'મેક ઇન ઇન્ડીયા'ની મોટી સફળતા, ભારતમાં બની રહ્યો છે iphone 7

'મેક ઇન ઇન્ડીયા'ની મોટી સફળતા, ભારતમાં બની રહ્યો છે iphone 7

દુનિયાની ટોચની મોબાઇલ કંપની Apple એ ભારતમાં iphone SE અને iphone 6S ની સાથે જ iphone 7 નું ઉત્પાદન શરૂ કર્યું છે. 'મેક ઇન ઇન્ડીયા'ની દિશામાં ખૂબ મોટી સફળતા છે અને એપ્પલના આ નિર્ણયથી ઘણી ટોચની ગ્લોબલ ટેક કંપનીઓનો ભારત પ્રત્યે વિશ્વાસ વધશે અને તે આગામી દિવસોમાં ભારતમાં આવી શકે છે. આઇફોને સંકેત આપ્યા છે કે કંપની ભારતને ઉત્પાદન હબના રૂપમાં ડેવલોપ કરવા ઇચ્છુક છે. 

એક મીડિયા રિપોર્ટ અનુસાર એપ્પલે કહ્યું કે 'અમને ગર્વ છે કે અમે અમારા સ્થાનિક ગ્રાહકો માટે બેંગલુરૂમાં આઇફોન 7 બનાવી રહ્યા છીએ. તેથી ભારતમાં લાંબાગાળા બાદ અમારી પ્રતિબદ્ધતા વધુ મજબૂત થઇ છે. 

તાઇવાનની કોન્ટ્રાક્ટ ઉત્પાદન કંપની વિસ્ટર્ન બેંગલુરૂમાં માર્ચથી આઇફોન 7 ડિવાઇસ બની રહ્યો છે. વિસ્ટર્ન બેંગલુરૂ પ્લાન્ટમાં જ આઇફોન એસઇ અને આઇફોન 6એસ બનવાનો છે. આ મામલે જોડાયેલા લોકો જોકે આ સંભાવનાને નકારે છે કે ભારતમાં આઇફોન 7 બનતાં ભાવમાં ઘટાડો આવશે. તેમનું કહેવું છે કે ભારતમાં ઉત્પાદનથી જે બચત થશે તેનો ઉપયોગ કંપની આક્રમક વેચાણ અને માર્કેટિંગમાં ખર્ચ કરશે. 

આ પહેલાં સરકારે વિસ્ટર્નને પોતાના ઉત્પાદન પ્લાન્ટના વિસ્તાર માટે 500 કરોડ રૂપિયાનું રોકાણ કરવાની મંજૂરી આપી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news