PNB માં થયો 3,688 કરોડ રૂપિયાનો ગોટાળો, જાણો શું છે સમગ્ર મામલો
પંજાબ નેશનલ બેંક (Punjab National Bank) એ ગુરૂવારે કહ્યું કે તેણે દીવાન હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ (DHFL)ના એનપીએ ખાતામાં 3,688.58 કરોડ રૂપિયાની છેતરપિંડી વિશે આરબીઆઇ (RBI)ને જાણકારી આપી છે.
Trending Photos
નવી દિલ્હી: પંજાબ નેશનલ બેંક (Punjab National Bank) એ ગુરૂવારે કહ્યું કે તેણે દીવાન હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ (DHFL)ના એનપીએ ખાતામાં 3,688.58 કરોડ રૂપિયાની છેતરપિંડી વિશે આરબીઆઇ (RBI)ને જાણકારી આપી છે. ડીએચએલએફ તે સમયે ચર્ચામાં આવી હતી જ્યારે એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે તેણે ઘણી બનાવટી કંપની દ્વારા કુલ 97,000 કરોડ રૂપિયાની બેંક લોનથી 31,000 કરોડ રૂપિયાની હેરાફેરી કરી.
તેણે કહ્યું કે બેંક પહેલાંથી જ નક્કી માનદંડો હેઠળ તેના માટે 1246.58 કરોડ રૂપિયાની જોગવાઇ કરી ચૂકી છે. રિઝર્વ બેંકએ ગત વર્ષે નવેમ્બરમાં સમસ્યામાં ફસાયેલી હોમ લોન આપનાર કંપની ડીએચએલએફને લોન શોધન કાર્યવાહી માટે મોકલવામાં આવ્યા હતા. તે પહેલી નાણાકીય સેવા કંપની છે જે લોન સમાધાનને એનસીએલટી (નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ) ગઇ. ગત વર્ષે નિયમોને કથિત ઉલ્લંઘનના રિપોર્ટ બાદ એસએફઆઇઓ સહિત વિભિન્ન એજન્સીઓએ તપાસ શરૂ કરી છે.
શું છે DHFL મામલો?
ડીએચએલએફ દેશની પ્રથમ ફાઇનાન્શિયલ કંપની જેને બેંકરપ્સી કોર્ટમાં લઇ જવામાં આવી. તેની કુલ લોન 85,000 કરોડ રૂપિયાથી વધુ છે. તેના પ્રમોટર કપિલ વધાવન પર આરોપ છે કે તે મની લોડ્રીંગ કરતા હતા.
ગ્રાહકોનું શું થશે?
એક્સપર્ટનું કહેવું છે કે તેનાથી બેંકના ગ્રાહકો પર કોઇ અસર પડશે નહી. તેમના પૈસા પુરી રીતે સુરક્ષિત છે. પરંતુ શેરમાં ઘટાડો આવી શકે છે. એવામાં રોકાણકારોને થોડું નુકસાન થઇ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે