ભારત સરાકરે ફેસબુક પાસેથી માંગી આ જાણકારી, કંપનીએ માંગ્યો 2 દિવસનો સમય

ભારત સરકારના માહિતી ટેકનોલોજી મંત્રાલયએ હાલમાંજ ફેસબુકના સિસ્ટમ પર થયેલા હેકિંગનો ખતરો ઘરાવતા ભારતીય એકાઉન્ટ્સની જાણકારી માંગી છે. 
 

ભારત સરાકરે ફેસબુક પાસેથી માંગી આ જાણકારી, કંપનીએ માંગ્યો 2 દિવસનો સમય

નવી દિલ્હી: ભારત સરકારના માહિતી ટેકનોલોજી મંત્રાલયએ હાલમાં ફેસબુકની સિસ્ટમ પર થઇ રેહેલા હેકિંગના મુદ્દે ભારતીયમાં ચાલી રહેલા ફેસબુક એકાઉન્ટની જાણકારી માંગી છે. મળતી માહિતી મુજબ હાલમાંજ ફેસબુકની સિસ્ટમ પર હેંકિંગ કરીને લગભગ 5 કરોડ એકાઉન્ટોને અસર પહોચાડવામાં આવી હતી.

ફેસબુક પાસે ભારતે માંગી જાણકારી
માહિતી ટેકનોલોજી મંત્રાલયના એક વિરષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર ફેસબુકને 01 ઓક્ટોબરે મોખિક રીતે આદેશ આપવામાં આવ્યા છે, કે તે ભારતના પ્રયોગમાં રહેલા ફેસબુક એકાઉન્ટોની જાણકારી ભારત સરકારને આપે જેના પર ફેસબુક પર થયેલા હેકીંગની અસર પડી હતી. ત્યારે ફેસબુકના અધિકારીઓએ આ અંગે 2 દિવસમાં આ અંગે તપાસ કરીને જવાબ આપવાનું જણાવ્યું હતું. આ અંગે ફેસબુકના અધિકારીઓને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કંઇ પણ કહેવાની ના પાડી દીધી હતી.

ફેસબુકે માન્યુ હતું કે 5 કરોડ એકાઉન્ટ થયા હતા હેક
મહત્વનું છે, કે ગત સપ્તાહે ફેસબુકે જાણકારી આપી હતી કે, હેકર્સો દ્વારા ફેસબુકની સિસ્ટમ પર હુમલો કરવામાં આવી રહ્યો છે, જેનાથી 5 કરોડ એકાઉન્ટને અસર થઇ છે, જ્યારે ફેસબુકે એ નથી બતાવ્યું કે હૈકિંગથી ક્યા દેશના ક્યાં વિસ્તારમાં શુ અસર થશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news