Home Loan Calculator: 5000 રૂપિયા સુધી ઓછો થઇ જશે તમારી લોનનો હપ્તો, જાણો સરળ ટ્રિક
જો તમે પણ હોમ લોન EMI થી પરેશાન છો તો આ ખાસ સમાચાર ફક્ત તમારા માટે છે. આજે અમે તમારા EMI નો બોજ ઘટાડવા માટે એક સરસ ટ્રિક લઈને આવ્યા છીએ. અગાઉ મોટાભાગની બેંકો 8-9 ટકાના દરે હોમ લોન આપતી હતી, પરંતુ હવે મોટાભાગની બેંકો લગભગ 7 ટકાના દરે હોમ લોન આપે છે.
Trending Photos
નવી દિલ્હી: Home Loan Calculator: જો તમે પણ હોમ લોન EMI થી પરેશાન છો તો આ ખાસ સમાચાર ફક્ત તમારા માટે છે. આજે અમે તમારા EMI નો બોજ ઘટાડવા માટે એક સરસ ટ્રિક લઈને આવ્યા છીએ. અગાઉ મોટાભાગની બેંકો 8-9 ટકાના દરે હોમ લોન આપતી હતી, પરંતુ હવે મોટાભાગની બેંકો લગભગ 7 ટકાના દરે હોમ લોન આપે છે. આ સાથે, ઘણી બેંકો હોમ લોન પર જબરદસ્ત ઑફર્સ અને ડિસ્કાઉન્ટ પણ આપી રહી છે.
EMIમાં 5 હજારનો ઘટાડો થશે
જો તમે પણ હોમ લોન લીધી છે અને EMI થી પરેશાન છો, તો આજે અમે તમને એક એવી ટ્રિક જણાવી રહ્યા છીએ, જેનાથી તમારી EMI લગભગ 5000 જેટલી ઓછી થઈ શકે છે. જો તમે તમારી જૂની હોમ લોનને અન્ય બેંકમાં શિફ્ટ કરો છો, તો તમારો EMI બોજ ઓછો થઈ શકે છે. પરંતુ આ માટે પણ તમારે પહેલા પ્લાનિંગ કરવું પડશે.
જાણો EMIમાં કેટલો આવશે તફાવત
ચાલો એક ઉદાહરણથી સમજીએ કે બેંક લોન ટ્રાન્સફર કરવાથી તમારી EMI પર કેટલો તફાવત પડશે. ધારો કે તમે આજથી 4 વર્ષ પહેલા એટલે કે 2017માં હોમ લોન લીધી હોય તો તે બેંકની હોમ લોન પર વ્યાજ દર 9.25 ટકા હતો. હવે જો તમે હોમ લોનને નવી બેંકમાં શિફ્ટ કરો છો અને તેને 7 ટકાના દરે લો છો, તો સમજો કે તમારી EMIમાં કેટલો ફરક પડશે...
હોમ લોન શિફ્ટ કરવાથી EMI પર ફરક હાલની બેક
વર્ષ 2017
લોન અમાઉન્ટ 30 લાખ
વ્યાજ દર 9.25%
લોનની અવધિ 20 વર્ષ
EMI 27,476
ત્યારબાદ હવે માની લો કે 2021 માં તમે તમારી હોન લોનને કોઇ નવી બેંકમાં શિફ્ટ કરી. તો તમારી આઉટસ્ટેન્ડિંગ લોન 26 લાખ રૂપિયા બચી.
નવી બેંકની ઇએમઆઇ કેલક્યુલેશન
વર્ષ 2020
લોન અમાઉન્ટ 26 લાખ
વ્યાજ દર 6.90%
લોનની અવધિ 16 વર્ષ
EMI 22,400
એટલે કે તમે આ પ્રકારે તમારી હોમ લોનને શિફ્ટ કરો છો તો દર મહિને તમારી EMI લગભગ 5000 રૂપિયા ઓછી થઇ જશે. આવો હવે જાણીએ કે તમને વ્યાજ ચૂકવવામાં કેવી રીતે ફાયદો થશે?
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે