દેશને SBI જેવી 4થી 5 બેન્કોની જરૂર, હજુ આ સેક્ટરમાં ઘણું કામઃ નિર્મલા સીતારમન

નાણામંત્રીએ કહ્યું કે, જે પ્રકારે દેશની ઇકોનોમી એક નવી દિશા તરફ વધી રહી છે અને જે રીતે ઈન્ડસ્ટ્રી નવી વસ્તુને અપનાવી રહી છે, તેનાથી ઘણા નવા પડકારો ઉભા થયા છે. તેને જોતા ભારતને ન માત્ર વધુ સંખ્યામાં પરંતુ વધુ મોટી બેન્કોની જરૂર છે. 
 

દેશને SBI જેવી 4થી 5 બેન્કોની જરૂર, હજુ આ સેક્ટરમાં ઘણું કામઃ નિર્મલા સીતારમન

નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમને કહ્યું કે દેશના ઘણા જિલ્લામાં બેન્કિંગ સુવિધાનો અભાવ છે. તેમણે રવિવાર ઈન્ડિયન બેન્ક એસોસિએશન (IBA) ના એક કાર્યક્રમને સંબોધિત કરતા કહ્યું કે જે જિલ્લામાં આર્થિક ગતિવિધિનું સ્તર ખુબ ઊંચુ છે, પરંતુ બેન્કિંગની ઉપસ્થિતિ ઓછી છે. 

મોટી બેન્કોની જરૂર
નાણામંત્રીએ કહ્યું કે, જે પ્રકારે દેશની ઇકોનોમી એક નવી દિશા તરફ વધી રહી છે અને જે રીતે ઈન્ડસ્ટ્રી નવી વસ્તુને અપનાવી રહી છે, તેનાથી ઘણા નવા પડકારો ઉભા થયા છે. તેને જોતા ભારતને ન માત્ર વધુ સંખ્યામાં પરંતુ વધુ મોટી બેન્કોની જરૂર છે. 

નાણામંત્રી પ્રમાણે દેશને સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના આકારની ચાર કે પાંચ અન્ય બેન્કની જરૂર છે. ઇકોનોમી અને ઇન્ડસ્ટ્રીમાં હાલમાં આવેલા ફેરફારોની પૃષ્ઠભૂમિમાં જે પ્રકારથી વાસ્તવિકતાઓ બદલી છે, તેને પૂરી કરવા માટે આપણે બેન્કિંગના વિસ્તારની જરૂર છે. 

દરેક જગ્યાએ બેન્કિંગ સેવાની જરૂર
નિર્મલા સીતારમને બેન્કોને કહ્યું કે તે પોતાની હાજરી વધારવાના પ્રયાસોને વધુ સારા કરે. તેમણે બેન્કોને કહ્યું કે, તેની પાસે વિકલ્પ છે કે તે નક્કી કરી શકે છે કે શેરી-ગલીઓમાં નાના સ્તરના મોડલ દ્વારા ત્યાં બેન્કની હાજરી નોંધાવવાની જરૂર છે. 

નાણામંત્રીએ સ્પષ્ટ કર્યું કે, તે ડિજિટલીકરણ અને પ્રયાસોની વિરુદ્ધ નથી. તેમણે કહ્યું કે, આજે બેન્કોનું વહી-ખાતુ વધુ સ્પષ્ટ છે. તેનાથી સરકાર પર બેન્કોના પુર્નમૂડિકરણનો ભાર ઓછો થશે. 

નિર્મલા સીતામરને કહ્યું કે, આગામી રાષ્ટ્રીય સંપત્તિ પુનર્ગઠન કંપનીને 'બેડ બેન્ક' ન કહેવી જોઈએ, જેમ અમેરિકામાં કહેવામાં આવે છે. તેમણે કહ્યું કે, બેન્કોને આક્રમક બનાવવાની જરૂર છે, તેના પ્રત્યેક એકમે સમજવું પડશે કે જેમાં 400 અબજ ડોલરની આયાતના લક્ષ્યને હાસિલ કરી શકાય. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news