પત્નીના નામે ખાતુ ખોલાવનારા પતિઓને મોટો ફાયદો, દર મહિને મળશે ઢગલો રૂપિયા

Good Returns : તમે નેશનલ પેન્શન સ્કીમ એકાઉન્ટમાં પોતાની સુવિધા અનુસાર દર મહીને અથવા વાર્ષિકા પૈસા જમા કરાવી શકો છો. તમે ફક્ત 1,000 રૂપિયાથી પણ પત્નીના નામ પર NPS એકાઉન્ટ ખોલી શકો છો. 60 વર્ષની ઉંમરમાં NPS એકાઉન્ટ મેચ્યોર થઇ જાય છે. નવા નિયમો અંતગર્ત તમે ઇચ્છો તો વાઇફની ઉંમર 65 વર્ષ સુધી પણ NPS સુધી એકાઉન્ટ ચલાવી શકો છો. 

પત્નીના નામે ખાતુ ખોલાવનારા પતિઓને મોટો ફાયદો, દર મહિને મળશે ઢગલો રૂપિયા

NPS Calculation: તમે તમારી પત્નીના નામે નેશનલ પેંશન સિસ્ટમ એકાઉન્ટ ખોલાવી શકો છો. NPS એકાઉન્ટ તમારી પત્નીને 60 વર્ષની ઉંમરમાં એક રકમ આપશે. સાથે જ દર મહિને તેમને પેંશનના રૂપમાં રેગુલર ઇનકમ પણ થશે. એટલું જ નહી, NPS એકાઉન્ટ સાથે તમે એ પણ નક્કી કરી શકો છો કે તમારી પત્નીને દર મહીને કેટલું પેન્શન મળશે. તેનાથી તમારી વાઇફ 60 વર્ષની ઉંમર બાદ પૈસા માટે કોઇપણ પર નિર્ભર ન રહે. આવો જાણીએ આ સ્કીમ વિશે વિસ્તાર પૂર્વક.  જો તમે પણ ઇચ્છો છો કે તમારી પત્ની આત્મનિર્ભર બને જેથી કોઇપણ સ્થિતિમાં તમારા ઘરમાં એક રેગુલર ઇનકમ આવતી રહે અને ભવિષ્યમાં તમારી પત્નીને પૈસા માટે કોઇ બીજા પર નિર્ભર રહેવું ન પડે તો આજે જ તેના માટે રેગુલર ઇનકમની વ્યવસ્થા કરી શકો છો. તેના માટે તમારે National Pension Scheme માં રોકાણ કરવું જોઇએ. આવો જાણીએ કેવી રીતે યોજનામાં રોકાણ કરી તમે મોટો ફાયદો ઉઠાવી શકો છો. 

રોકાણ કરવું પણ એકદમ સરળ-
તમે નેશનલ પેન્શન સ્કીમ એકાઉન્ટમાં પોતાની સુવિધા અનુસાર દર મહીને અથવા વાર્ષિકા પૈસા જમા કરાવી શકો છો. તમે ફક્ત 1,000 રૂપિયાથી પણ પત્નીના નામ પર NPS એકાઉન્ટ ખોલી શકો છો. 60 વર્ષની ઉંમરમાં NPS એકાઉન્ટ મેચ્યોર થઇ જાય છે. નવા નિયમો અંતગર્ત તમે ઇચ્છો તો વાઇફની ઉંમર 65 વર્ષ સુધી પણ NPS સુધી એકાઉન્ટ ચલાવી શકો છો. 

45 હજાર સુધી માસિક આવક-
ઉદાહરણ તરીકે સમજીએ- જો વાઇફની ઉંમર 30 વર્ષ છે અને તમે તેના NPS એકાઉન્ટમાં દર મહિને 5000 રૂપિયાનું રોકાણ કરો છો. જો તેને તે રોકાણ પર વાર્ષિક 10 ટકા રિટર્ન મળે છે તો 60 વર્ષની ઉંમરમાં તેના એકાઉન્ટમાં કુલ 1.12 કરોડ રૂપિયા થશે. તેમને તેમાંથી લગભગ 45 લાખ રૂપિયા મળી જશે. આ ઉપરાંત તેમને દર મહિને 45,000 હજાર રૂપિયાની આસપાસ પેંશન મળવા લાગશે. સૌથી ખાસ વાત એ છે કે આ પેંશન તેમને આજીવન મળતું  રહેશે. 

એક હપ્તામાં કેટલી મળશે રકમ અને પેંશન-
કેટલું મળશે પેંશન?
ઉંમર- 30 વર્ષ
રોકાણની કુલ અવધિ- 30વર્ષ
મંથલી કંટ્રીબ્યૂશન- 5000 રૂપિયા
રોકાણ પર અંદાજે રિટર્ન- 10 ટકા
કુલ પેંશન ફંડ- 1,11,98,471 રૂપિયા (મેચ્યોરિટી પર નિકાળી શકો છો રકમ) 
એન્યુટી પ્લાન ખરીદવા માટે રકમ- 44,79,388 રૂપિયા
અનુમાનિત એન્યુટી રેટ 8 ટકા- 67,19,083 રૂપિયા
મંથલી પેંશન- 44,793 રૂપિયા

ફંડ મેનેજર કરે છે એકાઉન્ટ મેનેજમેન્ટ-
NPS કેન્દ્ર સરકારની સોશિયલ સિક્યોરિટી સ્કીમ છે. આ સ્કીમમાં તમે જે પૈસા રોકાણ કરો છો તેનું મેનેજમેન્ટ પ્રોફેશનલ ફંડ મેનેજર કરે છે. કેન્દ્ર સરકાર આ પ્રોફેશનલ ફંડ મેનેજર્સને તેની જવાબદારી આપે છે. એવામાં NPS માં તમારું રોકાણ સંપૂર્ણ રીતે સુરક્ષિત રહે છે. જોકે આ સ્કીમ અંતગર્ત તમે પૈસા રોકાણ કરી શકો છો. તેના પર રિટર્નની ગેરેન્ટી નથી. ફાઇનેંશિયલ પ્લાનર્સ અનુસાર  NPS એ શરૂઆત બાદથી અત્યાર સુધી સરેરાશ 10 થી 11 ટકા સુધી રિટર્ન આપ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news