Rasna Insolvency: ગુજરાતની શાન Rasna માત્ર રૂ. 71 લાખમાં નાદાર થઈ જશે! નફો કરતી કંપનીની શું છે આ બબાલ

Rasna Insolvency : ચિલચિલાતી ગરમીમાં રાહત આપનાર એક ઇન્સ્ટન્ટ ડ્રિંક મિક્સ રસના સામે એક લોજિસ્ટિક્સ કંપનીએ નાદારીની અરજી દાખલ કરી છે. આ કેસ માત્ર 71 લાખ રૂપિયાનો છે. જો કે ગુજરાત હાઈકોર્ટે કંપનીને થોડા દિવસો માટે રાહત આપી છે.

Rasna Insolvency: ગુજરાતની શાન Rasna માત્ર રૂ. 71 લાખમાં નાદાર થઈ જશે! નફો કરતી કંપનીની શું છે આ બબાલ

કાળઝાળ ગરમીમાં રાહત આપતા ઇન્સ્ટન્ટ ડ્રિંક મિક્સ રસનાને (Rasna) હાલમાં હાઇકોર્ટમાંથી થોડી રાહત મળી છે. ગુજરાત હાઈકોર્ટે કંપની સામેના NCLTના આદેશ પર સ્ટે આપ્યો હતો. 1 સપ્ટેમ્બરે ટ્રિબ્યુનલે કંપની સામે નાદારીની પ્રક્રિયા શરૂ કરવાનો આદેશ આપ્યો હતો. તેમજ અંતરિમ રિઝોલ્યુશન પ્રોફેશનલ (IRP)ને કંપનીનું સંચાલન સંભાળવા માટે કહેવામાં આવ્યું હતું. રસનાએ NCLATમાં તેની સામે અપીલ કરી છે. દરમિયાન રસનાએ હાઈકોર્ટને આ મામલે દરમિયાનગીરી કરવા અપીલ કરી હતી. હાઈકોર્ટે રસનાની અપીલની સુનાવણી ન થાય ત્યાં સુધી NCLTના નિર્ણય પર સ્ટે મૂક્યો હતો. આ કેસ રૂ. 71 લાખની બાકી રકમનો છે.

લોજિસ્ટિક્સ કંપની ભારત રોડ કેરિયર પ્રાઈવેટ લિમિટેડે NCLTમાં રસના વિરુદ્ધ નાદારીની અરજી દાખલ કરી હતી. NCLTએ આ કેસમાં રવિન્દ્ર કુમારને IRP તરીકે નિયુક્ત કર્યા છે. લોજિસ્ટિક્સ કંપનીના જણાવ્યા અનુસાર તેણે 2017-18 દરમિયાન રસનાને સામાન મોકલ્યો હતો. પરંતુ કંપનીએ તે સામાન પેટેની રકમ ચૂકવી ન હતી. લોજિસ્ટિક્સ કંપનીનું કહેવું છે કે તે 2019થી રસના પાસેથી વ્યાજ સાથે 71 લાખ રૂપિયાની ચુકવણીની માંગ કરી રહી છે. રસનાના (Rasna) વકીલે હાઈકોર્ટને જણાવ્યું હતું કે એનસીએલટીએ તેને લેખિતમાં જવાબ આપવા માટે સાત દિવસનો સમય આપ્યો હતો પરંતુ તે દરમિયાન અંતિમ આદેશ પસાર કર્યો હતો. રસના નફામાં ચાલી રહી છે અને તેનું દેવું માત્ર 71 લાખ રૂપિયા છે.

આગામી સુનાવણી ક્યારે થશે?
કંપની આ રકમ NCLTમાં જમા કરાવવા તૈયાર છે. તેમણે કહ્યું કે કંપનીને 3 સપ્ટેમ્બરના રોજ એક નોટિસ મળી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે તે IRPની નિમણૂક સાથે તે બેંક ખાતાઓનું સંચાલન કરી શકશે નહીં. રસનાએ (Rasna) વિનંતી કરી કે જ્યાં સુધી NCLATમાં તેની અપીલની સુનાવણી ન થાય ત્યાં સુધી IRPને મેનેજમેન્ટ સંભાળવાથી અટકાવવામાં આવે. તેના પર હાઈકોર્ટે એનસીએલટીને આપેલા આદેશ પર સ્ટે આપ્યો હતો. હાઈકોર્ટમાં આ કેસની આગામી સુનાવણી 11 સપ્ટેમ્બરે થશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news