ચીનને વધુ એક લપડાક: સામાનમાં Country of Origin નહી લખનાર ઇ કોમર્સ કંપનીઓ પર ઝીંકાશે મોટો દંડ

ઇ કોમર્સ પ્લેટફોર્મ પર પ્રોડક્ટનો Country of Origin ની માહિતી નહી આપે તો 1 લાખ રૂપિયાથી માંડીને 1 વર્ષ સુધીની જેલની સજા થઇ શકે છે. ઇ કોમર્ટ પ્લેટફોર્મ પર રહેલી દરેક પ્રોડક્ટનાં Country Of Origin ની માહિતી આપવી પડશે. ગ્રાહકોએ તમામ મંત્રાલયો અને રાજ્યોને ઇ કોમર્સ કંપનીઓને સરકારનાં નિર્ણય પર કડકાઇથી પાલન કરાવવા માટે પત્ર લખ્યો છે.
ચીનને વધુ એક લપડાક: સામાનમાં Country of Origin નહી લખનાર ઇ કોમર્સ કંપનીઓ પર ઝીંકાશે મોટો દંડ

નવી દિલ્હી : ઇ કોમર્સ પ્લેટફોર્મ પર પ્રોડક્ટનો Country of Origin ની માહિતી નહી આપે તો 1 લાખ રૂપિયાથી માંડીને 1 વર્ષ સુધીની જેલની સજા થઇ શકે છે. ઇ કોમર્ટ પ્લેટફોર્મ પર રહેલી દરેક પ્રોડક્ટનાં Country Of Origin ની માહિતી આપવી પડશે. ગ્રાહકોએ તમામ મંત્રાલયો અને રાજ્યોને ઇ કોમર્સ કંપનીઓને સરકારનાં નિર્ણય પર કડકાઇથી પાલન કરાવવા માટે પત્ર લખ્યો છે.

આત્મનિર્ભર ભારત અને મેક ઇન ઇન્ડિયા મિશનને સફળ બનાવવા અને તેના દ્વારા બજારથી ચીની સામાનને સમેટવાનાં ઇરાદાથી સરકાર સતત પગલા ઉઠાવી રહી છે. ઇ કોમર્સ પ્લેટફોર્મ પર લિસ્ટેડ દરેક પ્રોડક્ટ પર Country of Origin એટલે કે પ્રોડક્ટ ક્યાં બની છે અથવા આયાત કરવામાં આવી છે, તેની માહિતી ગ્રાહકને આપવી ફરજીયાત કરવામાં આવશે. 

1 લાખના દંડથી માંડીને 1 વર્ષનાં જેલ સુધીનાં પ્રાવધાન
જો વિક્રેતા કે ઇ કોમર્સ કંપની પ્રોડક્ટ પર કંપની કોડ, કંટ્રી ઓફ ઓરિજિનની માહિતી નહી આપે તો 1 લાખ રૂપિયાનાં દંડથી માંડીને 1 લાખ રૂપિયાના દંડની જોગવાઇ કરવામાં આવી છે. ગ્રાહકોનાં સુરક્ષીત અને કડકાઇથી લાગુ કરવાનાં ઇરાદાથી ગ્રાહકોના મંત્રાલય અંતર્ગત રચાયેલી CCPA એટલે કે Consumer protection Authority  ઇ કોમર્સ પ્લેટફોર્મ પર લિસ્ટેડ પ્રોક્ટ પર કંટ્રી ઓફ ઓરિજિનની માહિતી ગ્રાહકોને આપવાના નિર્ણય પર બારીકીથી નજર રાખશે અને જો કંપની એવું નહી કરે

વિકાસ દુબે એન્કાઉન્ટર કેસ : વિકાસ દુબેની ગાડી સાથે સાથે કોંગ્રેસે પણ પલટી મારી
તો મોટો આર્થિક દંડથી માંડીને જેલમાં જવા સુધીની જા પણ ફટકારશે. 
કંટ્રી ઓફ ઓરિજિન માહિતી નહી આપનારને પહેલા 25 હજાર રૂપિયા, બીજી વાર 50 હજાર અને ત્યાર બાદ પણ કંપની માહિતી ન આપે તે 1 લાખ રૂપિયાનો દંડ અને ત્યાર બાદ 1 વર્ષની જેલ થઇ શકે છે. આ નિયમને કડકાઇથી લાગુ કરવા માટે ગ્રાહકોના મંત્રાલયના એડિશનલ સેક્રેટરી અને BIS ચિફ કમિશ્નરને જવાબદારી સોંપવામાં આવી છે. 

BEST BEFOR લખવાનાં બદલે એક્સપાયરી લખવી ફરજીયાત
ટુંક જ સમયમાં તમામ પ્રોડક્ટ પર કંપનીઓ BEST BEFORE લખવાનાં બદલે એક્સપાયરી ડેટનો ઉલ્લેખ કરવો ફરજીયાત કરવામાં આવે. ગ્રાહકો બાબતના મંત્રાલય દ્વારા ટુંક જ સમયમાં આ અંગેનો નિર્ણય અમલમાં લાવવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news