આજે ફરી સોનાના ભાવ ઘટ્યા, 5598 રૂપિયા તૂટીને થયો આટલો ભાવ

સરકાર દ્વારા ઇમ્પોર્ટ ડ્યૂટી વધારવામાં આવી હોવી છતાં સોનું અને ચાંદીના ભાવમાં સતત ઘટાડો નોંઘાઇ રહ્યો છે. એક અઠવાડિયા પહેલાં સતત ત્રીજા દિવસની તેજીના વલણને જોયા બાદ સોનાએ હવે રેકોર્ડ લેવલ સુધી ઘટી ગયું છે. બુધવારે કારોબારી સત્રમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે.

આજે ફરી સોનાના ભાવ ઘટ્યા, 5598 રૂપિયા તૂટીને થયો આટલો ભાવ

Gold Price Today 13th July 2022: સરકાર દ્વારા ઇમ્પોર્ટ ડ્યૂટી વધારવામાં આવી હોવી છતાં સોનું અને ચાંદીના ભાવમાં સતત ઘટાડો નોંઘાઇ રહ્યો છે. એક અઠવાડિયા પહેલાં સતત ત્રીજા દિવસની તેજીના વલણને જોયા બાદ સોનાએ હવે રેકોર્ડ લેવલ સુધી ઘટી ગયું છે. બુધવારે કારોબારી સત્રમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે અને આ 50656 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તર સુધી ઘટી ગયું. એક સમયે આ 56254 રૂપિયા પ્રતિ 10 ગ્રામના રેકોર્ડ સ્તર પર પહોંચી ગઇ હતું. જેથી હવે 5598 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. 

ચાંદી રેકોર્ડ સ્તરથી 20120 રૂપિયા ઘટ્યા
આ પ્રકારે ચાંદી એક સમયે 76008 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચીને 55888 રૂપિયાના સ્તર પર ચાલી રહી હતી. આ પ્રકારે તેમાં રેકોર્ડ સ્તરથી 20120 રૂપિયા સુધીનો ઘટાડો છે. બુધવારે સવારે કોમોડિટી એક્સચેંજ પર સોનામાં તેજી અને ચાંદીમાં ઘટાડો જોવા મળ્યો. ઇન્ડીયા બુલિયન્સ એસોસિએશન (https://ibjarates.com) દ્રારા બુધવારે ચાલી રહેલા રેટના અનુસાર સોની બજારમાં 24 કેરેડ સોનાનો ભાવ 212 રૂપિયા ઘટીને 50656 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો. આ પ્રકારે ચાંદી 209 રૂપિયા પ્રતિ કિલો તૂટીને 55888 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઇ. 

22 કેરેટવાળું સોનું 46401 રૂપિયા પ્રતિ 10 ગ્રામ
વેબસાઇટના અનુસાર 23 કેરેટ ગોલ્ડ 50453 રૂપિયા પ્રતિ 10 ગ્રામ, 22 કેરેટવાળું સોનું 46401 રૂપિયા પ્રતિ 10 ગ્રામ, 20 કેરેટ સોનું 37992 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 18 કેરેટ ગોલ્ડ 29634 રૂપિયા પ્રતિ ગ્રામ પર જોવા મળ્યું. સામાન્ય રીતે લોકો 22 કેરેટ સોનાના જ આભૂષણ બનાવે છે જેનો રેટ 46401 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. તો બીજી તરફ 999 પ્યોરિટીવાળી ટંચ ચાંદી 55888 રૂપિયા પ્રતિ કિલો પર છે. 

સોના અને ચાંદીનો MCX પર ભાવ
મલ્ટી કોમોડિટી એક્સચેંજ (MCX) પર બુધવારે બપોરે સોના-ચાંદીના ભાવમાં મિશ્ર વલણ જોવા મળ્યું બપોરે 2 વાગ્યા સુધી સોનું સામાન્ય તેજી સાથે 50,530 રૂપિયા પર કારોબાર કરી રહ્યું હતું. તો બીજી તરફ ચાંદી ઘટીને 56,432 રૂપિયાના સ્તર પર જોવા મળી. તમને જણાવી દઇએ કે IBJA ના દેશભરમાં સર્વમાન્ય છે. આ વેબસાઇટ પર આપવામાં આવેલા રેટથી અલગ 3 ટકા જીએસટી ચાર્જ આપવો પડે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news