Gold Price Today: સતત ઘટી રહ્યાં છે સોના-ચાંદીના ભાવ, આજે પણ થયો ઘટાડો, જાણો નવી કિંમત
Gold Silver Price Today સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આજે સોનું અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. એટલે કે સોના-ચાંદીના દાગીનાની ખરીદી કરવા ઈચ્છતા લોકો માટે સારા સમાચાર છે.
Trending Photos
નવી દિલ્હીઃ Gold Silver Price Today: જો તમે સોનાના દાગીના ખરીદવાની તૈયારી કરી રહ્યાં છો તો તમારા માટે એક સારા સમાચાર છે. લગ્નની સીઝન પહેલાં સોનાની કિંમતમાં એકવાર ફરી ઘટાડો થયો છે. સોમવારે ચાંદીની સોનાની સાથે ચમક પણ ઘટી છે. સટોરિયાઓએ પોતાના સોદાના આકારને ઘટાડ્યો, જેથી વાયદા કારોબારમાં સોમવારે સોનું 111 રૂપિયાના ઘટાડા સાથે 52477 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહી ગયું હતું.
મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં ડિસેમ્બર ડિલિવરી માટે સોનાનો કરાર ભાવ 111 રૂપિયાના ઘટાડા સાથે 52477 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર કારોબાર કરી રહ્યો હતો, જેમાં 5,272 લોટ માટે કારોબાર થયો. નિષ્ણાંતોએ સોનાની કિંમતમાં ઘટાડાનો શ્રેય સટોરિયાઓ દ્વારા સોદામાં ઘટાડાને આપ્યો છે. વૈશ્વિક સ્તર પર ન્યૂયોર્કમાં સોનું 0.42 ટકાના ઘટાડા સાથે 1,761.50 ડોલર પ્રતિ ઔંસ પર કારોબાર કરી રહ્યું હતું.
ચાંદીની કિંમત પણ ઘટી
201 રૂપિયાના ઘટાડા સાથે ચાંદીમાં તેજી નીચે આવી છે. સોદામાં ઘટાડો થવાને કારણે સોમવારે ચાંદીની વાયદા કિંમત 201 રૂપિયાના ઘટાડા સાથે 60,674 રૂપિયા પ્રતિ કિલોગ્રામ રહી ગઈ હતી. મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં ચાંદીનો ડિસેમ્બરના કરારનો ભાવ 201 રૂપિયાના ઘટાડા સાથે 60674 રૂપિયા પ્રતિ કિલોગ્રામ રહ્યો હતો. તેમાં 11695 લોટ માટે કારોબાર થયો હતો. તો વૈશ્વિક સ્તર પર ન્યૂયોર્કમાં ચાંદી 0.74 ટકાના ઘડાટા સાથે 21.04 ડોલર પ્રતિ ઔંસ પર કારોબાર કરી રહી હતી.
ચેક કરો તમારા શહેરમાં શું છે કિંમત
વિદેશી બજારોમાં કિંમતી ધાતુઓની કિંમતમાં ઘટાડા વચ્ચે રાષ્ટ્રીય રાજધાનીમાં સોમવારે સોનું 408 રૂપિયાના ઘટાડા સાથે 52847 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહી ગયું હતું. પાછલા કારોબારમાં સોનું 53255 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. ચાંદી પણ 594 રૂપિયાના ઘટાડા સાથે 61075 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર આવી ગઈ છે. આંતરરાષ્ટ્રીય બજારાં સોનું 1,745.5 ડોલર પ્રતિ ઔંસ પર કારોબાર કરી રહ્યું હતું, જ્યારે ચાંદી ઘટાડા બાદ 20.83 ડોલર પ્રતિ ઔંસ પર હતી.
દિલ્હીમાં 24 કેરેટ સોનાના 10 ગ્રામ માટે 53,070 રૂ.
મુંબઈમાં 10 ગ્રામ 24 કેરેટ સોનું 52,920માં વેચાઈ રહ્યું છે.
લખનૌમાં 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ રૂ.53,070 છે.
જયપુરમાં 24 કેરેટ સોનું 10 ગ્રામ રૂ.53,070માં વેચાઈ રહ્યું છે.
પટનામાં સોનાની કિંમત 24 હજારના 10 ગ્રામ માટે રૂ.53,000 છે.
બેંગલોરમાં 24 કેરેટના 10 ગ્રામ માટે 52,410 રૂ.
કોલકાતામાં સોનાનો ભાવ 24Kના 10 ગ્રામ માટે રૂ.53,070 છે.
ચંદીગઢમાં 10 ગ્રામ 24 કેરેટ સોનું રૂ.53,070માં વેચાઈ રહ્યું છે.
હૈદરાબાદમાં 24 કેરેટ સોનું 10 ગ્રામ માટે 52,920.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે