કોરોનાના લીધે ભારતની હાલત ડામાડોળ, રશિયા-અમેરિકા અને UK થી આવી મદદની ખેપ

મહારાષ્ટ્રમાં ગત ચોવીસ કલાકમાં 63,309 લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. આ આંકડા જણાવે છે કે દેશમાં કોરોનાની સ્થિતિ કેટલી ભયાવહ સ્થિતિ છે. 

કોરોનાના લીધે ભારતની હાલત ડામાડોળ, રશિયા-અમેરિકા અને UK થી આવી મદદની ખેપ

નવી દિલ્હી: દેશમાં કોરોનાથી થનાર મોતનો આંકડો બે લાખ પાર થઇ ગયો છે. કોરોના મહામારી દરરોજ પોતાના જૂના રેકોર્ડને તોડી રહી છે. ગત 24 કલાકમાં 3.60 લાખ કોરોનાના કેસ નોંધાયાક હ્હે. સૌથી ખરાબ હાલત મહારાષ્ટ્ર, દિલ્હી અને યૂપીનો છે. મહારાષ્ટ્રમાં ગત ચોવીસ કલાકમાં 985 લોકોના જીવ ગયા છે. તો બીજી તરફ દેશમાં 3.2 હજાર લોકોની કોરોનાના કારણે થઇ ગઇ છે. મહારાષ્ટ્રમાં ગત ચોવીસ કલાકમાં 63,309 લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. આ આંકડા જણાવે છે કે દેશમાં કોરોનાની સ્થિતિ કેટલી ભયાવહ સ્થિતિ છે. 

એવામાં ભારત માટે રશિયા, યૂકે અને અમેરિકા સહિત ઘણા વિદેશી દેશોએ મદદ માટે હાથ લંબાવ્યો છે. રશિયા 150 બેડ સાઇડ મોનિટર અને Fabipiravir દવાઓ પહોંચી છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ટ્વિટ્વર પર જણાવ્યું કે યૂકેથી વધુ એક શિપમેંટ ભારત પહોંચી શકે છે. 120 ઓક્સિજન સંકેંદ્રક (oxygen concentrators) સવારે જ પહોંચ્યા છે. 

— BJP Gujarat (@BJP4Gujarat) May 1, 2021

ગત થોડા દિવસો પહેલાં જ અમેરિકી રાષ્ટ્રાપતિએ ભારતની મદદ કરવાની પોતાની પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરી હતી. હવે અમેરિકાથી મદદની પહેલી ખેપ આપવાનું શરૂ થઇ ચૂક્યું છે. અમેરિકાથી આવનાર જહાજમાં 440 ઓક્સિજન સિલિન્ડર, રેગુલેટર, 960,000 Rapid Diagnostic Tests અને 100,000 N-95 માસ્ક ભારત પહોંચી ચૂક્યા છે.  

આ દરમિયાન પ્રધાનમંત્રી મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ પુતિને પણ દેશમાં બગડતી કોરોના વાયરસની સ્થિતિની વાત કરી. પુતિને ભારતની દરેક સંભવ મદદ કરવા માટે કહ્યું છે. 

અમેરિકન રાષ્ટ્રપતિ અને અમેરિકી સુરક્ષા સલાહકારે પણ ટ્વિટર પર ભારતની મદદ માટે કહ્યું છે જેમ કે સંકટના સમયે ભારતે અમેરિકાની મદદ કરી એ જ પ્રમાણે અમેરિકા પણ ભારતની મદદ કરવા માટે પ્રતિબદ્ધ છે. 

બીજી તરફ યૂનાઇટેડ નેશન્સએ પણ ભારતની મદદ માટે હાથ વધાર્યો છે. UN ના ઉપ પ્રવક્તાએ જણાવ્યું કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અને યૂનીસેફ ઓક્સિજન સપ્લાય માટે 7000 ઓક્સીજન CONCENTRATORS અને 500 NASAL devices ની ખરીદી કરી રહી છે. આ ઉપરાંત કોવિડ 19 ટેસ્ટિંગ મશીન, ઓક્સિજન, જનરેટિંગ પ્લાન્ટ અને પ્રોટેક્ટિવ કિટ્સ પણ ખરીદી રહી છે.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news