'અફઘાનિસ્તાનમાં બધુ બરાબર'.. નિવેદન આપનાર ISI ચીફની બદલી, પાક આર્મીનો ચોંકાવનારો નિર્ણય


પાકિસ્તાન આર્મીએ પોતાના પાવરફુલ  ISI ચીફ લેફ્ટિનેન્ટ જનરલ ફૈઝ હમીદ (Faiz Hameed) ની બદલી કરી છે. તેને હવે નવી જવાબદારી સોંપવામાં આવી છે. 

'અફઘાનિસ્તાનમાં બધુ બરાબર'.. નિવેદન આપનાર ISI ચીફની બદલી, પાક આર્મીનો ચોંકાવનારો નિર્ણય

ઇસ્લામાબાદઃ પાકિસ્તાની આર્મી (Pakistan Army) એ એક ચોંકાવનારૂ પગલું ભરતા પોતાના પાવરફુલ  ISI ચીફ લેફ્ટિનેન્ટ જનરલ ફૈઝ હમીદ (Faiz Hameed) ની બદલી કરી દીધી છે. તેને ISI ચીફ પદેથી હટાવી હવે પેશાવર કોર્પ્સ કમાન્ડર બનાવવામાં આવ્યા છે. 

નદીમ અહમદ અંજુમ બન્યા નવા ISI ચીફ
ફૈઝ હમીદની બદલી બાદ લેફ્ટિનેન્ટ જનરલ નદીમ અહમદ અંજુમ  (Nadeem Ahmed Anjum) ને નવા આઈએસઆઈ ચીફ બનાવવામાં આવ્યા છે. લેફ્ટિનેન્ટ જનરલ ફૈઝ હમીદને 16 જૂન 2019ના પાકિસ્તાની ગુપ્તચર એજન્સી  ISI ની કમાન સોંપવામાં આવી હતી. તે  ISI ચીફ બનતા પહેલા પણ તેમાં આંતરિક સુરક્ષા વિભાગના પ્રમુખના રૂપમાં કામ કરી ચુક્યા હતા. 

પાકિસ્તાની આર્મી તરફથી બુધવારે જાહેર કરાયેલા સત્તાવાર નિવેદનમાં સીનિયર લેવલની બે અન્ય નિમણૂંકની જાહેરાત પણ કરવામાં આવી છે. લેફ્ટિનેન્ટ જનરલ મોહમ્મદ અમીરને ગુંજરાવાલા કોર્પ્સ કમાન્ડર બનાવવામાં આવ્યા છે. તો લેફ્ટિનેન્ટ જનરલ અમીસ મનીરને ક્વાર્ટર માસ્ટર જનરલ બનાવવામાં આવ્યા છે. 

જનરલ બાજવાના નજીકના છે હમીદ
લેફ્ટિનેન્ટ જનરલ ફૈઝ હમીદ (Faiz Hameed) ની વાત કરીએ તો તેને પાકિસ્તાન આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવા (Qamar Javed Bajwa)ના નજીકના માનવામાં આવે છે. તેને ISI ની કમાન તેવા સમયે સોંપવામાં આવી, જ્યારે પાકિસ્તાન આંતરિક અને બહારના મામલાના સંકટથી ઘેરાયેલું હતું. તેણે પડદાની પાછળની લીડરશિપમાં ઓપરેશન અફઘાનિસ્તાન ચલાવ્યું. જેના તારણે તાલિબાને ઓગસ્ટ મહિનામાં અફઘાનિસ્તાન પર કબજો કરી લીધો હતો. પંજશીર ઘાટીના વિદ્રોહીઓએ તેનો વિરોધ કર્યો પરંતુ પાકિસ્તાની સેનાએ ડ્રોન મોકલી તેને પાછળ હટવા મજબૂર કર્યા હતા. 

ઓપરેશન અફઘાનિસ્તાનને આપ્યો અંજામ
ફૈઝ હમીદ (Faiz Hameed) એ સપ્ટેમ્બરમાં કાબુલનો પ્રવાસ કર્યો હતો. તે દરમિયાન ચાનો કપ હાથમાં પકડતી તેની એક તસવીર વાયરલ થઈ હતી. ત્યારે તેણે કહ્યુ હતું કે અફઘાનિસ્તાનમાં બધુ બરાબર છે. સૂત્રો પ્રમાણે તે તાલિબાન સરકાર બનાવવાને લઈને ચાલી રહેલા મતભેદને દૂર કરવા માટે ત્યાં ગયા હતા. આ દરમિયાન તેણે બળજબરીથી તાલિબાનના વિવિધ જૂથને સત્તામાં ભાગીદારી માટે રાજી કર્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news