરાતથી બંધ કરી દેવામાં આવશે
  • તબક્કાવાર રીતે ઉદ્યોગને બંધ કરી દેવાનું સરકારનું આયોજન

Trending Photos

સુપ્રીમાદેશ: ગોવામાં આજ મધરાતથી માઇનિંગ ઉદ્યોગ સજ્જડ બંધ

પણજીઃ ગોવામાં છેલ્લા પાંચ દાયકા જૂનો માઇનિંગ ઉદ્યોગ હવે અનિશ્ચિતતાના બીજા તબક્કામાં પ્રવેશી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે આજ મઘરાતથી સુપ્રીમનાં આદેશનાં પગલે તમામ માઇનિંગ અટકી જશે. સુપ્રીમ કોર્ટે રાજ્યમાં આયર્ન ઓરની પ્રવૃત્તિ બંધ કરી દેવાનો જે આદેશ આપ્યો છે તે આજ રાત્રિથી અમલમાં આવશે. ગોવાના કૃષિ પ્રધાન વિજોઇ સરદેસાઇએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું  કે, રાજ્યને ગુરુવારથી મોટી કટોકટીમાં મુકાઇ જશે, કારણ કે માઇનિંગ પરનો પ્રતિબંધ લાગુ થવા જઇ રહ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગોવાનું અર્થતંત્ર મુખ્યત્વે માઇનિંગ અને પ્રવાસન ઉદ્યોગો પર જ ટકેલું છે. દરિયાઇ રાજ્ય માટે અગત્યના આવક સાધનો પૈકી એક સાધન ઓછું થતા ગોવાની કફોડી પરિસ્થિતી થઇ શકે છે. કેબિનેટ કમિટીએ હાલમાં અમેરિકામાં મેડીકલ સારવાર લઇ રહેલા મુખ્યપ્રધાન મનોહર પારિકરને ઉદ્યોગો અને તેના હિસ્સેદારોના હિતને અનુલક્ષીને છેલ્લા પ્રયત્ન તરીકે કોર્ટમાં સમીક્ષા અરજી ફાઇલ કરવાનો નિશ્ચય કર્યો છે.

રાજ્ય સરકારને આશંકા છે કે નવા ઓરનું અચાનક ઉત્ખનન બંધ કરી દેવાથી ખાણ ઉદ્યોગ સાથે સંકળાયેલા આશરે 2 લાખથી વધારે લોકોની રોજગારી છીનવાઇ શકે છે. દરમિયાનમાં સરકારે એક વ્યાપક યોજના તૈયાર કરી છે જેની હેઠળ ખાણ માલિકો આજ રાતથી જ ઉત્ખનનકાર્ય બંધ કરી દેશે તેમજ મશિનરીઓને બાદમાં સાઇટ પર દૂર કરી દેવામાં આવશે. સુપ્રીમ કોર્ટે ગત્ત મહિને 2015માં ગોવામાં 88 કંપનીઓને આપેલા આયર્ન ઓરના માઇનિંગના ભાડાપટ્ટાઓ રદ કરી નાખ્યા છે. જો કે હવે તમામ દોરોમદાર ગોવા સરકાર દ્વારા કરવામાં આવનાર રિવ્યું પીટિશન પર છે. તેમાં જો સુપ્રીમ પોતાનો નિર્ણય ફેરવે છે તો ગોવા કટોકટીમાંથી બચી શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news