કર્ણાટકમાં કોંગ્રેસ જેડીએસની સરકારનો રસ્તો થયો આસાન, સુપ્રીમે ફગાવી હિંદુ મહાસભાની અરજી

અખિલ ભારત હિંદુ મહાસાભાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને કહ્યું હતું કે, કોંગ્રેસ અને જેડીએસનું ગઠબંધન ગેરબંધારણીય છે. 

Updated By: May 22, 2018, 12:35 PM IST
કર્ણાટકમાં કોંગ્રેસ જેડીએસની સરકારનો રસ્તો થયો આસાન, સુપ્રીમે ફગાવી હિંદુ મહાસભાની અરજી

નવી દિલ્હી : કર્ણાટકમાં એચ ડી કુમારસ્વામીના નેતૃત્વમાં જેડીએસ અને કોંગ્રેસ ગઠબંધનની સરકાર બનતી રોકવા માટે અખિલ ભારત હિંદુ મહાસભાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જે રદ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે મંગળવારે અરજી રદ કરતાં આ મામલે સુનાવણી કરવાનો સ્પષ્ટ ઇન્કાર કર્યો છે. સાથોસાથ કોર્ટે એચડી કુમારસ્વામીના શપથ ગ્રહણ સમારોહ અટકાવવા મામલે પણ મનાઇ ફરવામી છે. 

અખિલ ભારત હિંદુ મહાસભાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને કહ્યું હતું કે, કોંગ્રેસ અને જેડીએસનું ગઠબંધન ગેરબંધારણીય છે. સાથોસાથ અરજીમાં કહેવાયું હતું કે, કોર્ટે સત્વરે એચડી કુમારસ્વામીની સરકારની રચના કર મનાઇ ફરમાવે. કોર્ટમાં અરજી રદ થયા બાદ એચડી કુમારસ્વામી 23 મેના રોજ મુખ્યમંત્રી પદની શપથ લેવાના છે. 

તમને જણાવીએ કે તાજેતરમાં યોજાયેલી કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોઇ પાર્ટીને સ્પષ્ટ બહુમત મળ્યો નથી. ભાજપને 104 બેઠકો મળી છે આ સાથે તે રાજ્યમાં સૌથી મોટી પાર્ટીના રૂપમાં આગળ રહી છે. જ્યારે કોંગ્રેસને 78 અને જેડીએસને 37 બેઠકો મળી હતી જ્યારે બે બેઠકો પર અપક્ષ ઉમેદવારો વિજયી બન્યા હતા. 

જોકે પરિણામ જાહેર થતાં રાજ્યપાલ વજુભાઇ વાળાએ ભાજપને મોટી પાર્ટી તરીકે સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું હતું અને યેદિયુરપ્પાએ મુખ્યમંત્રીના શપથ લઇ સરકાર બનાવી હતી. જોકે આ ઘટનાક્રમના ગણતરીના કલાકોમાં જ સુપ્રીમ કોર્ટે બહુમત સાબિત કરવાનો આદેશ આપતાં યેદિયુરપ્પાએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપતાં ભાજપની સરકાર પડી ભાંગી હતી. ત્યાર બાદ કોંગ્રેસ અને જેડીએસનું ગઠબંધન રચાતાં સરકારનો દાવો કર્યો હતો.