Gold: સોનું ખરીદવા માંગતા લોકો માટે ખુશખબરી! જલ્દી કરો, પછી નહીં મળે આટલું સસ્તું સોનું!

આજે સોના વાયદાની શરૂઆત મોટા ઘટાડા સાથે થઈ છે. સોનું ઓક્ટોબર વાયદામાં 300 રૂપિયાની કમજોરી સાથે 47300 પ્રતિ 10 ગ્રામના લેવલ પર ટ્રેડ કરી રહ્યું છે. બે અઠવાડિયામાં સોનાના વાયદામાં 900 રૂપિયાથી વધુની મજબૂતી આવી છે.

Gold: સોનું ખરીદવા માંગતા લોકો માટે ખુશખબરી! જલ્દી કરો, પછી નહીં મળે આટલું સસ્તું સોનું!

નવી દિલ્લીઃ આજે સોના વાયદાની શરૂઆત મોટા ઘટાડા સાથે થઈ છે. સોનું ઓક્ટોબર વાયદામાં 300 રૂપિયાની કમજોરી સાથે 47300 પ્રતિ 10 ગ્રામના લેવલ પર ટ્રેડ કરી રહ્યું છે. બે અઠવાડિયામાં સોનાના વાયદામાં 900 રૂપિયાથી વધુની મજબૂતી આવી છે. MCX પર સોનાનો ઓક્ટોબરનો વાયદો બિલકુલ ફ્લેટ બંધ થયો છે. મંગળવારે જો કે ટ્રેડિંગની શરૂઆત ખૂબ ધીમી થઈ હતી. ઈંટ્રા ડેમાં થોડી ખરીદદારી વધી અને તે 47731 રૂપિયાના સ્તર પર પણ ગયો. પરંતુ અંતમાં 47612 પર જઈને બંધ થયો. આજે સોના વાયદાની શરૂઆત મોટા ઘટાડા સાથે થઈ છે. સોનું ઓક્ટોબર વાયદામાં 300 રૂપિયાની કમજોરી સાથે 47300 પ્રતિ 10 ગ્રામના લેવલ પર ટ્રેડ કરી રહ્યું છે. બે અઠવાડિયામાં સોનાના વાયદામાં 900 રૂપિયાથી વધુની મજબૂતી આવી છે.

આ અઠવાડિયાની સોનાની ચાલ (23-27 ઑગસ્ટ)

દિવસ    સોનું (MCX ઓક્ટોબર વાયદો)

સોમવાર    47584/10 ગ્રામ

મંગળવાર    47612/10 ગ્રામ

બુધવાર    47612/10 ગ્રામ (ટ્રેડિંગ ચાલુ)

ગયા અઠવાડિયાની સોનાની ચાલ (16-20 ઑગસ્ટ)

દિવસ    સોનું (MCX ઓક્ટોબર વાયદો)

સોમવાર     47225/10 ગ્રામ

મંગળવાર     47280/10 ગ્રામ

બુધવાર     47132/10 ગ્રામ

ગુરુવાર     47169/10 ગ્રામ

શુક્રવાર     47158/10 ગ્રામ

બે અઠવાડિયા પહેલાની સોનાની ચાલ (9-13 ઑગસ્ટ)

સોમવાર     45886/10 ગ્રામ

મંગળવાર     45962/10 ગ્રામ

બુધવાર     46388/10 ગ્રામ

ગુરુવાર     46363/10 ગ્રામ

શુક્રવાર     46940/10 ગ્રામ

સોનું ઉચ્ચતમ સ્તરથી લગભગ 8900 રૂપિયા સસ્તું:
ગયા વર્ષે કોરોના સંકટના કારણે લોકોએ સોનામાં ખૂબ જ રોકાણ કર્યું હતું. ઑગસ્ટ 2020માં MCX પર 10 ગ્રામ સોનાનો ભાવ 56191 રૂપિયાના ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગયો હતો. હવે સોનાનો ઓક્ટોબરનો વાયદો MCX પર 47300 રૂપિયા પ્રતિ 10 ગ્રામના લેવલ પર છે, એટલે કે હવે સોનું લગભગ 8900 રૂપિયા મળી રહ્યો છે.

MCX પર ચાંદીની ચાલ:
હવે વાત ચાંદીની કરીએ તો, ચાંદીનો સપ્ટેમ્બરનો વાયદો પણ મંગળવારે સારી મજબૂતી સાથે બંધ થયો. ધીમી શરૂઆત બાદ ચાંદીના વાયદામાં ખરીદી પાછી ફરી. અંતમાં ચાંદીનો વાયદો 600 રૂપિયાની મજબૂતી સાથે બંધ થયો. જો કે આજે ચાંદીના વાયદાની શરૂઆત ઘટાડા સાથે થઈ છે. ચાંદી હાલ 400 રૂપિયાના ઘટાડા સાથે 63000 રૂપિયા પ્રતિ કિલો પર ટ્રેડ કરી રહયું છે. ચાંદીનો વાયદો હવે બે અઠવાડિયા પહેલાના લેવલ પર આવી ગયો છે.

આ અઠવાડિયે ચાંદીની ચાલ:
દિવ             ચાંદી (MCX સપ્ટેમ્બ વાયદો)

સોમવાર               62927/કિલો

મંગળવાર               63474/કિલો

બુધવાર                 63070/કિલો (ટ્રેડિંગ ચાલુ)

ગયા અઠવાડિયે ચાંદીની ચાલ:
દિવસ           ચાંદી (MCX સપ્ટેમ્બર વાયદો)

સોમવાર               63457/કિલો

મંગળવાર               63226/કિલો

બુધવાર                 62483/કિલો

ગુરુવાર                  62133/કિલો

શુક્રવાર                61721/કિલો

બે અઠવાડિયા પહેલા ચાંદીની કિંમત:
દિવસ                  ચાંદી (MCX સપ્ટેમ્બર વાયદો)

સોમવાર                62637/કિલો

મંગળવાર               62636/કિલો

બુધવાર                 62771/કિલો

ગુરુવાર                  61860/કિલો

શુક્રવાર                 63238/કિલો

ચાંદી પોતાના ઉચ્ચતમ સ્તરથી 17 હજાર રૂપિયા સસ્તી:
ચાંદીનું અત્યર સુધીનું ઉચ્ચતમ સ્તક 79, 980 રૂપિયા પ્રતિ કિલો છે. આ હિસાબથી ચાંદી હાલ પોતાના ઉચ્ચતમ સ્તરથી 17 હજાર રૂપિયા સસ્તી છે. આજે ચાંદીનો જુલાઈ વાયદો 63 હજાર રૂપિયા પ્રતિ કિલોના સ્તર પર છે.

સર્રાફા બજારમાં સોના-ચાંદી:
સર્રાફા બજારમાં મંગળવારે સોનું 47710 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવ પર વેચાયું, જ્યારે સોમવારે ભાવ 47400 રૂપિયા હતો. એટલે કે સોનું 300 રૂપિયા મોંઘું વેચાયું. આ જ રીતે ચાંદી સર્રાફા બજારમાં મંગળવારે 63450 રૂપિયા પ્રતિ કિલો પર વેચાઈ જ્યારે સોમવારે ભાવ 62705 રૂપિયા હતો. એટલે કે ચાંદી થોડી મોંઘી થઈ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news