આ છે ઇશા અંબાણીનું આલિશાન સાસરિયું, અહીં જ આનંદે કર્યુ હતું પ્રપોઝ
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીની દીકરીની સગાઈ હાલમાં જ પીરામલ ગ્રૂપના આનંદ પીરામલ સાથે થઈ છે
Trending Photos
મુંબઈ : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીની દીકરી ઇશા અંબાણીની હાલમાં જ પીરામલ ગ્રુપના આનંદ પીરામલ સાથે સગાઈ થઈ છે. બંને લાંબા સમયથી મિત્રો હતા અને હવે તેમણે લગ્ન કરવાનું નક્કી કર્યુંછે. આનંદે મહાબળેશ્વરના મંદિરમાં ઇશાને પ્રપોઝ કર્યું હતું. અહીં જ ઇશાના સાસરા પક્ષનો આલિશાન બંગલો છે. ઇશાનો સાસરિયા ભલે મુંબઈમાં રહેતા હોય પણ તેમના મહાબળેશ્વરના બંગલાની ચર્ચા આખી દુનિયામાં થતી હોય છે.
અજય પીરામલ અને પત્ની સ્વાતિ પીરામલે 2006માં હોલિ-ડે હોમ તરીકે મહાબળેશ્વરનો ગ્રીનવુડ્સ બંગલો ખરીદી લીધો હતો. આ બંગલો સાંગલીના મહારાજા વિજય સિંહ પટવર્ધનના પુર્વજોએ 1862માં બનાવડાવ્યો હતો. આ બંગલો મરાઠા-વિક્ટોરિયન સ્ટાઇલમાં બનાવવામાં આ્વ્યો છે.
ઇશાની સાસુમા સ્વાતી પીરામલને ગાર્ડનિંગનો બહુ શોક છે. તેમણે પોતાના બંગલાને ઓર્કિડ, લીલી, આફ્રિકન ડેઇઝી, અલકેમિલીયા, એસ્ટર, ડેફોડિલ, માંડવિલા જેવી ફુલોની અલગ-અલગ વેરાઇટથી સજાવ્યો છે.
બંગલાનું મુખ્ય આકર્ષણ છે દીવાનખાનું જે સંગીત અને નૃત્ય માટે વપરાતું હતું. હાલમાં એને લીવિંગ રૂમમાં તબદિલ કરવામાં આ્વ્યું છે. આની બીજી તરફ બેડરૂમ બનેલા છે.
માતાની જેમ દીકરા આનંદને પણ ગાર્ડનિંગનો બહુ શોખ છે. સ્વાતિને ઓર્કિડ સૌથી વધારે ગમે છે.
બં
ગલાના એક હિસ્સામાં ગેસ્ટ રૂમસ્ છે. પહેલાં આ રૂમનો ઉપયોગ પરિવારના ઘોડા રાખવા માટે થતો હતો. હવે અહીં ટેલિવિઝન સેટ, ડાઇનિંગ ટેબલ અને નાની લાઇબ્રેરી બનાવાઈ છે.
દર વર્ષે અહીં ફ્લાવર શો યોજાય છે. આ સમયે ફુલોની અલગઅલગ થીમના આધારે સજાવટ કરાય છે.
પીરામલ ફ્લોરલ વિકએ્ન્ડ દરમિયાન અહીં આવતા મહેમાનોનું સ્વાગત વાઇન, સ્પાઇસ્ડ હોટ ચોકલેટ અને પારંપરિક કાવાથી કરવામાં આવે છે.
અહીં એક વિશિંગ વેલ ગાર્ડન પણ છે. અહીં એક કુવામાં સિક્કો નાખીને માનતા માગે છે. અહીં આવનારા તમામ ટુરિસ્ટ રમતમાં શામેલ થાય છે પણ બહુ ઓછા લોકો સિક્કો નાખી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે