આ સરકારી બેંક જુલાઈમાં વેચાવા જઈ રહી છે! તૈયારી શરૂ, શું તમારું એકાઉન્ટ અહીં છે?

Bank Privatisation: જોકે, સરકારે ઘણી કંપનીઓની યાદી બનાવી છે, જેનું ખાનગીકરણ કરવામાં આવશે. અડધા ડઝનથી વધુ જાહેર કંપનીઓની યાદી બનાવી છે. તેમાં શિપિંગ કોર્પ, કોનકોર, વિઝાગ સ્ટીલ, IDBI બેન્ક, NMDCનો નાગરનાર સ્ટીલ પ્લાન્ટ અને HLL Lifecare નો સમાવેશ થાય છે.

આ સરકારી બેંક જુલાઈમાં વેચાવા જઈ રહી છે! તૈયારી શરૂ, શું તમારું એકાઉન્ટ અહીં છે?

Bank Privatisation: છેલ્લા કેટલાંક સમયથી કેટલીક સરકારી બેંકો ખાનગી ક્ષેત્રમાં રૂપાંતરિત કરાઈ છે. ત્યારે સરકારી કર્મચારીઓ ખાનગીકરણના વિરોધમાં સતત હડતાળ પર છે, તેમ છતાં સરકારે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. સરકાર IDBI બેંકના ખાનગીકરણની પ્રક્રિયા જુલાઈમાં શરૂ કરવા જઈ રહી છે. એક અધિકારીના જણાવ્યા અનુસાર, કેન્દ્ર સરકાર જુલાઈના અંત સુધીમાં બેંકના ખાનગીકરણ માટે પ્રારંભિક ટેન્ડરો માટે અરજીઓ મંગાવી શકે છે.

સરકારની લાંબી છે યાદી 
જોકે, સરકારે ઘણી કંપનીઓની યાદી બનાવી છે, જેનું ખાનગીકરણ કરવામાં આવશે. અડધા ડઝનથી વધુ જાહેર કંપનીઓની યાદી બનાવી છે. તેમાં શિપિંગ કોર્પ, કોનકોર, વિઝાગ સ્ટીલ, IDBI બેન્ક, NMDCનો નાગરનાર સ્ટીલ પ્લાન્ટ અને HLL Lifecare નો સમાવેશ થાય છે. એટલું જ નહીં, સરકારે ચાલુ નાણાકીય વર્ષ 2022-2023માં કેન્દ્રીય જાહેર ક્ષેત્રના ઉપક્રમો (CPSEs) ના ડિસઇન્વેસ્ટમેન્ટમાંથી અત્યાર સુધીમાં રૂ. 24,000 કરોડથી વધુ એકત્ર કર્યા છે.

જુલાઇમાં શરૂ થશે ખાનગીકરણ 
મિન્ટમાં છપાયેલા એક અહેવાલ અનુસાર અધિકારીએ જણાવ્યું છે કે ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ (DIPAM) હાલ અમેરિકામાં IDBI બેંકના વેચાણ માટે રોડ શો કરી રહ્યું છે. ત્યારબાદ પ્રક્રિયા શરૂ થવાની સંભાવના છે. અધિકારીએ જણાવ્યું હતું કે, અમે IDBIના વ્યૂહાત્મક વેચાણ માટે RBI સાથે ચર્ચાના બીજા રાઉન્ડની જરૂરિયાત પડી શકે છે. જુલાઇના અંત સુધીમાં એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ (EOIs) આમંત્રિત કરવામાં આવી શકે છે.

નોંધનીય છે કે આ બેંકમાં સરકારનો 45.48 ટકા હિસ્સો છે, જ્યારે LIC પાસે 49.24 ટકા હિસ્સો છે. તમને જણાવી દઈએ કે મે 2021માં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ IDBI બેંકમાં વ્યૂહાત્મક વિનિવેશ અને મેનેજમેન્ટ કંટ્રોલ ટ્રાન્સફર કરવા માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી.

આ સમગ્ર નાણાકીય વર્ષ માટે સરકારે રૂ. 65,000 કરોડનો લક્ષ્યાંક રાખ્યો છે. ગત નાણાકીય વર્ષમાં કેન્દ્રીય ઉપક્રમોમાં ડિસઇન્વેસ્ટમેન્ટ દ્વારા રૂ. 13,500 કરોડથી વધુ ભેગા થયા હતા, જેમાં એર ઈન્ડિયાના ખાનગીકરણમાંથી મળેલી રકમનો પણ સમાવેશ થાય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news