Bank Holidays: આ અઠવાડિયામાં 5 દિવસ બંધ રહેવાની બેંક, ફટાફટ પતાવી લો કામ

ભારતીય રિઝર્વ બેંક (RBI)એ ઓક્ટોબર મહિનામાં સત્તાવાર રજાઓની એક યાદી જાહેર કરી છે, જે અનુસાર, ઓક્ટોબર મહિનામાં 21 દિવસની રજાઓ છે. આવા સમયે ભારતના ઘણા શહેરોમાં સળંગ પણ બેંક બંધ રહેશે.

Bank Holidays: આ અઠવાડિયામાં 5 દિવસ બંધ રહેવાની બેંક, ફટાફટ પતાવી લો કામ

નવી દિલ્હી: Bank Holidays October 2021: ભઇ ચેતી જજો, ઓક્ટોબર મહિનામાં તમે બેંક સાથે જોડાયેલા કામ કરવાના હોય તો હાલ જ પતાવી દેજો, જો તમે પણ બેંક સાથે જોડાયેલા કામ કરવાના બાકી હોય તો આ અહેવાલ તમારા માટે ખુબ જ કામનો બની રહેશે. ઓક્ટોબર મહિનામાં પુરા 21 દિવસ બેંકમાં રજાઓ છે. ઓક્ટોબર 2021માં નવરાત્રિ, દશેરા સહિત ઘણા અન્ય ઘણા તહેવારો (Festive season)ના કારણે બેંક બંધ રહી છે અને આગામી સમયમાં પણ બેંક બંધ રહેશે. આ દિશામાં તમને જણાવવાનું રહે છે કે આજથી આ અઠવાડિયામાં પુરા 5 દિવસ બેંક બંધ (Bank Holidays October) રહેશે.

ઓક્ટોબરમાં 21 દિવસ બેંક રહેશે બંઘ
ભારતીય રિઝર્વ બેંક (RBI)એ ઓક્ટોબર મહિનામાં સત્તાવાર રજાઓની એક યાદી જાહેર કરી છે, જે અનુસાર, ઓક્ટોબર મહિનામાં 21 દિવસની રજાઓ છે. આવા સમયે ભારતના ઘણા શહેરોમાં સળંગ પણ બેંક બંધ રહેશે. તમને જણાવી દઈએ કે, આ 21 દિવસની રજાઓમાં સાપ્તાહિત રજાઓનો પણ સમાવેશ થાય છે. RBIની ગાઈડલાઈન્સ અનુસાર રવિવારની સાથે સાથે મહિનાના બીજા અને ચોથા શનિવારે બેંક બંધ રહે છે.

સળંગ 9 દિવસ બંધ રહેશે બેંક
સત્તાવાર રજાઓની યાદીમાં આ અઠવાડિયામાં 5 દિવસ બંધ રહેશે. જોકે તમને જણાવી દઈએ કે દેશભરની તમામ બેંક દરરોજ બંધ રહેશે નહીં, કારણ કે RBI તરફથી જાહેર કરવામાં આવેલી રજાઓની યાદીમાં અમુક સ્થાનિક તહેવારો ઉપર પણ નિર્ભર હોય છે, એટલે અમુક રજાઓ માત્ર અમુક રાજ્યો માટે હોય છે બાકી અન્ય રાજ્યોમાં તમામ બેકિંગ કાર્ય સામાન્ય દિવસોની જેમ ચાલું રહેશે.

જાણો કયા દિવસે બંધ રહેશે બેંક?
આજે એટલે કે 19 ઓક્ટોબરે ઈદ-એ-મિલાદ, ઈદ-એ-મિલાદુન્નબી, મિલાદ-એ-શરીફ, બારાવફાતની રજા છે. ત્યારબાદ આ અઠવાડિયામાં પુરા 5 દિવસ બેંક બંધ રહેશે.

જુઓ રજાઓની યાદી (Bank holidays list)
19 ઓક્ટોબર- ઈદ-એ-મિલાદ, ઈદ-એ-શરીફ, બારાવફાત- અમદાવાદ, બેલાપુર, ભોપાલ, ચેન્નાઈ, દહેરાદૂન, હૈદરાબાદ, ઈંફાલ, જમ્મૂ, કાનપુર, કોચ્ચિ, લખનઉ, મુંબઈ, નાગપુર, નવી દિલ્હી, રાયપુર, રાંચી, શ્રીનગર અને તિરુવનંતપુરમમાં બેંક બંધ રહેશે.
20 ઓક્ટોબર- મહર્ષિ વાલ્મીકિનો જન્મ દિવસ, લક્ષ્મી પુજા, ઈદ-એ-મિલાદ, અગરતલા, બેંગ્લુરું, ચંદીગઢ, કોલકાતા અને શિમલામાં બેંક બંધ
22 ઓક્ટોબર- ઈદ-એ-મિલાદ- ઉલ-નબી પછી શુક્રવાર જમ્મુ અને શ્રીનગરમાં બેંક બંધ
23 ઓક્ટોબર- શનિવાર (મહિનાનો ચોથો શનિવાર)
24 ઓક્ટોબર- રવિવાર (સાપ્તાહિત રજા)
26 ઓક્ટોબર- વિલય દિવસ- જમ્મૂ અને શ્રીનગરમાં બેંક બંધ
31 ઓક્ટોબર- રવિવાર (સાપ્તાહિક રજા)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news