બૌદ્ધિક સંપત્તિ ઇન્ડેક્સમાં ભારતની ઉંચી છલાંગ, 50 દેશોની યાદીમાં 36માં સ્થાન પર પહોંચ્યું

આ ઇન્ડેક્સમાં અમેરિકા પહેલા, બ્રિટેન બીજા, સ્વીડન ત્રીજા, ફ્રાન્સ ચોથા અને જર્મની પાંચમાં સ્થાને છે. 

બૌદ્ધિક સંપત્તિ ઇન્ડેક્સમાં ભારતની ઉંચી છલાંગ, 50 દેશોની યાદીમાં 36માં સ્થાન પર પહોંચ્યું

નવી દિલ્હીઃ ઇન્ટરનેશનલ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી (આઇપી) ઇન્ડેક્સમાં ભારત આઠ સ્થાનની છલાંગ સાથે 36માં સ્થાને પહોંચી ગયું છે. આ ઇનડેક્સમાં આ વર્ષે 50 વૈશ્વિક અર્થવ્યવસ્થાઓમાં બૌદ્ધિક સંપત્તિની સ્થિતિનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. 

2018માં 44માં સ્થાન પર હતું ભારત
અમેરિકી ચેમ્બર ઓફ કોમર્સના વૈશ્વિક નવીકરણ નીતિ કેન્દ્ર (જીઆઈપીસી) દ્વારા તૈયાર 2019ના સૂચકઆંકમાં ભારત 8 સ્થાનની છલાંગ સાથે 36માં સ્થાને પહોંચી ગયું છે. 2018માં ભારત 44માં સ્થાને હતું. તેમાં સામેલ 50 દેશોમાં ભારતની સ્થિતિમાં સૌથી વધુ સુધાર થયો છે. 

અમેરિકાને મળ્યું પ્રથમ સ્થાન
આ ઇન્ડેક્સમાં અમેરિકા પ્રથમ, બ્રિટેન બીજું, સ્વીડન ત્રીજુ, ફ્રાન્સ ચોથુ, જર્મનીનું પાચમું સ્થાન રહ્યું છે. ગત વર્ષે પણ આ દેશો આજ સ્થાને હતા. જીઆઈપીસીએ આ ઇન્ડેક્સ 45 સંકેતકો પર તૈયાર કર્યો છે. તેમાં પેટન્ટ, કોપીરાઇટ અને વ્યાપાર ગોપનીયતાનું સરંક્ષણ વગેરે સામેલ છે. 

ભારતના સ્કોરમાં સતત સુધારો
નિવેદનમાં કહેવામાં આવ્યું કે, ભારતની સ્થિતિમાં આ સુધાર ભારતીય નીતિ નિર્માતાઓ દ્વારા ડોમેસ્ટિક ઉદ્યમીઓ અને વિદેશી રોકાણકારો માટે સમાન રૂપથી એક સતત નવીન ઇકોસિસ્ટમ વિકસિત કરવાના પ્રયાસોને દર્શાવે છે. હાલની યાદીમાં ભારતનો કુલ સ્કોર ઉલ્લેખનીય રૂપથી સુધરીને 36.04 ટકા (45માંથી 16.22) પર પહોંચી ગયો છે. ગત વખતે આ 30.07 ટકા (40માં 12.03) હતો. જીઆઈપીસીના વરિષ્ઠ ઉપાધ્યક્ષ પૈટ્રિક કિલબ્રાઇડે કહ્યું કે, સતત બીજા વર્ષે ભારતના સ્કોરમાં વધારે સુધારો થયો છે. 

વેનેજુએલાને મળ્યું છે અંતિમ સ્થાન
વર્ષ 2017માં ભારત આ યાદીમાં 45 દેશોમાં 43માં સ્થાન પર હતું. છેલ્લા બે વર્ષમાં અમેરિકી ચેમ્બર ઓફ કોમર્સે તુલનાત્મક અભ્યાસવાળા દેશોની સંખ્યા વધારીને 50 કરી દીધી છે. પાડોસી દેશ પાકિસ્તાન આ યાદીમાં 47માં સ્થાન પર છે. તો વેનેજુએલા અંતિમ સ્થાન પર છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news