આ છે અંકિતા લોખંડેનું સાચું નામ? 2016માં સુશાંત સિંહ સાથે થવાના હતા લગ્ન!

અંકિતા લોખંડે (Ankita Lokhande) એક લોકપ્રિય ટીવી એક્ટ્રેસ છે. જેણે હાલમાં જ બોલીવુડમાં પોતાની શરૂઆત કરી હતી. ફેમસ ટીવી સીરિયલ પવિત્ર રિશ્તામાં તેણે અર્ચનાના નામથી પણ ઓળકે છે. તેમને જાણીને આશ્ચર્ય થશે કે, અંકિતા લોખંડે તેનું સાચું નામ નથી. પરંતુ તેનું સાચુ નામ તનુજા છે. અંકિતાના નામથી તેને ઘરમાં બોલાવવામાં આવે છે. આ એક એવું સત્ય છે જે માત્ર કેટલાક લોકો જ જાણે છે.

Updated By: Jul 11, 2020, 01:26 PM IST
આ છે અંકિતા લોખંડેનું સાચું નામ? 2016માં સુશાંત સિંહ સાથે થવાના હતા લગ્ન!

નવી દિલ્હી: અંકિતા લોખંડે (Ankita Lokhande) એક લોકપ્રિય ટીવી એક્ટ્રેસ છે. જેણે હાલમાં જ બોલીવુડમાં પોતાની શરૂઆત કરી હતી. ફેમસ ટીવી સીરિયલ પવિત્ર રિશ્તામાં તેણે અર્ચનાના નામથી પણ ઓળકે છે. તેમને જાણીને આશ્ચર્ય થશે કે, અંકિતા લોખંડે તેનું સાચું નામ નથી. પરંતુ તેનું સાચુ નામ તનુજા છે. અંકિતાના નામથી તેને ઘરમાં બોલાવવામાં આવે છે. આ એક એવું સત્ય છે જે માત્ર કેટલાક લોકો જ જાણે છે.

આ પણ વાંચો:- સિદ્ધાર્થ શુક્લા બાદ હવે ટોની કક્કડ સાથે જોવા મળશે શહનાઝ ગિલ

સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના મોતથી અંકિતા લોખંડે શોકમાંથી બહાર આવી શકી નથી. હાલમાં જ બિગ બોસ 13ની કન્ટેસ્ટેન્ટ આરતી સિંહે સુશાંતના મોત વિશે ખુલ્લેઆમ વાત કરી હતી અને અંકિતા કેવી રીતે આ બધાનો સામનો કરી રહી છે. તેના વિશે પણ જણાવ્યું હતું. તેણે કહ્યું કે, હું સુંશાતને અંકિતાના માધ્યમથી જ જાણતી હતી. તે ઘણો સારો છોકરો હતો અને સૌ કોઇને પ્રેરિત કરી રહ્યો હતો. મે અંકિતા સાથે વાત કરી છે અને તેને પૂછ્યુ છે કે શું ઠીક છે. અંકિતાને સમયની જરૂર છે અને હું તેને આપવા માગુ છું.

આ પણ વાંચો:- 'લવ સ્ટોરી'થી બોલિવુડમાં છવાયા હતા કુમાર ગૌરવ, B'day પર જાણો હવે ક્યાં છે આ સ્ટાર

અમારી સહયોગી વેબસાઈટ DNA અનુસાર, સુશાંતના પિતા કે.કે સિંહના એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, અંકિતા તેના પુત્રની જીવનની એકમાત્ર મહિલા હતી. તેમણે કહ્યું તે પટનામાં પરિવાર પાસે પણ ગઇ હતી. બંને ડિસેમ્બર 2016માં લગ્ન કરવાના હતા પરંતુ વર્ષના છ મહિનામાં બંનેએ અલગ રહેવાનો નિર્ણય કર્યો હતો.

આ પણ વાંચો:- પૂર્ણિયામાં સુશાંતના નામે રોડનું નામાંકરણ, VIDEO જોઇ ફરી ભાવુક થયા લોકો

સુશાંત અને અંકિતાના મિત્ર સંદિપસિંહે પણ અંકિતા વિશે ખુલ્લેઆમ લખ્યું હતું અને કહ્યું હતું કે 'સુશાંતના ચહેરા પર સ્મિત લાવવા માટે તમે જે કંઇ કર્યું હતું. આજે પણ, હું માનું છું કે તમે બંને એક બીજા માટે બનાવવામાં આવ્યા હતા. તમે બંનેને સાચો પ્રેમ છે. આ વિચારો, આ યાદો મારા હૃદયને ઠેસ પહોંચાડે છે. હું તેમને પાછા કેવી રીતે મેળવી શકું? હું તેમને પાછા માંગું છું. મારે 'અમે ત્રણ' પાછા જોઈએ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube