શેરબજારમાં તોફાની તેજી, પહેલીવાર સેન્સેક્સ 69000ને પાર, અદાણીના 2 સ્ટોક નિફ્ટી ટોપ ગેઈનરની યાદીમાં

શેરબજારે આજે પણ રેકોર્ડબ્રેક શરૂઆત કરી છે. સેન્સેક્સ પહેલીવાર 69000 પાર પહોંચી ગયો છે. જ્યારે નિફ્ટીએ પણ આજના દિવસના ટ્રેડિંગની શરૂઆત નવા ઓલ ટાઈમ હાઈ 20808 પોઈન્ટના સ્તરથી કરી છે. સેન્સેક્સ આજે 300 અંકની તેજી સાથે 69168 પોઈન્ટના સ્તરે  ખુલ્યો. જ્યારે નિફ્ટી 122 અંકના વધારા સાથે ખુલ્યો. 

શેરબજારમાં તોફાની તેજી, પહેલીવાર સેન્સેક્સ 69000ને પાર, અદાણીના 2 સ્ટોક નિફ્ટી ટોપ ગેઈનરની યાદીમાં

Stock Market News: શેરબજારે આજે પણ રેકોર્ડબ્રેક શરૂઆત કરી છે. સેન્સેક્સ પહેલીવાર 69000 પાર પહોંચી ગયો છે. જ્યારે નિફ્ટીએ પણ આજના દિવસના ટ્રેડિંગની શરૂઆત નવા ઓલ ટાઈમ હાઈ 20808 પોઈન્ટના સ્તરથી કરી છે. સેન્સેક્સ આજે 300 અંકની તેજી સાથે 69168 પોઈન્ટના સ્તરે  ખુલ્યો. જ્યારે નિફ્ટી 122 અંકના વધારા સાથે ખુલ્યો. 

હાલ સ્થિતિ
બીએસઈનો સેન્સેક્સ પોતાના ગત ઓલ ટાઈમ હાઈ 69918.22 પોઈન્ટને  તોડીને એક નવા શિખરે પહોંચી ગયો છે. હાલ સેન્સેક્સ 458051 પોઈન્ટના વધારા સાથે 69323.69ના સ્તરે છે. જ્યારે એનએસઈના બેન્ચમાર્ક ઈન્ડેક્સ નિફ્ટી 50એ પણ ઈતિહાસ રચતા હાલ 148.70 પોઈન્ટના વધારા સાથે 20835.50 ના સ્તરે છે. 

અદાણીના આ બે સ્ટોક નિફ્ટી ટોપ ગેઈનર
નિફ્ટી ટોપ ગેઈનરમાં આજે પણ અદાણી એન્ટરપ્રાઈઝ, અદાણી પોર્ટ્સ છે. અદાણી એન્ટરપ્રાઈઝમાં 5 ટકાથી વધુનો ઉછાળો છે. હવે તે 2658.90 રૂપિયાના સ્તરે પહોંચ્યો છે. બીજી બાજુ અદાણી પોર્ટ્સમાં લગભગ 4 ટકાની તેજી છે. હાલ તે 913.40 રૂપિયાના સ્તરે પહોંચ્યો છે. આ ઉપરાંત બીપીસીએલ, એક્સિસ બેંક અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા પણ નિફ્ટી ટોપ ગેઈનરની યાદીમાં છે. 

અત્રે જણાવવાનું કે હિન્દી બેલ્ટ રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં ભગવા લહેર અને મોદીની ગેરંટના પ્રભાવની અસર છેલ્લા બે દિવસથી શેર બજારમાં જોવા મળી રહી છે. જાણકારોનું માનવું છે કે ભાજપ 2024માં લોકસભા ચૂંટણી પણ જીતે તેવી પ્રબળ સંભાવના હવે જોવા મળી રહી છે. 

ગઈ કાલની વાત કરીએ તો સોમવારે સતત પાંચમા કારોબારી સત્રમાં તેજી રહી અને બીએસઈ સેન્સેક્સ 1384 પોઈન્ટની જબરદસ્ત છલાંગ લગાવીને નવા રેકોર્ડ સ્તર સાથે બંધ  થયો. આ તેજીથી માર્કેટ કેપિટલમાં જબરદસ્ત વધારો થયો. બજારમાં ઉછાળા સાથે રોકાણકારોની સંપત્તિ 5.81 લાખ કરોડ રૂપિયા વધી ગઈ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news