Indian Railwaysની મુંબઈને મોટી ગિફ્ટ, અઠવાડિયામાં 4 દિવસ ચાલશે રાજધાની એક્સપ્રેસ 

કેન્દ્રિય રેલવે મંત્રી પીયુષ ગોયલે આ વિશે મોટી જાહેરાત કરી છે

Indian Railwaysની મુંબઈને મોટી ગિફ્ટ, અઠવાડિયામાં 4 દિવસ ચાલશે રાજધાની એક્સપ્રેસ 

મુંબઈ : કેન્દ્રિય રેલવે મંત્રી પીયુષ ગોયલે રેલવે પ્રવાસીઓને મોટી ગિફ્ટ આપી છે. તેમણે પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને મધ્ય રેલવેની રાજધાની એક્સપ્રેસની સર્વિસ વધારી દીધી છે. હવે આ ટ્રેનની સુવિધા અઠવાડિયામાં બે વાર નહીં પણ ચાર વાર મળશે. રેલવે મંત્રી પીયુષ ગોયલે લીલી ઝંડી દેખાડીને રાજધાની એક્સપ્રેસને રવાના કરી હતી. આ  ટ્રેનને દુલ્હનની જેમ સજાવવામાં આવી હતી. 

આ સિવાય કેન્દ્રિય મંત્રીએ રેલવે ક્લેઇમ્સ ટ્રિબ્યુનલ માટે અન્ય કોર્ટ, 14 ફુટ ઓવર બ્રિજ, 4 એસ્કેલેટર, 1 કોરિડોર, બે બુકિંગ કાર્યલય, બે સ્ટેશન પર HVLS પંખા, બે ગ્રીન સ્ટેશન, 22 સ્ટેશન પર IP  આધારિત LED ઇન્ડીકેટર, 13 સ્ટેશનોના પ્લેટફોર્મ પર રિપેરિંગ, 9 સ્ટેશનના પ્લેટફોર્મનું પુન:નિર્માણ તેમજ 29 સ્ટેશનો પર ફ્રી વાઇફાઇ જેવી મુંબઈના પ્રવાસીઓને આપી છે. 

આ સિવાય રેલવે પ્રવાસીઓની સુવિધાઓને ધ્યાનમાં રાખીને બહુ જલ્દી પહેલી પ્રાઇવેટ ટ્રેન તેજસ એક્સપ્રેસને લખનૌથી મુંબઈ વચ્ચે શરૂ કરવામાં આવશે. આ ટ્રેનની ટિકિટ માટે બહુ જલ્દી બુકિંગ શરૂ કરી દેવામાં આવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news