Gold-Silver price: સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, જાણો નવી કિંમત

એચડીએફસી સિક્યોરિટીઝના વરિષ્ઠ વિશ્લેષક (જિંસ) તપન પટેલે કહ્યુ- ન્યૂયોર્ક સ્થિત જિંસ એક્સચેન્જ, કોમેક્સમાં બુધવારે સોનાની હાજર કિંમત 0.72 ટકાના ઘટાડા સાથે 1747 ડોલર પ્રતિ ઔંસ રહી ગઈ જેનાથી અહીં સોનાની કિંમતો નબળી રહી.
 

Gold-Silver price: સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, જાણો નવી કિંમત

નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય બજારમાં બહુમૂલ્ય ધાતુઓની કિંમતોમાં ઘટાડાને અનુરૂપ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીની સોની બજારમાં બુધવારે સોનું 226 રૂપિયાના ઘટાડા સાથે 45,618 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહી ગયું છે. એચડીએફસી સિક્યોરિટીઝે આ જાણકારી આપી છે. તેનાથી પાછલા કારોબારી સત્રમાં સોનું 45844 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. 

ચાંદીની કિંમત પણ 462 રૂપિયાના ઘટાડા સાથે 59341 રૂપિયા પ્રતિ કિલો પર બંધ થઈ છે. પાછલા કારોબારી સત્રમાં તે 59803 રૂપિયા પ્રતિ કિલોના ભાવ પર બંધ થઈ હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 1747 ડોલર પ્રતિ ઔંસ પર રહી ગયું જ્યારે ચાંદી 22.35 ડોલર પ્રતિ ઔંસ પર લગભગ સપાટ રહી હતી. 

એચડીએફસી સિક્યોરિટીઝના વરિષ્ઠ વિશ્લેષક (જિંસ) તપન પટેલે કહ્યુ- ન્યૂયોર્ક સ્થિત જિંસ એક્સચેન્જ, કોમેક્સમાં બુધવારે સોનાની હાજર કિંમત 0.72 ટકાના ઘટાડા સાથે 1747 ડોલર પ્રતિ ઔંસ રહી ગઈ જેનાથી અહીં સોનાની કિંમતો નબળી રહી. તેણે કહ્યું કે, અમેરિકી બ્રાન્ડ પ્રતિફળના વધવા અને ડોલરના મજબૂત થવા વચ્ચે સોનાની કિંમતોમાં ઘટાડો થયો. 

વૈશ્વિક બજારમાં નબળા વલણ વચ્ચે કારોબારીઓએ પોતાના સોદી ઘટાડ્યા જેથી સ્થાનીક વાયદા બજારમાં બુધવારે સોનાનો ભાવ 126 રૂપિયા ઘટી 46631 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહી ગયો. મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં ડિસેમ્બર મબિનાની ડિલિવરી માટે સોનાની કિંમત 126 રૂપિયા એટલે કે 0.27 ટકા ઘટી 46631 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહી ગઈ. તેમાં 13309 લોટ માટે કારોબાર થયો હતો. 

નબળા વૈશ્વિક સંકેતો અને સટોરિયાની નફાખોરી વચ્ચે વાયદા કારોબારમાં બુધવારે ચાંદીની કિંમત 258 રૂપિયાના ઘટાડા સાથે 60,728 રૂપિયા પ્રતિ કિલો રહી ગઈ. મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં ચાંદીના ડિસેમ્બર ડિલીવરીવાળા વાયદા કરારનો ભાવ 258 રૂપિયા ઘટી 60728 રૂપિયા પ્રતિ કિલો રહી ગયો. આ વાયદા કારોબારમાં 11539 લોટ માટે સોદા થયા હતા. 

વૈશ્વિક સ્તર પર ન્યૂયોર્કમાં ચાંદીનો ભાવ 0.72 ટકાના ઘટાડા સાથે 22.45 ડોલર પ્રતિ ઔંસ રહ્યો. બજાર નિષ્ણાંતોનું કહેવું છે કે નબળા વૈશ્વિક સંકેતો અને હાલના સ્તર પર સટોરિયાની નફાખોરીથી વાયદા કારોબારમાં ચાંદીની કિંમતોમાં ઘટાડો થયો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news