વીડિયોકોન-ICICI લોન મામલો: દીપક કોચરને ઇન્કમ ટેક્સની બીજી નોટિસ
Trending Photos
નવી દિલ્હી: આઇસીઆઇસીઆઇ બેંક-વીડિયોકોન ગ્રુપના વિવાદિત 3250 કરોડ રૂપિયાના લોનના મામલે ઇન્કમ ટેક્સ વિભાગે દીપક કોચરને ગુરૂવારે (12 એપ્રિલ)ના રોજ બીજી નોટિસ ઇશ્યૂ કરી છે. તે આઇસીઆઇસીઆઇ બેંકની ડિરેક્ટર મેનેજિંગ અને મુખ્ય કાર્યકારી અધિકારી ચંદા કોચરના પતિ છે. સાથે જ સીબીઆઇએ ગુરૂવારે ન્યૂપાવર રિન્યૂએબલ્સના નિર્દેશક ઉમાનાથ બૈકુંઠ નાયક અને વીડિયોકોન ગ્રુપના માલિક વેણુગોપાલ ધૂતના નજીકના મહેશ ચંદ્ર પુંગલિયા સાથે ગુરૂવારે અહીં ઓફિસમાં પૂછપરપછ કરી હતી.
ઇન્કમ ટેક્સ અધિકારીઓએ જણાવ્યું કે વિભાગે વીડિયોકોન બેંક લોનના મામલે ચાલી રહેલી કરચોરીની તપાસ સંબંધિત દીપક કોચર પાસેથી મળેલા 'અધૂરા જવાબ' બઆદ તેમને આ નોટિસ મોકલવામાં આવી છે. દીપક કોચરના અધિકૃત પ્રતિનિધિએ જણાવ્યું હતું કે આ મહિનાની શરૂઆતમાં મળેલી એક નોટીસના જવાબમાં તેમણે વિભાગ પાસે આધિકારીક દસ્તાવેજ અને નિવેદનોને બે દિવસ પહેલાં જમા કરાવી દીધા છે. ઇન્કમ ટેક્સના અધિકારીઓએ જણાવ્યું કે આ જવાબ 'અધૂરો' છે અને પુરી જાણકારી આપતા નથી. દીપક કોચર સાથે આ અઠવાડિયે બાકીની જાણકારી જમા કરવવા માટે કહ્યું છે.
તેમાં 325 કરોડ રૂપિયાના તે રોકાણ વિશે પણ પૂછવામાં આવ્યું છે કે મોરીશસની બે કંપનીઓએ તેમની કંપની ન્યૂપાવર રિન્યૂએબલ્સ પ્રાઇવેટ લિમિટેડમાં નાખ્યા હતા. આ બંને વિદેશી કંપનીઓની ઓળખ ફર્સ્ટ લેંડ હોલ્ડિંગ લિમિટેડ અને ડીએચ રિન્યૂએબલ્સ હોલ્ડિંગ તરીકે ઓળખવામાં આવી છે. ઇન્કમ ટેક્સ વિભાગે ન્યૂપાવરમાં રોકાણ માટે શેર મૂલ્યાંકનનો રિપોર્ટ માંગ્યો છે અને કંપનીના લાભ અને બેલેન્સ શીટની માંગણી કરી છે.
આ ઉપરાંત સીબીઆઇ ન્યૂપાવર રિન્યૂએબલ્સ અને વીડિયોકોન તત્કાલીન વરિષ્ઠ અધિકારીઓ સાથે પહેલાં જ મુંબઇમાં પૂછપરછ કરી હતી. આ પહેલી તક છે જ્યારે આ મામલે કોઇને પૂછપરછ માટે અહીં ઓફિસમાં સમિટ કરવામાં આવ્યા હોય. આ લોન સોદો લાભના બદલામાં લાભ પહોંચાડવાના આરોપોને લઇને તાજેતરમાં ચર્ચામાં રહ્યો છે. સીબીઆઇ અધિકારીઓએ જણાવ્યું કે સીબીઆઇએ ધૂત, દીપક કોચર તથા અન્ય લોકો વિરૂદ્ધ પ્રાથમિક તપાસ નોંધી છે. કોઇપણ મામલે સૂચનાઓ જમા કરતાં પહેલાં સીબીઆઇ પહેલાં પ્રાથમિક તપાસ નોંધે છે. પ્રથમ દ્રષ્ટિએ નક્કર પુરાવા મળી આવતાં એજન્સી આ મામલે આરોપીઓ વિરૂદ્ધ નિયમિત પ્રાથમિકીમાં ફેરફાર કરે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે